ગીતશાસ્ત્ર 114 - પવિત્ર બાઇબલ C.L.પાસ્ખા પર્વનું ગીત 1 જ્યારે ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળ્યા, એટલે, યાકોબના વંશજો પરભાષી પ્રજામાંથી નીકળી આવ્યા; 2 ત્યારે યહૂદિયાનો પ્રદેશ ઈશ્વરનું પવિત્રસ્થાન બન્યો, અને ઇઝરાયલ દેશ તેમનું અધિકારક્ષેત્ર બન્યો. 3 સમુદ્ર તે જોઈને નાઠો, અને યર્દન નદી પાછી હઠી; 4 પર્વતો બકરાઓની જેમ અને ટેકરીઓ ઘેટાંની જેમ ભયથી કૂદયાં. 5 હે સમુદ્ર, તને શું થયું કે તું નાઠો? હે યર્દન, તું કેમ પાછી હઠી? 6 હે પર્વતો, તમે બકરાઓની જેમ અને હે ટેકરીઓ, તમે ઘેટાંની જેમ કેમ કૂદયાં? 7 હે પૃથ્વી, પ્રભુની હજૂરમાં, અમારા પૂર્વજ યાકોબના ઈશ્વરની હજૂરમાં ધ્રૂજી ઊઠ. 8 તે ખડકને જળાશયમાં અને ચકમકના ખડકને ઝરણામાં ફેરવી નાખે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide