Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 5 - પવિત્ર બાઇબલ C.L.


આઠમું સંબોધન વ્યભિચાર વિરુદ્ધ ચેતવણી

1 મારા પુત્ર, મારા જ્ઞાન પ્રત્યે લક્ષ આપ; મારી વિવેકબુદ્ધિની વાતો પર ધ્યાન આપ.

2 તેથી તું વિવેકબુદ્ધિ સાચવી રાખી શકીશ, અને તારા હોઠો વિદ્યા જાળવી રાખશે.

3 ‘વ્યભિચારી’ સ્ત્રીના હોઠમાં મધ જેવી મીઠાશ ઝરે, અને તેનાં ચુંબનોમાં ઓલિવ તેલ જેવી સુંવાળપ લાગે;

4 પણ અંતે તો તે કીરમાણી છોડના ઝેર જેવી ક્તિલ અને બેધારી તલવાર જેવી પ્રાણઘાતક નીવડે છે.

5 તેના પગ તને મૃત્યુ પ્રતિ ઘસડી ડશે, અને તેનાં પગલાં છેક મૃત્યુલોક શેઓલ સુધી પહોંચાડે છે.

6 તે જીવનદાયક માર્ગથી દૂર આડેઅવળે ભટકે છે, અને પોતે ક્યાં જાય છે તેની પણ તેને સમજ નથી.

7 તેથી મારા પુત્ર, મારી વાત યાનપૂર્વક સાંભળ, અને મારી સૂચનાઓ કદી વીસરીશ નહીં.

8 એવી સ્ત્રીથી તું દૂર રહેજે; તેના બારણે પણ ફરક્તો નહિ.

9 નહિ તો તું તારી પ્રતિષ્ઠા ગુમાવીશ, અને ઘાતકીને હાથે તારો જીવ પણ ગુમાવીશ.

10 અજાણ્યાઓ તારી મિલક્ત પડાવી લેશે, અને તારા પરિશ્રમની ઊપજ બીજાઓ પાસે જશે.

11 અને અંતે તારા અવયવો અને શરીર ક્ષીણ થવાને લીધે તું તારી અવદશા માટે વિલાપ કરશે.

12 અને કહેશે, “શા માટે મેં ઈશ્વરે ઠરાવેલી, શિસ્તનો તિરસ્કાર કર્યો? શા માટે મેં મારા મનમાં શિખામણની અવગણના કરી?

13 મેં મારા ગુરુઓની વાણી પ્રત્યે લક્ષ આપ્યું નહિ, અને મારા શિક્ષકોની વાત પ્રત્યે ધ્યાન આપ્યું નહિ.

14 હવે હું ભરસભામાં સજાપાત્ર ઠર્યો છું; સમાજમાં પૂરેપૂરો બદનામ થયો છું.”


દાંપત્યનિષ્ઠા

15 દાંપત્યસંબંધમાં તારી પત્નીને વફાદાર રહે, અને તેને જ તારા પ્રણયનું પાત્ર બનાવ.

16 તારાથી અન્ય સ્ત્રીને થયેલાં બાળકો તારે કોઈ કામનાં નથી.

17 તારાથી અન્ય સ્ત્રીને થયેલાં બાળકો નહિ, પણ તારી પોતાની પત્નીનાં બાળકો જ મોટાં થઈને તને સહાયરૂપ થશે.

18 તારી પોતાની જ પત્ની સાથે સુખ ભોગવ, અને તારી યુવાનવયે જેને પરણ્યો તે તારી પત્ની સાથે આનંદ માણ.

19 તારી પરિણીતા તને હરણી જેવી રૂપાળી અને મૃગલી જેવી નમણી લાગો; તેનાં સ્તનોથી તું સદા સંતોષ પામ, અને તેના પ્રેમમાં તું હંમેશા મસ્ત રહે.

20 મારા પુત્ર, શા માટે તારે વ્યભિચારી સ્ત્રીના પ્રેમમાં મસ્ત થવું જોઈએ? શા માટે તારે વેશ્યાના ઉરને આલિંગન આપવું જોઈએ?

21 કારણ, મનુષ્યના આચરણ પર ઈશ્વરની નજર છે, અને તેના સર્વ માર્ગો પર તે ચાંપતી નજર રાખે છે.

22 દુષ્ટની દુષ્ટતા તેને પોતાને માટે જ ફાંદારૂપ છે. તે પોતાની જ પાપી જાળમાં સપડાઈ જાય છે.

23 શિસ્તને અભાવે તે માર્યો જાય છે, અને તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી પડે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan