ગીતશાસ્ત્ર 125 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુના લોકની સલામતી (આરોહણનું ગીત) 1 પ્રભુ પર ભરોસો રાખનારા સિયોન પર્વત સમાન છે; એ તો કદી ખસેડી શકાય નહિ એવો અચળ પર્વત છે. 2 જેમ યરુશાલેમની ચારે તરફ આવેલા પર્વતોથી તેનું રક્ષણ થાય છે, તેમ હમણાંથી સર્વકાળ સુધી પ્રભુ પોતાના ભક્તોને ચારે બાજુએ રક્ષે છે. 3 નેકજનોના ફાળે આવેલ ભૂમિમાં, દુષ્ટ શાસકો સદા રાજ કરશે નહિ; નહિ તો કદાચ નેકજનો પણ અન્યાય કરવા લલચાય. 4 હે પ્રભુ, ભલા માણસોનું તથા સરળ જનોનું ભલું કરજો. 5 જ્યારે તમે દુષ્ટોને શિક્ષા કરો, ત્યારે તમારા માર્ગનો ત્યાગ કરનાર સૌને પણ શિક્ષા કરજો. ઇઝરાયલના લોકનું કલ્યાણ થાઓ! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide