ગીતશાસ્ત્ર 111 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુનાં મહાન કાર્યો માટે તેમની સ્તુતિ 1 યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! હું સંપૂર્ણ દયથી પ્રભુનો આભાર માનીશ; સરળજનોના સમુદાયમાં એટલે ભક્તિસભામાં તેમની સ્તુતિ કરીશ. א આલેફ ב બેથ ג ગિમેલ 2 પ્રભુનાં કાર્યો મહાન છે; તેમનામાં આનંદ પામનાર સૌ તેમનું અયયન કરે છે. ד દાલેથ ה હે 3 તેમનું દરેક કાર્ય મહિમા અને ભવ્યતાથી પરિપૂર્ણ છે; તેમની ભલાઈ સદાકાળ ટકે છે. ו વાવ ז ઝાયિન 4 ઈશ્વર પોતાનાં અજાયબ કાર્યો દ્વારા તેમનું સંસ્મરણ કરાવે છે; પ્રભુ કૃપાળુ તથા દયાળુ છે. ח ખેથ ט ટેથ 5 તે પોતાના ભક્તોને ખોરાક પૂરો પાડે છે; તે પોતાના કરારને સદા યાદ રાખે છે. י યોદ כ કાફ 6 પોતાના લોકો સમક્ષ પોતાનું પરાક્રમ પ્રગટ કરવા, ઈશ્વરે અન્ય પ્રજાઓનો વારસામય દેશ તેમને આપ્યો છે. ל લામેદ מ મેમ 7 તેમનાં હાથનાં કાર્યોમાં સચ્ચાઈ અને ઇન્સાફ છે; તેમની આજ્ઞાઓ વિશ્વસનીય છે; נ નૂન ס સામેખ 8 તે સદાને માટે અવિચળ છે; તે સચ્ચાઈ અને શુદ્ધતામાં ઘડાયેલી છે. ע આયિન פ પે 9 ઈશ્વરે પોતાના લોકો માટે મુક્તિમૂલ્ય ચૂકવ્યું છે; તેમણે સદાકાળ માટે પોતાનો કરાર સ્થાપ્યો છે; તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે. צ ત્સાદે ק કોફ ר રેશ 10 પ્રભુનો આદરયુક્ત ડર રાખવો એ જ જ્ઞાનનો આરંભ છે; તે પ્રમાણે વર્તનારને ઉત્તમ સમજ પ્રાપ્ત થાય છે. ઈશ્વરની સ્તુતિ સર્વકાળ ટકશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide