Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 123 - પવિત્ર બાઇબલ C.L.


દયા માટે યાચના
(આરોહણનું ગીત)

1 હે સ્વર્ગમાં રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વર, તમારા તરફ હું મારી આંખો પ્રાર્થનામાં ઊંચી કરું છું.

2 જેમ દાસની આંખો પોતાના માલિકના હાથ તરફ અને દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ મંડાયેલ હોય છે; તેમ પ્રભુ અમારા પર કૃપા ન કરે ત્યાં સુધી અમારી મીટ અમારા ઈશ્વર પર મંડાયેલી રહે છે.

3 હે પ્રભુ, અમારા પર દયા કરો; અમારા પર દયા કરો. કારણ, લોકોનો તિરસ્કાર વેઠીને અમે ત્રાસી ગયા છીએ.

4 ધનવાનોનો ઉપહાસ અને ગર્વિષ્ઠોનો તિરસ્કાર વેઠી વેઠીને અમારા પ્રાણ તદ્દન ત્રાસી ગયા છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan