Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 7 - પવિત્ર બાઇબલ C.L.


દસમું સંબોધન પ્રલોભનમાં પાડનાર સ્ત્રી

1 મારા પુત્ર, મારા શબ્દોનું પાલન કર અને મારી આજ્ઞાઓ તારા મનમાં સંઘરી રાખ.

2 મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે, અને મારા શિક્ષણનું આંખની કીકીની જેમ જતન કર,

3 તેમને સદા તારી આંગળીઓ પર બાંધ; તેમને તારા દયપટ પર અંક્તિ કર.

4 જ્ઞાનને તારી સગી બહેન તરીકે અને વિવેકબુદ્ધિને તારા ઘનિષ્ઠ મિત્ર તરીકે સ્વીકાર.

5 તેઓ તને ‘વ્યભિચારી’ સ્ત્રીથી અને લોભામણી વાતો કરનાર વેશ્યાથી બચાવશે.

6 એકવાર હું મારા ઘરની બારીએથી નિહાળતો હતો, અને જાળીમાંથી બહાર જોઈ રહ્યો હતો.

7 ત્યારે મેં કેટલાક અબુધ યુવાનોને જોયા, અને તેમાંથી એક અક્કલહીન યુવાન તરફ મારું ખાસ ધ્યાન ખેચાયું.

8 શેરીના ખૂણામાં રહેતી એવી એક સ્ત્રીના ઘરના વળાંક પાસેથી તે પસાર થતો હતો.

9 ત્યારે સંયાનો સમય થયો હતો, અને રાત્રિનો અંધકાર ફેલાઈ રહ્યો હતો.

10 તે સ્ત્રી તેને ત્યાં જ મળી; તે વેશ્યાનાં વસ્ત્રોમાં સજ્જ હતી અને તેના મનમાં કપટ હતું.

11 તે નફફટ અને નિર્લજ્જ સ્ત્રી હતી, અને હંમેશા આમતેમ ભટક્તી રહેતી.

12 ક્યારેક શેરીમાં, તો ક્યારેક ચોકમાં, તો કોઈ ખૂણામાં શિકારની શોધમાં ઊભી રહેતી.

13 તે સ્ત્રીએ પેલા યુવાનને આલિંગન આપીને ચુંબન કર્યું અને તેને ઉદ્દેશીને નિર્લજ્જતાપૂર્વક કહ્યું,

14 “મારે ઘેર સંગતબલિનો મારો હિસ્સો પડયો છે; કારણ, આજે જ મેં મારી માનતાઓ પૂરી કરી છે.

15 તેથી હું તને મળવા માટે બહાર નીકળી હતી, હું તને શોધવા આવી હતી અને તું અહીં જ મળી ગયો!

16 મેં મારા પલંગ પર ભરત ભરેલા ગાલીચા અને ઇજિપ્તી સૂતરની રંગીન ચાદર બિછાવેલ છે.

17 મારી પથારી બોળ, અગર તથા તજનાં અત્તરોથી સુવાસિત બનાવી છે.

18 ચાલ, આપણે સવાર સુધી ધરાઈને પ્રણય કરીએ, અને આખી રાત પ્રેમની મઝા માણીએ.

19 કારણ, મારા પતિ ઘેર નથી, તે દૂર મુસાફરીએ ગયા છે.

20 તે પોતાની સાથે નાણાંની થેલી લઈ ગયા છે અને બે સપ્તાહ એટલે પૂનમ સુધી પાછા ફરવાના નથી.”

21 આમ, પોતાનાં ઘણાં પ્રલોભનોથી તેણે તેને લલચાવ્યો, અને પોતાના મોહક શબ્દોથી તેને ફોસલાવ્યો,

22-23 એટલે તે તરત તેની સાથે ગયો. ક્તલ માટે લઈ જવાતા આખલાની જેમ, અને જેનું કાળજું અંતે તીરથી વિંધાય છે એવા જાણીબૂઝીને ફાંદામાં કૂદતા હરણની જેમ, તે જાય છે. તે યુવાન જાળમાં સપડાતા પક્ષીના જેવો છે; તેને ખબર નથી કે તેની જિંદગી જોખમમાં છે.

24 તેથી મારા પુત્ર, મારી વાત સાંભળ, અને મારા શબ્દો પર લક્ષ આપ.

25 એવી સ્ત્રીને મળવાનો વિચાર સરખો કરીશ નહિ, અને તેના ઘરના માર્ગ તરફ ફરક્તો પણ નહિ.

26 કારણ, ઘણા પુરુષો તેના શિકારનો ભોગ બન્યા છે, અને તેણે અસંખ્ય માણસોના જીવ લીધા છે.

27 તેના ઘરનો માર્ગ તો મૃત્યુલોક શેઓલનો માર્ગ છે, અને મૃત્યુલોકના ઓરડાઓમાં પહોંચાડે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan