ગીતશાસ્ત્ર 11 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુમાં વિશ્વાસ (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) 1 હું તો રક્ષણ માટે પ્રભુને શરણે આવ્યો છું; તો પછી તમે મને એમ કેમ કહો છો કે, “હે પક્ષી, તું તારા પર્વત પર ઊડી જા?” 2 કારણ કે દુષ્ટોએ ધનુષ્યો પર પોતાનાં બાણ ચડાવીને તાક્યાં છે; જેથી તેઓ અંધારામાં જ સજ્જનોને વીંધી નાખે. 3 સમાજવ્યવસ્થાના પાયા જ નષ્ટ કરવામાં આવે, ત્યારે નેકજન શું કરી શકે? 4 પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે, પ્રભુનું રાજ્યાસન સ્વર્ગમાં છે; તેમની આંખો માનવજાતને નિહાળે છે, તે એક પલકારામાં તેમને પારખે છે. 5 પ્રભુ નેકજનોની પારખ કરે છે; પરંતુ દુષ્ટોને અને હિંસાખોરોને દયપૂર્વક ધિક્કારે છે. 6 તે દુષ્ટો પર સળગતા અંગારા અને બળતો ગંધક વરસાવશે; દઝાડતી લૂ તેમના પ્યાલાનો હિસ્સો બનશે. 7 કેમ કે પ્રભુ ન્યાયી છે અને તે સદ્વર્તન ચાહે છે; અને સજ્જ્નો તેમના મુખનાં દર્શન કરશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide