Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 2 - પવિત્ર બાઇબલ C.L.


મંડપની આસપાસ કુળોના પડાવની વ્યવસ્થા

1 પ્રભુએ મોશે અને આરોનને આવી સૂચનાઓ આપી:

2 “જ્યારે ઇઝરાયલી લોકો મુલાકાતમંડપની આસપાસ પડાવ નાખે ત્યારે દરેકે પોતપોતાના કુળના વજ અને ગોત્રના નિશાન પ્રમાણે પડાવ નાખવો.

3-9 “પૂર્વ બાજુએ યહૂદાના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન 74,600 ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ 54,400 ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ 57,400 કુલ: 186,400 યહૂદાના સૈન્યે સૌપ્રથમ આગેકૂચ કરવી.


કુળ આગેવાન સંખ્યા

10-16 “દક્ષિણ બાજુએ રૂબેનના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા રૂબેન શદેઉરનોપુત્ર એલિસૂર 46,500 શિમયોન સુરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ 59,300 ગાદ દેઉએલનો પુત્ર એલ્યાસાફ 45,650 કુલ: 151,450 રૂબેનનું સૈન્ય કૂચ કરતી વખતે બીજા ક્રમે રહે.


કુળ આગેવાન સંખ્યા

17 “પ્રથમનાં બે સૈન્ય અને છેલ્લાં બે સૈન્યની વચ્ચે લેવીઓએ મુલાકાતમંડપનો સરસામાન ઊંચકીને કૂચ કરવી. દરેક સૈન્યે પોતપોતાના ક્રમ અને વજ પ્રમાણે કૂચ કરવી.

18-24 “પશ્ર્વિમ બાજુએ એફ્રાઈમના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા એફ્રાઈમ આમ્મીહૂદનો પુત્ર એલિશામા 40,500 મનાશ્શા પદાહસૂરનો પુત્ર ગમાલીએલ 32,200 બિન્યામીન ગિદિયોનીનો પુત્ર અબિદાન 35,400 કુલ: 108,100 એફ્રાઈમનું સૈન્ય કૂચ કરતી વખતે ત્રીજા ક્રમે રહે.


કુળ આગેવાન સંખ્યા

25-31 “ઉત્તર બાજુએ દાનના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા દાન આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર 62,700 આશેર ઓક્રાનનો પુત્ર પાગીએલ 41,500 નાફતાલી એનાનનો પુત્ર અહીરા 53,400 કુલ: 157,600 દાનના સૈન્યે કૂચ કરતી વખતે વજ સાથે છેલ્લે નીકળવાનું છે.”


કુળ આગેવાન સંખ્યા

32 ઇઝરાયલી લોકોની તેમનાં સૈન્ય અને ટુકડીઓ પ્રમાણે વસતીગણતરી કરવામાં આવી, ત્યારે તેમની કુલ સંખ્યા 6,03,550ની હતી.

33 પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોની ગણતરીમાં લેવીકુળની નોંધ કરવામાં આવી ન હતી.

34 તેથી પ્રભુએ મોશેને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ કર્યું. પોતપોતાના વજ પ્રમાણે તેઓ પડાવ નાખતા અને કૂચ કરતી વખતે પોતપોતાના ગોત્ર પ્રમાણે કુટુંબ સાથે ચાલી નીકળતા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan