Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 13 - પવિત્ર બાઇબલ C.L.


વચનના દેશની જાસૂસી
( પુન. 1:19-33 )

1 પ્રભુએ મોશેને કહ્યું,

2 “હું ઇઝરાયલી લોકોને કનાન દેશ આપવાનો છું; તું તે દેશની તપાસ કરવાને માટે દરેક કુળમાંથી એક એક આગેવાન પસંદ કરીને જાસૂસી કરવા મોકલ.”

3-15 પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ પારાનના રણપ્રદેશમાંથી નીચેના આગેવાનોને મોકલી આપ્યા: કુળ કુટુંબનો આગેવાન રૂબેન ઝાક્કૂરનો પુત્રશામ્મૂઆ શિમયોન હોરીનો પુત્ર શાફાટ યહૂદા યફૂન્‍નેહનો પુત્ર કાલેબ ઇસ્સાખાર યોસેફનો પુત્ર ઇગાલ યોસેફ- એફ્રાઈમ નૂનનો પુત્ર હોશિયા બિન્યામીન રાફુનો પુત્ર પાલ્ટી ઝબૂલુન p સોદીનો પુત્ર ગાદ્દીએલ યોસેફ- મનાશ્શા સૂસીનો પુત્ર ગાદી દાન ગમાલ્લીનો પુત્ર આમ્મીએલ આશેર મિખાએલનો પુત્ર સથૂર નાફતાલી વોફસીનો પુત્ર નાહબી ગાદ માખીનો પુત્ર ગેઉએલ


કુળ કુટુંબનો આગેવાન

16 કનાન દેશમાં તપાસ કરવાને માટે મોકલેલા જાસૂસોનાં નામ એ પ્રમાણે હતાં. મોશેએ નૂનના પુત્ર હોશિયાનું નામ બદલીને યહોશુઆ પાડયું.

17 મોશેએ તેમને જાસૂસી કરવા મોકલતી વખતે કહ્યું, “અહીંથી ઉત્તર તરફ જાઓ અને કનાન દેશની દક્ષિણે નેગેબ થઈને પહાડી પ્રદેશમાં પ્રવેશ કરો.

18 એ દેશ કેવો છે તે શોધી કાઢો. ત્યાં વસવાટ કરતા લોકો થોડા છે કે પુષ્કળ અને તેઓ બળવાન છે કે નિર્બળ તેની તપાસ કરો.

19 ત્યાંની જમીન કેવી છે, સારી કે ખરાબ અને તેઓ કેવાં નગરોમાં રહે છે, પડાવોમાં કે કોટબંધ નગરમાં.

20 ત્યાંની ભૂમિ ફળદ્રુપ છે કે ક્સ વગરની અને ત્યાં ગાઢ જંગલો છે કે નહિ તેની તપાસ કરો. હિંમતપૂર્વક જાઓ અને ત્યાંની પેદાશમાંથી થોડાંક ફળ લેતા આવજો.” દ્રાક્ષ પાકવાની મોસમની શરૂઆતના એ દિવસો હતા.

21 તેથી તેઓ ઉત્તરમાં ગયા અને તેમણે સીનના રણપ્રદેશથી શરૂ કરીને, છેક રહોબ સુધી અને ઉત્તરમાં હમાથના ઘાટ સુધી ફરી ફરીને દેશની જાસૂસી કરી.

22 તેઓ નેગેબમાં થઈને હેબ્રોન પહોંચ્યા. ત્યાં રાક્ષસી જાતિ અનાકના વંશજો અહિમાન, શેશાય તથા તાલ્માયનાં કુટુંબો રહેતાં હતાં. (ઇજિપ્તમાં સોઆન બંધાયું તેનાં સાત વર્ષ પહેલાં હેબ્રોન બંધાયું હતું.)

23 તેઓ એશ્કોલના ખીણપ્રદેશમાં આવી પહોંચ્યા. તેમણે ત્યાંથી દ્રાક્ષવેલાની લૂમ સાથેની એક ડાળી કાપી લીધી. તે એટલી ભારે હતી કે બે માણસોએ એક દાંડા ઉપર લટકાવીને તેને ઉપાડવી પડી. તેઓ સાથે થોડાં દાડમ અને અંજીરો પણ લાવ્યા.

24 ઇઝરાયલીઓએ ત્યાંથી દ્રાક્ષની એક લૂમ કાપી લીધી હતી તે ઉપરથી એ જગાનું નામ એશ્કોલ (અર્થાત્ ‘લૂમ’)નો ખીણપ્રદેશ પાડવામાં આવ્યું.

25 ચાળીસ દિવસ સુધી દેશમાં ફરીને જાસૂસી કર્યા પછી એ લોકો પારાનના રણપ્રદેશમાં કાદેશ મુકામે મોશે, આરોન અને ઇઝરાયલના સમગ્ર સમાજ પાસે પાછા આવ્યા.

26 તેમણે જે જોયું તેનો અહેવાલ રજૂ કર્યો અને તે દેશનાં ફળ તેમને બતાવ્યાં.

27 તેમણે મોશેને કહ્યું, “તમે અમને જે દેશમાં મોકલ્યા હતા ત્યાં અમે ગયા. ત્યાં સાચે જ દૂધ અને મધની રેલમછેલ છે અને ત્યાંનાં ફળ પણ આ રહ્યાં.

28 પરંતુ ત્યાંના લોકો બળવાન છે. તેમનાં નગરો કિલ્લાવાળાં અને બહુ વિશાળ છે. વળી, અમે ત્યાં રાક્ષસી જાતિ અનાકના વંશજોને પણ જોયા.

29 અમાલેકીઓ દક્ષિણે નેગેબમાં રહે છે. હિત્તીઓ તથા યબૂસીઓ અને અમોરીઓ પહાડી પ્રદેશમાં રહે છે અને કનાનીઓ ભૂમધ્ય સમુદ્ર પાસે અને યર્દન નદીને કિનારે રહે છે.”

30 મોશેની આસપાસ ભેગા થયેલા લોકોને શાંત પાડતાં કાલેબે કહ્યું, “આપણે હમણાં જ આક્રમણ કરીને દેશનો કબજો લઈ લેવો જોઈએ, કારણ કે આપણે તે દેશને જીતી લેવા પૂરા સમર્થ છીએ.”

31 પણ કાલેબની સાથે ગયેલા માણસોએ કહ્યું, “આપણે તેમની સામે ઝઝૂમી શકીએ તેમ નથી. તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.”

32 આમ, તેઓ ઇઝરાયલીઓમાં દેશની માહિતી સંબંધી પ્રતિકૂળ અહેવાલ ફેલાવવા લાગ્યા. તેમણે કહ્યું, “અમે જે દેશની ફરી ફરીને જાસૂસી કરી તેની ભૂમિ તો તેના રહેવાસીઓને ભરખી ખાનાર ભૂમિ છે અને અમે જોયું કે ત્યાં વસતા બધા લોકો ઊંચા અને કદાવર છે.

33 વળી, અમે ત્યાં અનાકના વંશજોને એટલે રાક્ષસી કદના માણસોને પણ જોયા છે. તેમની આગળ અમે તો તીડ જેવા લાગતા હતા અને તેમને પણ અમે તીડ જેવા જ લાગ્યા હોઈશું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan