Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 112 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુના નેક ભક્તનું સુખ

1 યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર જનને ધન્ય છે! તે તેમની આજ્ઞાઓ પાળવામાં બહુ પ્રસન્‍ન થાય છે.


א આાલેફ ב બેથ ג ગિમેલ

2 તેનાં સંતાનો દેશમાં પરાક્રમી થશે; એ સરળજનના વંશજો આશીર્વાદિત થશે.


ד‎ દાલેથ ה‎ હે

3 તેના ઘરમાં ધનસંપત્તિ રહેશે; તેની ભલાઈ સદા ટકશે.


ו વાવ ז ઝાયિન

4 સરળજન માટે અંધકારમાં યે પ્રકાશ પ્રગટે છે; કારણ, તે કૃપાળુ માયાળુ અને નેક છે.


ח ખેથ ט ટેથ

5 એ ભલો માણસ અન્યને ઉછીનું આપવામાં ઉદાર હોય છે; તે પોતાનો વ્યવસાય પ્રામાણિકપણે ચલાવે છે.


י યોદ כ કાફ

6 સાચે જ એ નેકજન કદી ડગશે નહિ; તેની સ્મૃતિ સદા ટકશે.


ל લામેદ מ મેમ

7 તેને કોઈ ખરાબ સમાચારનો ડર નથી; પ્રભુ પર ભરોસો રાખવામાં તેનું હૃદય દઢ છે.


נ નૂન ס સામેખ

8 તેનું હૃદય અચલ છે, અને તે ભયભીત થતો નથી. અંતે તે પોતાના શત્રુઓનો પરાજય જોશે.


ע આયિન פ પે

9 તે કંગાલોને ઉદારતાપૂર્વક દાન આપે છે; તેની ભલાઈ સદા ટકશે. તે શક્તિશાળી બનશે અને સન્માન પામશે.


צ ત્સાદે ק કોફ દુષ્ટોનો અંજામ ר રેશ

10 દુષ્ટ નેકજનની આબાદી જોઈને ચીડાશે; તે રોષથી દાંત પીસશે અને સૂક્તો જશે, એમ દુષ્ટોની ધારણાઓ નિષ્ફળ જશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan