Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 28 - પવિત્ર બાઇબલ C.L.

1 કોઈ પીછો કરતું ન હોય તો પણ દુષ્ટ નાસે છે, પરંતુ નેકજનો સિંહ જેવા હિમ્મતવાન હોય છે.

2 દેશમાં અંધાધૂંધી હોય ત્યારે અનેક નેતા ઊભા થાય છે, પણ એક બુદ્ધિશાળી અને જ્ઞાની આગેવાનથી દેશ ટકી રહે છે.

3 કંગાલોને રંજાડનાર જુલમગાર પાકનો નાશ કરનાર વરસાદની હેલી જેવો છે.

4 નિયમશાસ્ત્રનો અનાદર કરનાર જ દુષ્ટોનાં વખાણ કરે છે, પણ નિયમશાસ્ત્રનું પાલન કરનાર દુષ્ટો સામે ટક્કર ઝીલે છે.

5 દુષ્ટોની ટોળકી ન્યાયનો સાચો અર્થ સમજતી નથી, પણ પ્રભુના ભક્તો ન્યાયને સંપૂર્ણપણે સમજે છે.

6 અવળે માર્ગે ચાલનાર અપ્રામાણિક ધનવાન કરતાં સન્માર્ગે ચાલનાર પ્રામાણિક ગરીબ ચડિયાતો છે.

7 નિયમ પાળનાર પુત્ર જ્ઞાની છે, પણ ખાઉધરાઓનો સાથીદાર પોતાના પિતાની બદનામી કરે છે.

8 જે બેફામ વ્યાજ અને નફો લઈને પોતાની મિલક્ત વધારે છે, તે ગરીબો પ્રત્યે હમદર્દી દાખવનાર માટે તે મિલક્ત છોડી જાય છે.

9 નિયમશાસ્ત્રના પાલન પ્રત્યે બેદરકારી દાખવનારની પ્રાર્થના પણ ઘૃણાસ્પદ બની જાય છે.

10 સદાચારી માણસને કુમાર્ગે દોરી જનાર પોતે ખોદેલા ખાડામાં પડશે. પરંતુ પ્રામાણિક જનને ઉચ્ચ વારસો પ્રાપ્ત થશે.

11 ધનવાન માણસ પોતાને જ્ઞાની સમજે છે, પણ સમજુ ગરીબ તેને પારખી લે છે.

12 નેકજનોના વિજયમાં બધા હર્ષોલ્લાસ કરે છે, પણ દુષ્ટો સત્તા પ્રાપ્ત કરે ત્યારે લોકો ડરના માર્યા છુપાઈ જાય છે.

13 પોતાના અપરાધોને છુપાવનાર આબાદ થશે નહિ, પરંતુ અપરાધોની કબૂલાત કરી તેમનો ત્યાગ કરનાર દયા પ્રાપ્ત કરશે.

14 સદાસર્વદા પ્રભુનો ડર રાખીને વર્તનાર ધન્યવાદને પાત્ર છે, પરંતુ પોતાના દયને કઠોર બનાવનાર આપત્તિમાં આવી પડશે.

15 લાચાર પ્રજા પર શાસન ચલાવતો દુષ્ટ રાજા ગર્જતા સિંહ જેવો અથવા શિકારની શોધમાં ભમતા રીંછ જેવો છે.

16 સમજ વિનાનો અધિકારી જ જુલમ ગુજારે છે, પણ અપ્રામાણિક્તાથી પ્રાપ્ત થતા ધનની ઘૃણા કરનાર દીર્ઘાયુ થશે.

17 ખૂનના આરોપી ધરપકડથી બચવા કૂવામાં ય કૂદી પડશે.

18 સાચે માર્ગે ચાલનાર ઉદ્ધાર પ્રાપ્ત કરશે, પણ અવળે માર્ગે ચાલનારનું પતન થશે.

19 પોતાની જમીન પર ખંતથી પરિશ્રમ કરનાર આબાદ થશે, પરંતુ વ્યર્થ વાતોમાં સમય બરબાદ કરનાર બરબાદ થશે.

20 ઇમાનદાર માણસ અપાર આશિષ પ્રાપ્ત કરશે, પરંતુ ઉતાવળે ધનવાન થવા ઇચ્છનાર શિક્ષા પામશે.

21 ન્યાય તોળવામાં પક્ષપાત દાખવવો ખોટું છે, છતાં કેટલાક ન્યાયાધીશો નજીવી લાંચ માટે પણ ન્યાય ઊંધો વાળે છે.

22 કંજૂસ માણસ ધન પાછળ દોડે છે, પણ દરિદ્રતા તેને પકડી પાડશે તેની તેને ખબર નથી!

23 ખોટા વખાણ કરનાર કરતાં મોઢામોઢ ઠપકો આપનારની વધુ કદર થશે.

24 પોતાના માતપિતાને લૂંટયા પછી જે એમ કહે છે કે, એમાં કંઈ ગુનો નથી તે હત્યારાનો સાથીદાર છે.

25 લોભી માણસ ઝઘડા ઊભા કરે છે, પણ પ્રભુ પર ભરોસો રાખનાર સમૃદ્ધ થશે.

26 પોતાની જ અક્કલ પ્રમાણે વર્તનાર મૂર્ખ છે, પણ શાણાની શિખામણ પ્રમાણે વર્તનાર સલામત રહેશે.

27 ગરીબોને ઉદારતાથી આપનાર કદી અછતમાં આવી પડશે નહિ, પરંતુ ગરીબોને જોઈને દષ્ટિ ફેરવી લેનાર પર તો શાપ જ વરસશે.

28 દુષ્ટો સત્તા પ્રાપ્ત કરે ત્યારે લોકો ડરના માર્યા છુપાઈ જાય છે, પણ તેમનો વિનાશ થાય ત્યારે નેકજનોની ચડતી થાય છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan