Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 100 - પવિત્ર બાઇબલ C.L.


સ્તવન ગીત
(આભારસ્તુતિનું ગીત)

1 હે પૃથ્વીના સર્વ લોકો, પ્રભુની સંમુખ જયજયકાર કરો.

2 આનંદથી પ્રભુની ભક્તિ કરો; ઉત્સાહથી ગાતાં ગાતાં તેમની હજૂરમાં આવો.

3 એકમાત્ર પ્રભુ જ ઈશ્વર છે એવું કબૂલ કરો; તેમણે જ આપણને સર્જ્યાં અને આપણે તેમનાં જ છીએ. આપણે તેમના લોક અને તેમની ચરાણનાં ઘેટાં છીએ.

4 આભાર માનતાં માનતાં તેમના મંદિરનાં દ્વારોમાં પ્રવેશો અને સ્તવન કરતાં કરતાં તેમનાં આંગણામાં આવો. તેમની આભારસ્તુતિ કરો અને તેમના નામને ધન્ય કહો.

5 સાચે જ પ્રભુ ભલા છે; તેમનો પ્રેમ સદાસર્વકાળ, અને તેમનું વિશ્વાસુપણું પેઢી દર પેઢી ટકી રહે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan