Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નહેમ્યા 11 - પવિત્ર બાઇબલ C.L.


યરુશાલેમમાં વસેલા લોકો

1 લોકોના આગેવાનો યરુશાલેમમાં વસ્યા. બાકીના લોકોએ દર દશ કુટુંબે એક કુટુંબ પવિત્રનગર યરુશાલેમમાં વસે તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી; તે સિવાયના લોકોને બીજાં શહેરો અને નગરોમાં રહેવાનું હતું.

2 જેઓ રાજીખુશીથી યરુશાલેમમાં વસવાટ માટે તૈયાર થયા તેમની લોકોએ પ્રશંસા કરી.

3 અન્ય શહેરો અને નગરોમાં ઇઝરાયલના લોકો, યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સેવકો અને શલોમોનના સેવકોના વંશજો પોતપોતાનાં નગરોમાં પોતાનાં વતનમાં વસ્યા. યરુશાલેમમાં વસેલા યહૂદિયા પ્રાંતના અગ્રગણ્ય નાગરિકોની યાદી નીચે મુજબ છે:

4 યહૂદિયાના કુળના માણસોની યાદી આ પ્રમાણે છે: અથાયા, જે ઉઝિઝયાનો પુત્ર અને ઝખાર્યાનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે અમાર્યા, શફાટયા અને માહાલાલેલ હતા, જેઓ યહૂદાના પુત્ર પેરેસના વંશજો હતા.

5 માસેયા, જે બારેખનો પુત્ર અને કોલહોઝેનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે હઝાયા, અદાયા, યોયારીબ અને ઝખાર્યા હતા, જેઓ યહૂદાના પુત્ર શેલાના વંશજો હતા.

6 પેરેસના વંશજોમાંથી ચારસો અડસઠ પરાક્રમી પુરુષો યરુશાલેમમાં રહેતા હતા. બિન્યામીનના કુળના વંશજોની યાદી આ પ્રમાણે છે.

7 સાલ્લુ જે મશુલ્લામનો પુત્ર અને યોએદનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે પદાયા, કોલાયા, માસેયા, ઇથિયેલ, અને યશાયા હતા;

8 ગાબ્બાય અને સાલ્લાય, જેઓ સાલ્લુના નિકટના સંબંધીઓ હતા.

9 બધા મળીને બિન્યામીનના કુળના 928 માણસો યરુશાલેમમાં રહેતા હતા. ઝિખ્રીનો પુત્ર યોએલ તેમનો આગેવાન હતો અને હાસ્સનૂઆનો પુત્ર યહૂદા, નગરનો બીજા દરજજાનો અધિકારી હતો.

10 યજ્ઞકારોની યાદી આ પ્રમાણે છે: યોયારીબનો પુત્ર યદાયા, અને યાખીન.

11 સરાયા, જે હિલકિયાનો પુત્ર અને મશૂલ્લામનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે સાદોક, મરાયોથ અને અહીટુબ હતા. તે પ્રમુખ યજ્ઞકાર હતો.

12 આ ગોત્રના બધા મળીને 822 સભ્યો મંદિરમાં સેવા બજાવતા હતા. અદાયા, જે યરોહામનો પુત્ર અને પલાલ્યાનો પૌત્ર હતો; તેના પૂર્વજો અનુક્રમે આમ્ઝી, ઝખાર્યા, પાશ્હૂર અને માલકિયા હતા.

13 આ ગોત્રના બધા મળીને 242 સભ્યો તેમના કુટુંબોના વડા હતા. અમાશશાય જે અઝારએલનો પુત્ર અને આહઝાયનો પૌત્ર હતો; તેના પૂર્વજો અનુક્રમે મશિલ્લેમોથ અને ઇમ્મેર હતા.

14 આ ગોત્રમાંથી 128 સભ્યો શૂરવીર સૈનિકો હતા. હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેમનો આગેવાન હતો.

15 લેવીઓની યાદી આ પ્રમાણે છે: શમાયા, જે હાશ્શુલનો પુત્ર અને આભીકામનો પૌત્ર હતો; તેના પૂર્વજો હશાબ્યા અને બુન્‍ની હતા.

16 શાબ્બાથાય અને યોઝાબાદ, તેઓ મંદિરના બહારના કામક્જમાં આગળ પડતા હતા.

17 માત્તાન્યા, જે મિખાનો પુત્ર અને ઝાબ્દીનો પૌત્ર હતો; તે આસાફનો વંશજ હતો. આભારસ્તુતિની પ્રાર્થનાનાં ગીતો ગાનાર મંદિરના ગાયકવૃંદનો તે આગેવાન હતો. બાકલુકયા, જે માત્તાન્યાનો મદદનીશ હતો. આબ્દા, જે શામ્મૂઆનો પુત્ર અને ગાલાલનો પૌત્ર હતો; તે યદૂથૂનનો વંશજ હતો.

18 પવિત્ર નગર યરુશાલેમમાં બધા મળીને 284 લેવીઓ રહેતા હતા.

19 મંદિરના સંરક્ષકોની યાદી આ પ્રમાણે છે: આકકૂબ, ટાલ્મોન અને તેમના સંબંધીઓ મળીને કુલ 172 માણસો.

20 બાકીના ઇઝરાયલી લોકો, યજ્ઞકારો અને લેવીઓ યહૂદિયાનાં અન્ય શહેરો અને નગરોમાં પોતપોતાના વતનમાં વસ્યા.

21 મંદિરના સેવકો ઓફેલ તરીકે ઓળખાતા યરુશાલેમ શહેરના એક ભાગમાં રહેતા હતા અને સીહા અને ગિશ્પાની દેખરેખ હેઠળ કામ કરતા હતા.

22 બાનીનો પુત્ર અને હશાબ્યાનો પૌત્ર ઉઝઝી જે લેવીઓનો ઉપરી હતો. તે પણ યરુશાલેમમાં વસ્યો. તેના પૂર્વજો માત્તાન્યા અને મિખા હતા. ઈશ્વરના મંદિરમાં સેવાભક્તિ માટે સંગીતના કામની જવાબદારી જેને શિર હતી તે આસાફના ગોત્રનો હતો.

23 પ્રત્યેક કુળે મંદિરના સંગીતની દરરોજની કામગીરી કેવી રીતે વારા પ્રમાણે મુકરર કરવી તે અંગે રાજાએ ઠરાવેલા નિયમો હતા.

24 યહૂદાના કુળમાં ઝેરાના ગોત્રમાંના મશેઝાબએલનો પુત્ર પેથાહયા ઈરાનના રાજાના દરબારમાં ઈઝરાયલી લોકનો પ્રતિનિધિ હતો.


અન્ય નગરો અને શહેરોમાં વસેલા લોક

25 ઘણા લોકો પોતાનાં ખેતરોની નજીકનાં નગરોમાં રહ્યા. જેઓ યહૂદાના કુળના હતા તેઓ કિર્યાથઆર્બા, દિબોન અને યકાબ્સએલ તથા તેમની આસપાસનાં ગામોમાં વસ્યા.

26 તેઓ યેશૂઆ, મોલાદા, બેથ-પેલેટ

27 અને હસાર-શૂઆલ, બેરશેબા તેમ જ તેમનાં આસપાસનાં ગામોમાં પણ વસ્યા.

28 તેઓ સિકલાગ અને મખોના તથા તેનાં ગામડાંઓમાં વસ્યા.

29 તેઓ એન-રિમ્મોન, સોરા તથા યાર્મૂથમાં,

30 ઝાનોઆ, અદુલ્લામ તથા તેમનાં ગામડાંઓમાં વસ્યા. તેઓ લાખીશમાં અને તેની નજીકનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં વસ્યા. આમ, યહૂદિયાના લોકોએ દક્ષિણે બેર-શેબાથી ઉત્તરે હિન્‍નોમખીણ સુધીના પ્રદેશમાં વસવાટ કર્યો.

31 બિન્યામીનના કુળના લોકો ગેબા, મિખ્માશ, આય, બેથેલ તથા નજીકનાં ગામોમાં;

32 અનાથોથ, નોબ અને અનાન્યામાં,

33 હાસોર, રામા અને ગિતાઈમમાં;

34 હાદીદ, સબોઈમ, નબાલ્લાટમાં;

35 લોદ, ઓનો તથા કારીગરોની ખીણમાં વસ્યા.

36 લેવીઓનાં કેટલાંક જૂથ જે અગાઉ યહૂદિયામાં રહેતાં હતાં તેમને માટે બિન્યામીનના કુળપ્રદેશમાં રહેવાની વ્યવસ્થા થઈ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan