ગીતશાસ્ત્ર 120 - પવિત્ર બાઇબલ C.L.સહાય માટે પ્રાર્થના (આરોહણનું ગીત) 1 મારા સંકટમાં મેં પ્રભુને પોકાર કર્યો, અને તેમણે મને ઉત્તર આપ્યો. 2 “હે પ્રભુ, જૂઠા હોઠોવાળા અને કપટી જીભના લોકોથી મારા જીવને બચાવો.” 3 હે કપટી જીભ, ઈશ્વર તને કેવી સજા કરશે? તે તારા કેવા હાલ કરશે? 4 યોદ્ધાઓનાં તીક્ષ્ણ તીરોથી અને ધગધગતા અંગારાથી તને સજા થશે. 5 અરેરે, તેમની મધ્યે વસવું એ તો મારે માટે મેશેખમાં દેશનિકાલ થવા જેવું અથવા કેદારના તંબૂઓમાં વસવા બરાબર છે. 6 હું તો શાંતિના દ્વેષકો મધ્યે લાંબો સમય રહીને કંટાળી ગયો છું. 7 હું શાંતિ ચાહું છું; પરંતુ હું તે વિષે બોલું, ત્યારે તેઓ લડાઈ કરવા માંગે છે! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide