Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 124 - પવિત્ર બાઇબલ C.L.


પોતાના લોકના રક્ષક ઈશ્વર
(આરોહણનું ગીત; દાવિદનું)

1 ઇઝરાયલના લોક કબૂલાત કરો કે, “જો પ્રભુ અમારી પડખે ન હોત;

2 અમારા શત્રુઓએ અમારા પર આક્રમણ કર્યું, ત્યારે પ્રભુ જો અમારી પડખે ન હોત,

3 તો અમારા પર શત્રુઓનો ક્રોધ ભભૂકી ઊઠયો ત્યારે તેઓ અમને જીવતા ગળી ગયા હોત.

4 ત્યારે પાણીનાં પૂર અમને ઘસડી ગયાં હોત અને વેગીલો જલપ્રવાહ અમારી ઉપર ફરી વળ્યો હોત.

5 અને તોફાની મોજાંએ અમને ડુબાડી દીધા હોત.”

6 પ્રભુને ધન્ય હો! તેમણે અમને અમારા શત્રુઓના દાંતના શિકાર થવા દીધા નથી.

7 પારધીની જાળમાંથી છટકી જતા પક્ષીની જેમ અમારા જીવ બચી ગયા; જાળ તૂટી ગઈ અને અમે મુક્ત થઈ ગયા.

8 અમારી સહાય કરનારનું નામ યાહવે છે; તે આકાશ તથા પૃથ્વીના સર્જનહાર છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan