Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નહેમ્યા 7 - પવિત્ર બાઇબલ C.L.

1 હવે કોટની મરામત પૂરી થઈ ગઈ અને દરવાજાનાં બારણાં ચડાવી દેવામાં આવ્યાં. મંદિરના સંરક્ષકો, પવિત્ર ગાયકવૃંદના સભ્યો અને અન્ય લેવીઓને તેમના કામની સોંપણી કરવામાં આવી.

2 યરુશાલેમના વહીવટ માટે મેં બે માણસોની નિમણૂક કરી: એક તો મારો ભાઈ હનાની અને બીજો કિલ્લાનો અમલદાર હનાન્યા. હનાન્યા સૌથી ભરોસાપાત્ર અને ઈશ્વરથી ડરીને ચાલનાર માણસ હતો.

3 મેં તેમને યરુશાલેમના દરવાજા સવારમાં સૂર્યોદય થાય તે પછી જ ઉઘાડવા તેમજ સૂર્યાસ્ત વખતે સંરક્ષકો પોતાની ફરજ પરથી જાય તે પહેલાં તેમને બંધ કરી તેમના પર પાટિયાં ગોઠવી દેવા સૂચના આપી. વળી, યરુશાલેમમાં વસતા લોકોમાંથી સંરક્ષકોની નિમણૂક કરવા અને તેમાંના કેટલાકને નિયત ચોકીઓ પર ઊભા રાખવા તથા બીજા કેટલાકને તેમના પોતાનાં ઘરની આસપાસ ફરતા રહી ચોકીપહેરા કરતા રહેવા મેં તેમને જણાવ્યું.


દેશનિકાલમાંથી પાછા ફરેલાઓની યાદી
( એઝ. 2:1-70 )

4 યરુશાલેમ તો બહુ મોટું શહેર હતું, પણ તેમાં ઝાઝા લોક રહેતા નહોતા અને હજી ઘણાં ઘર બંધાયાં નહોતાં.

5 લોકોને તેમ જ તેમના આગેવાનો અને અમલદારોને એકઠા કરી તેમનાં કુટુંબોની વંશાવળીની ચક્સણી કરી લેવા ઈશ્વરે મારા મનમાં પ્રેરણા કરી. દેશનિકાલમાંથી જેઓ પ્રથમ પાછા ફર્યા હતા તેમની વંશાવળીની નોંધ મેં મેળવી, અને તેમાંથી મને આવી માહિતી મળી:

6 દેશનિકાલમાં ગયેલા ઘણા લોકો બેબિલોન પ્રાંત છોડીને યરુશાલેમ અને યહૂદિયામાં પાછા ફર્યા અને પોતપોતાના વતનના ગામમાં જઈ વસ્યા. નબૂખાદનેસ્સાર રાજા લોકોને કેદ કરી બેબિલોન લઈ ગયો ત્યારથી તેમનાં કુટુંબો ત્યાં દેશનિકાલમાં હતા.

7 તેમના આગેવાનોમાં ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિશ્પરેથ, બિગ્વાઈ, નહૂમ અને બાના હતા.

8-25 દેશનિકાલમાંથી પાછા ફરેલા ઇઝરાયલી લોકોની ગોત્રવાર સંખ્યા દર્શાવતી યાદી નીચે મુજબ છે: પારોશ — 2,172 શફાટયા — 372 આરાહ — 652 પાહાથ - મોઆબ (યેશૂઆ અને યોઆબના વંશજો) — 2,818 એલામ — 1,254 ઝાત્તુ — 845 ઝાક્કાય — 360 બિન્‍નૂઈ — 648 બેબાય — 628 આઝગાદ — 2,322 અદોનીકામ — 667 બિગ્વાઈ — 2067 આદીન — 655 આટેર (જે હિઝકિયા પણ કહેવાતો) — 98 હાશૂમ — 328 બેઝાય — 324 હારિફ — 112 ગિબ્યોન — 95

26-38 જે લોકોના પૂર્વજો નીચે જણાવેલા નગરોમાં વસતા હતા તેઓ પણ પાછા ફર્યા: બેથલેહેમ અને નટોફા — 188 અનાથોથ — 128 બેથઆઝમાવેથ — 42 કિર્યાથયઆરીમ, કફીરા અને બએરોથ — 743 રામા અને ગેબા — 621 મિખ્માશ — 122 બેથેલ અને આય — 123 બીજું નબો — 52 બીજું એલામ — 1,254 હારીમ — 320 યરીખો — 345 લોદ હાદીદ અને ઓનો — 721 સનાયા — 3,930

39-42 દેશનિકાલમાંથી પાછા ફરેલા યજ્ઞકારોની ગોત્રવાર યાદી નીચે મુજબ છે: યદાયા (યેશૂઆના વંશજો) — 973 ઈમ્મે2 — 1,052 પાશ્હૂર — 1,247 હારીમ — 1,017

43-45 દેશનિકાલમાંથી પાછા ફરેલા લેવીઓની ગોત્રવાર યાદી નીચે મુજબ છે: યેશૂઆ અને ક્દમીએલ (હોદાવ્યાના વંશજો) — 74 મંદિરના સંગીતકારો (આસાફના વંશજો) — 148 મંદિરના સંરક્ષકો (શાલ્લૂમ, આટેર, ટાલ્મોન, આકકૂબ, હટીટા અને શોબાયના વંશજો) — 138

46-56 દેશનિકાલમાંથી પાછા ફરેલા મંદિરના સેવકોનાં ગોત્રોની યાદી નીચે મુજબ છે: સીહા, હસૂફા, ટાબ્બાઓથ; કેરોસ, સીઆ, પાદોન; લબાના, હગાબા, સાલ્માય; હાનાન, ગિદ્દેલ, ગાહાર; રઆયા, રસીન, નકોદા; ગાઝઝામ, ઉઝઝા, પાસેઆ; બેસાય, મેઉનીમ, નફૂશશીમ; બાકબૂક, હાકૂફા, હાર્હૂર; બાસ્લીથ, મહિદા, હાર્શા; બાર્કોસ, સીસરા, તેમા; નસીઆ, હટીશ.

57-59 દેશનિકાલમાંથી પાછા ફરેલા શલોમોનના સેવકોના વંશજોની ગોત્રવાર યાદી નીચે મુજબ છે: સોટાય, સોફેરેથ, પરીદા; યાઅલા, દાર્કોન, ગિદ્દેલ; શફાય્યા, હાટ્ટીલ, પોખેરેથ-હાસ્સબાઇમ, આમોન

60 મંદિરના સેવકો અને શલોમોનના સેવકોના દેશનિકાલમાંથી પાછા ફરેલા વંશજોની કુલ સંખ્યા 392 હતી.

61-62 તેલ-મેલા, તેલ-હાર્શા, કરૂબ, આદ્દોન અને ઇમ્મેર નગરોમાંથી જેઓ પાછા ફર્યા તેઓ દલાયા, ટોબિયા અને નકોદાના ગોગમાંના હતા અને તેમની સંખ્યા 642 હતી, પણ તેઓ ઇઝરાયલના વંશજો છે તે સાબિત કરી શક્યા નહિ.

63-64 નીચે જણાવેલ યજ્ઞકારોનાં ગોત્ર પોતાનો વંશ સાબિત કરવા વંશાવળીમાં તે અંગેની નોંધ બતાવી શક્યા નહિ. હોબાયા, હાક્કોસ, અને બાર્ઝિલાય (બાર્ઝિલાયના ગોત્રના પૂર્વજે ગિલ્યાદના બાર્ઝિલાય ગોત્રની સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું અને પોતાના સસરાના ગોત્રનું નામ અપનાવ્યું હતું.) તેમના પૂર્વજો કોણ હતા તે તેઓ સાબિત કરી શકયા નહિ, તેથી તેમનો યજ્ઞકાર તરીકે સ્વીકાર થયો નહિ.

65 યહૂદી રાજ્યપાલે તેમને કહ્યું કે ઉરીમ અને થુમ્મીમનો ઉપયોગ કરનાર યજ્ઞકાર નક્કી થાય ત્યાં સુધી તેમણે ઈશ્વરને અર્પિત ખોરાકમાંથી કંઈ ખાવું નહિ.

66-69 દેશનિકાલમાં પાછા ફરેલા લોકોની કુલ સંખ્યા 42,360 હતી. તેમના સ્ત્રીપુરુષ નોકરો — 7,337 તેમનાં ગાયકો અને ગાયિકાઓ — 245 ઘોડા — 736 ખચ્ચર — 245 ઊંટ — 435 ગધેડાં — 6,720

70-72 મંદિરના પુનરોદ્ધાર માટે ઘણા લોકોએ ફાળો આપ્યો: રાજ્યપાલ તરફથી 8.5 કિલોગ્રામ સોનું 50 ક્રિયાકાંડમાં વપરાતા પ્યાલા 530 યજ્ઞકારો માટેના ઝભ્ભા ગોત્રોના આગેવાનો તરફથી 170 કિલોગ્રામ સોનું 1.2 મેટ્રિક ટન ચાંદી બાકીના લોકો તરફથી 170 કિલોગ્રામ સોનું 1.1 મેટ્રિક ટન ચાંદી 67 યજ્ઞકારો માટેના ઝભ્ભા

73 યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંરક્ષકો, સંગીતકારો, અન્ય સામાન્ય પ્રજાજનો, મંદિરના સેવકો. એમ ઇઝરાયલીઓના સર્વ લોકો યહૂદિયાનાં ગામો અને નગરોમાં વસ્યા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan