Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 29 - પવિત્ર બાઇબલ C.L.


નૂતન વર્ષના બલિ
( લેવી. 23:23-25 )

1 “સાતમા મહિનાને પ્રથમ દિવસે ભક્તિ માટે તમારે ભક્તિસંમેલન રાખવું અને અન્ય રોજિંદું કામ કરવું નહિ. તે દિવસે તમારે રણશિંગડાં વગાડવાં.

2 પ્રભુને સુવાસિત અર્પણ તરીકે દહનબલિ અર્પણ કરવું. એક વાછરડો, એક ઘેટો અને ખોડખાંપણ વગરના એક વર્ષના સાત નર હલવાન ચડાવવાં.

3 ધાન્ય-અર્પણ તરીકે વાછરડા સાથે ત્રણ કિલોગ્રામ,

4 ઘેટા સાથે બે કિલોગ્રામ અને હલવાન દીઠ એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ ચડાવવો.

5 એ ઉપરાંત તમારું પ્રાયશ્ર્વિત કરવા માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું અર્પણ કરવું.

6 આ બધું પ્રતિમાસનાં દહનબલિ અને તેમનું ધાન્યઅર્પણ તથા દરરોજનાં દહનબલિ, ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંતનાં છે. અગ્નિબલિના આ ધાન્યઅર્પણની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


પ્રાયશ્ર્વિતદિન ના બલિ
( લેવી. 23:26-32 )

7 “સાતમા મહિનાના દસમે દિવસે તમારે ભક્તિસંમેલન રાખવું. તે દિવસે તમારે ઉપવાસ કરવો અને અન્ય રોજિંદું કામ કરવું નહિ.

8 સુવાસિત દહનબલિ તરીકે તમારે પ્રભુને એક વાછરડો, એક બકરો અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત ઘેટા ચડાવવા.

9 એ ઉપરાંત તમારે વાછરડા સાથે ત્રણ કિલોગ્રામ,

10 બકરા સાથે બે કિલોગ્રામ અને દરેક ઘેટા દીઠ એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ ચડાવવો.

11 તમારે પ્રાયશ્ર્વિત માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. પ્રાયશ્ર્વિત બલિ અને દરરોજના દહનબલિ અને તેની સાથેના ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંતનાં એ અર્પણ છે.


માંડવાપર્વના બલિ
( લેવી. 23:33-44 ; પુન. 16:13-15 )

12 “સાતમા મહિનાના પંદરમે દિવસે તમારે પવિત્ર ભક્તિસંમેલન ભરવું, સાત દિવસ સુધી તમારે પ્રભુનું પર્વ પાળવું અને અન્ય રોજિંદું કામ કરવું નહિ.

13 પર્વના પ્રથમ દિવસે પ્રભુને પ્રસન્‍ન કરવા સુવાસિત અર્પણ તરીકે તેર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.

14 તેની સાથે વાછરડા દીઠ ત્રણ કિલોગ્રામ,

15 બકરા દીઠ બે કિલોગ્રામ અને ઘેટા દીઠ એક કિલો તેલથી મોહેલો લોટ ધાન્યઅર્પણ તરીકે ચડાવવો.

16 વળી, પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. આ બધું દરરોજના દહનબલિ, ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવ- અર્પણ ઉપરાંત ચડાવવાનું છે.

17 “બીજે દિવસે બાર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.

18 તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં.

19 વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો.

20 “ત્રીજે દિવસે અગિયાર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.

21 તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં.

22 વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો.

23 “ચોથે દિવસે દસ વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.

24 તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં.

25 વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો.

26 “પાંચમે દિવસે નવ વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.

27 તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં.

28 વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો.

29 “છઠ્ઠે દિવસે આઠ વાછરડા, બે ઘેટા, અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.

30 તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં.

31 વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો.

32 “સાતમે દિવસે સાત વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.

33 તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં.

34 વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો.

35 “આઠમે દિવસે ભક્તિસંમેલનની સમાપ્તિ કરવી. તે દિવસે તમારે અન્ય રોજિંદું કામ કરવું નહિ.

36 પ્રભુને સુવાસિત દહનબલિ અગ્નિબલિ તરીકે ચડાવવો. એક આખલો, એક બકરો અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચડાવવા.

37 તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં.

38 વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિત બલિ તરીકે એક બકરો ચડાવવો.

39 “તમારાં નક્કી કરેલાં પર્વોએ તમારે પ્રભુને આ પ્રમાણે બલિ ચડાવવાના છે. આ બધું તમારે દહનબલિ, ધાન્યઅર્પણ, દ્રાક્ષાસવઅર્પણ, સંગતબલિ તથા માનતા અને સ્વૈચ્છિક અર્પણ ઉપરાંત ચડાવવાનાં છે.”

40 તેથી મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે બધું જ ઇઝરાયલીઓને કહી સંભળાવ્યું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan