Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 126 - પવિત્ર બાઇબલ C.L.


ઉદ્ધાર માટે યાચના
(આરોહણનું ગીત)

1 જ્યારે પ્રભુ અમને દેશનિકાલમાંથી સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે તો અમે સ્વપ્ન જોતા હોઈએ એવું લાગ્યું.

2 અમારા મુખ પર હાસ્ય ઊભરાતું હતું; અમારી જીભ આનંદપૂર્વક જયજયકાર કરતી હતી. ત્યારે બીજા દેશોએ એકબીજાને અમારે વિષે કહ્યું, “પ્રભુએ પોતાના લોક માટે મહાન કાર્યો કર્યાં છે.”

3 પ્રભુએ સાચે જ અમારે માટે મહાન કાર્યો કર્યાં હતાં, અને તેથી અમે અત્યંત આનંદમાં આવી ગયા હતા.

4 જેમ નેગેવના રણપ્રદેશમાં વરસાદ સુકાં ઝરણામાં પાણી લાવે છે, તેમ હે પ્રભુ, તમે અમને દેશનિકાલમાંથી પાછા લાવ્યા છો.

5 અલબત્ત, આંસુ સારતાં સારતાં વાવનારા જયજયકાર સહિત લણે છે.

6 ઝોળીમાં મૂઠીભર બી લઈને વાવણી માટે રડતાં રડતાં જનારા કાપણી વખતે ધાન્યના પૂળા લઈને ઈશ્વરનો જયજયકાર કરતાં કરતાં ઘેર પાછા આવશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan