ગીતશાસ્ત્ર 113 - પવિત્ર બાઇબલ C.L.ભલાઈ માટે પ્રભુની સ્તુતિ 1 યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! હે પ્રભુના સેવકો, તેમની સ્તુતિ કરો; યાહવેના નામની સ્તુતિ કરો. 2 હમણાંથી સર્વકાળ સુધી યાહવેના નામને ધન્ય હો! 3 સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યાહવેના નામની સ્તુતિ થાઓ. 4 પ્રભુ સર્વ રાષ્ટ્રો પર સર્વોપરી શાસક છે; તેમનો મહિમા આકાશોથી ઊંચો છે. 5 આપણા ઈશ્વર પ્રભુ સમાન કોણ છે? તે ઉચ્ચસ્થાન પર બિરાજમાન છે. 6 પણ તે પૃથ્વી પર દષ્ટિપાત કરવા આકાશમાંથી ઝૂકીને નીચે જુએ છે. 7 તે ધૂળમાંથી ગરીબોને ઉપર લાવે છે. અને ઉકરડા ઉપરથી કંગાલોને ઊંચે ઉઠાવે છે. 8 તે તેમને આગેવાનો સાથે સન્માનનું સ્થાન આપે છે, અને તેમને પોતાના લોકના આગેવાનો સાથે બેસાડે છે. 9 ઈશ્વરની આશિષ વંધ્યાને સંતાનોની આનંદી માતા બનાવે છે અને વંધ્યાને તેના જ ઘરમાં વસાવે છે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide