Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 26 - પવિત્ર બાઇબલ C.L.


બીજી વસતી ગણતરી

1 રોગચાળા પછી પ્રભુએ મોશેને અને યજ્ઞકાર આરોનના પુત્ર એલાઝારને કહ્યું,

2 “સમગ્ર ઇઝરાયલ પ્રજાની તેમના કુટુંબ પ્રમાણે વીસ કે તેથી વધારે ઉંમરના જે કોઈ લશ્કરમાં ભરતી થવાને પાત્ર હોય તે સર્વની વસતી ગણતરી કર.”

3-4 તેથી મોઆબના સપાટ મેદાનોમાં યર્દન નદીને સામે કિનારે યરીખો પાસે મોશે અને યજ્ઞકાર એલાઝારે ઇઝરાયલી લોકોને કહ્યું, “પ્રભુએ મોશેને ફરમાવ્યું છે તે પ્રમાણે વીસ કે તેથી વધુ ઉંમરના બધા ઇઝરાયલીઓની વસતી ગણતરી કરો.” ઇજિપ્તમાંથી નીકળી આવેલા ઇઝરાયલીઓ નીચે પ્રમાણે છે.

5 ઇઝરાયલના સૌથી મોટા પુત્ર રૂબેનના કુળના કુટુંબો: હનોખનું કુટુંબ, પાલ્લૂનું કુટુંબ,

6 હેસરોનનું કુટુંબ અને કાર્મીઓનું કુટુંબ.

7 રૂબેનના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 43,730ની હતી.

8 પાલ્લૂના વંશજો: એલિયાબ,

9 અને એલિયાબના પુત્રો: નમુએલ, દાથાન તથા અબિરામ. (આ દાથાન અને અબિરામને સમગ્ર સમુદાયે પસંદ કર્યા હતા અને કોરા અને તેના જુથ સાથે ભળી જઈને મોશે અને આરોનની સામા થઈને જેમણે પ્રભુની વિરુધ બળવો કર્યો હતો તે જ તેઓ હતા.

10 તે સમયે ધરતી પોતાનું મોં ઉઘાડી તેમને ગળી ગઈ હતી. તેઓ કોરા અને તેના જૂથ સાથે મરણ પામ્યા હતા. તે સમયે અઢીસો માણસોને અગ્નિ ભરખી ગયો હતો. આ કિસ્સો લોકોને ચેતવણીરૂપ બની ગયો હતો.

11 પણ કોરાનાં બધાં સંતાનો માર્યાં ગયાં નહોતાં.)

12 શિમયોનના કુળનાં કુટુંબો: નમુએલનું કુટુંબ, યામીનનું કુટુંબ, યાખીનનું કુટુંબ,

13 ઝેરાનું કુટુંબ અને શાઉલનું કુટુંબ શિમયોનના કુળનાં આટલાં કુટુંબો હતાં.

14 તેમની કુલ સંખ્યા 22,200ની હતી.

15 ગાદના કુળનાં કુટુંબો: સફોનનું કુટુંબ, હાગ્ગીનું કુટુંબ, શૂનીનું કુટુંબ,

16 ઓઝનીનું કુટુંબ,

17 એરીનું કુટુંબ, અરોદનું કુટુંબ અને આરએલીનું કુટુંબ, ગાદના કુળનાં આટલાં કુટુંબો હતાં.

18 તેમની કુલ સંખ્યા 40,500ની હતી.

19-21 યહૂદાના કુળનાં કુટુંબો: શેલાનું કુટુંબ, પેરેસનું કુટુંબ, ઝેરાહનું કુટુંબ, પેરેસના પુત્રો હેસરોનનું કુટુંબ અને હામુલનું કુટુંબ (યહૂદાના બે પુત્રો એર અને ઓનાન કનાનમાં મરણ પામ્યા હતા).

22 યહૂદાના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 76,500 ની હતી.

23 ઇસ્સાખારના કુળનાં કુટુંબો: તોલાનું કુટુંબ, પૂઆનું કુટુંબ.

24 યાશૂબનું કુટુંબ, શિમ્રોનનું કુટુંબ, ઇસ્સાખારના કુળના આટલાં કુટુંબો હતાં.

25 તેમની કુલ સંખ્યા 64,300ની હતી.

26 ઝબુલૂનના કુળનાં કુટુંબો: સેરેદનું કુટુંબ, એલોનનું કુટુંબ, આહલેએલનું કુટુંબ, ઝબુલૂનના કુળનાં આટલાં કુટુંબો હતાં.

27 તેમની કુલ સંખ્યા 60,500ની હતી.

28 યોસેફના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમ તેમનાં કુળ પ્રમાણે:

29-30 મનાશ્શાના કુળનાં કુટુંબો: માખીરનું કુટુંબ, માખીરનો પુત્ર ગિલ્યાદ હતો. ગિલ્યાદના વંશમાં આટલાં કુટુંબો ગણવામાં આવે છે: ઈએઝેરનું કુટુંબ, હેલકનું કુટુંબ,

31 આસરિયેલનું કુટુંબ, શખેમનું કુટુંબ.

32 શમીદાનું કુટુંબ, હેફેરનું કુટુંબ,

33 હેફેરના પુત્ર સલોફહાદને પુત્રો નહોતા. તેને ફક્ત પુત્રીઓ જ હતી. તેમનાં નામ આ પ્રમાણે છે: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા અને તિર્સા.

34 મનાશ્સાના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 52,700ની હતી.

35 એફ્રાઈમના કુળનાં કુટુંબો: શૂથેલાનું કુટુંબ, બેખેરનું કુટુંબ, તાહાનનું કુટુંબ.

36 શૂથેલાના વંશજો: એરાનનું કુટુંબ.

37 એફ્રાઈમના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 32,500ની હતી. આ બધાં યોસેફના કુળનાં કુટુંબો છે.

38 બિન્યામીનના કુળનાં કુટુંબો: બેલાનું કુટુંબ, આશ્બેલનું કુટુંબ, અહિરામનું કુટુંબ.

39 શફૂફામનું કુટુંબ, હૂફામનું કુટુંબ.

40 બેલાને બે પુત્રો હતા: આર્દનું કુટુંબ અને નામાનનું કુટુંબ.

41 બિન્યામીનના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 45,600ની હતી.

42 દાનના કુળનાં કુટુંબો: શૂહામનું કુટુંબ, દાનના કુળમાં આ એક જ કુટુંબ હતું.

43 શૂહામના કુટુંબની કુલ સંખ્યા 64,400ની હતી.

44 આશેરના કુળનાં કુટુંબો: યિમ્નાનું કુટુંબ, ઈશ્વીનું કુટુંબ, બરિયાનું કુટુંબ.

45 બરિયાના પુત્રો: હેબરનું કુટુંબ, અને માલ્કીએલનું કુટુંબ.

46 આશેરની દીકરીનું નામ સેરા હતું.

47 આશેરના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 53,400ની હતી.

48 નાફતાલીના કુળનાં કુટુંબો: યાહસએલનું કુટુંબ, ગૂનીનું કુટુંબ.

49 યેસેરનું કુટુંબ, શિલ્લેમનું કુટુંબ.

50 નાફતાલીના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 45,400ની હતી.

51 નવી ગણતરી પ્રમાણે ઇઝરાયલની કુલ સંખ્યા 6,01,730ની હતી.

52-56 પ્રભુએ મોશેને કહ્યું, “તમારે બધાં કુળો વચ્ચે દરેક કુળની સંખ્યા પ્રમાણે દેશ વહેંચી આપવાનો છે. દેશના વિભાગો પાડવામાં આવે. જેમની સંખ્યા મોટી છે, તેમને વધારે જમીન આપવાની છે અને જેમની સંખ્યા નાની છે તેમને ઓછી જમીન આપવાની છે. દરેકને નોંધાયેલી સંખ્યા પ્રમાણે જમીન વહેંચવાની છે. જમીનની વહેંચણી પાસા નાખીને કરવામાં આવે. દરેક કુળને તેમના વંશજોની થોડી કે વત્તી સંખ્યા પ્રમાણે પાસા નાખીને જમીન આપવાની છે.”

57 લેવીકુળનાં કુટુંબોની ગણતરી થઈ તે આ પ્રમાણે છે: ગેર્શોનનું કુટુંબ, કહાથનું કુટુંબ, મરારીનું કુટુંબ.

58 લેવીઓના બીજા પેટા કુટુંબો આ પ્રમાણે છે: લિબ્નીનું કુટુંબ, હેબ્રોનનું કુટુંબ, માહલીનું કુટુંબ, મુશીનું કુટુંબ, કોરાનું કુટુંબ. કહાથના પુત્રનું નામ આમ્રામ હતું.

59 આમ્રામની પત્નીનું નામ યોખેબેદ હતું. તે લેવીકુળની હતી અને ઇજિપ્તમાં જન્મી હતી. આમ્રામને તેનાથી આરોન, મોશે અને મિર્યામ જન્મ્યાં હતાં.

60 આરોનના પુત્રો આ છે: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઈથામાર.

61 તેમાંથી નાદાબ અને અબીહૂ પ્રભુની સમક્ષ અપવિત્ર અગ્નિ ચડાવવાને લીધે માર્યા ગયા હતા.

62 એક માસ અને તેથી વધારે ઉંમરના લેવીકુળના નર બાળકો નોંધાયા હતા. તેમની કુલ સંખ્યા 23,000 ની હતી. તેમની ગણતરી બીજા ઇઝરાયલીઓ સાથે કરવામાં આવી નહોતી. કારણ, ઇઝરાયલીઓ મધ્યે તેમને કોઈ જમીન મળી નહોતી.

63 મોશે અને એલાઝારે મોઆબના મેદાનોમાં, યર્દન નદીને સામે કિનારે યરીખો પાસે ઇઝરાયલીઓની વસતી ગણતરી કરી ત્યારે આટલાં માણસો નોંધાયા હતા.

64 મોશે અને આરોને સિનાઈના રણપ્રદેશમાં ઇઝરાયલીઓની પ્રથમ વસતી ગણતરી કરી. તેમાંનો કોઈ આ ગણતરીમાં નોંધાયો ન હતો.

65 કારણ, પ્રભુએ તેમને વિષે કહ્યું હતું કે બધા લોકો રણપ્રદેશમાં મરણ પામશે, અને યફૂન્‍નેહના પુત્ર કાલેબ અને નૂનના પુત્ર યહોશુઆ સિવાયના અન્ય બધા મરણ પામ્યા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan