Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 121 - પવિત્ર બાઇબલ C.L.


ઇઝરાયલના સંરક્ષક યાત્રાળુનો પ્રશ્ર્ન
(આરોહણનું ગીત)

1 હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું; મને ક્યાંથી સહાય મળશે?

2 આકાશ અને પૃથ્વીના સર્જનહાર પ્રભુ પાસેથી જ મને સહાય મળશે.


યજ્ઞકારની આશિષ

3 તે તારા પગને ડગવા દેશે નહિ; તારા રક્ષક સદા જાગ્રત છે.

4 ઇઝરાયલી લોકના રક્ષક ઈશ્વર કદી ઊંઘતા નથી કે નિદ્રાધીન થતા નથી.

5 પ્રભુ તારા સંરક્ષક છે; પ્રભુ તારે જમણે હાથે તને છાયા કરશે.

6 દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને હાનિ પહોંચાડશે નહિ.

7 પ્રભુ સર્વ જોખમથી તારું રક્ષણ કરશે. તે તારા પ્રાણની રક્ષા કરશે.

8 તું બહાર જાય કે ઘેર પાછો ફરે ત્યારે પ્રભુ તને સાચવશે; હમણાંથી સર્વકાળ સુધી પ્રભુ તારું રક્ષણ કરશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan