Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 122 - પવિત્ર બાઇબલ C.L.


યરુશાલેમની પ્રશંસા
(આરોહણનું ગીત, દાવિદનું)

1 જ્યારે મિત્રોએ મને કહ્યું, “ચાલો, આપણે પ્રભુના મંદિરે જઈએ,” ત્યારે મને ઘણો આનંદ થયો.

2 હે યરુશાલેમ, હવે અમે તારા પ્રવેશદ્વારોમાં ઊભા છીએ.

3 યરુશાલેમ નગર તો સુંદર, સુવ્યવસ્થિત અને સુગઠિત રીતે બંધાયેલું છે.

4 અહીં વિભિન્‍ન કુળો યાત્રા કરવા આવે છે; એટલે, યાહનાં કુળો તેમના આદેશ મુજબ તેમના નામનો આભાર માનવા આવે છે.

5 અહીં ઇઝરાયલના દાવિદવંશી રાજવીઓ રાજ્યાસન પર બિરાજતા, અને નેકીપૂર્વક રાજ કરતા.

6 યરુશાલેમની આબાદી માટે પ્રાર્થના કરો; “હે યરુશાલેમ, તારા પર પ્રેમ કરનાર સમૃદ્ધ બનો.”

7 તારા કોટની અંદર સલામતી અને તારા મહેલોમાં સમૃદ્ધિ વસો.

8 મારા ભાઈઓ અને મિત્રો માટેની લાગણી ખાતર હું યરુશાલેમને કહીશ, “તારામાં શાંતિ થાઓ.”

9 આપણા ઈશ્વર પ્રભુના મંદિરને હું ચાહું છું; તેથી હું તારા કલ્યાણ માટે પ્રાર્થના કરીશ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan