Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નહેમ્યા 10 - પવિત્ર બાઇબલ C.L.

1 કરારમાં સૌ પ્રથમ સહી કરનાર હખાલ્યાનો પુત્ર રાજ્યપાલ નહેમ્યા હતો. તેના પછી સિદકિયાએ સહી કરી. નીચેના માણસોએ પણ સહીઓ કરી:

2-8 યજ્ઞકારોમાં સહી કરનાર નીચેના માણસો હતા: સરાયા, અઝાર્યા, યર્મિયા, પાશ્હૂર, અમાર્યા, માલકિયા, હાટ્ટુશ, શબાન્યા, માલ્લૂખ, હારીમ, મરેમોથ, ઓબાદ્યા, દાનિયેલ, ગિન્‍નથોન, બારુખ, મશુલ્લામ, અબિયા, મીયામીન, માઝયા, બિલ્ગાય, શમાયા.

9-13 લેવીઓમાં સહી કરનાર આ માણસો હતા: અઝાન્યાનો પુત્ર યેશૂઆ, હેનાદાદના ગોત્રનો બિન્‍નૂઈ, ક્દ્મીએલ, શબાન્યા, હોદાયા, કલીટા, પલાયા, હાનાન, મિખા, રહોબ, હશાબ્યા, ઝાકકૂર, શેરેબ્યા, શબાન્યા, હોદાયા, બાની, બનીનુ

14-27 લોકોના આગેવાનોમાંના નીચેના માણસો સહી કરવામાં હતા: પારોશ, પાહાથ-મોઆલ, એલામ, ઝાત્તુ, બાની, બુન્‍ની, આઝગાદ, બેબાય, અદોનિયા, બિગ્વાય, આદીન, આટેર, હિઝકિયા, અઝઝૂર, હોદિયા, હાશુમ, બેસાય, હારિફ, અનાથોથ, નેબાય, માગ્પીઆશ, મશુલ્લામ, હેઝીર, મશેઝાબએલ, સાદોક, યાદૂઆ, પલાટયા, હાનાન, અનાયા, હોશિયા, હનાન્યા, હાશ્શૂબ, હાલ્લોહેશ, પિલ્હા, શોબેક, રહૂમ, હશાબ્ના, માસેયા, અહિયા, હાનાન, આનાન, માલ્લૂખ, હારીમ તથા બાઅના.


કરાર

28 અમે ઇઝરાયલના લોકો, યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંરક્ષકો, મંદિરના સંગીતકારો, મંદિરના સેવકો અને ઈશ્વરના નિયમને આધીન થઈને જેમણે અમારા દેશમાં વસતી પરપ્રજાઓથી અલગ કર્યા છે એવા અમે સૌ, અમારી પત્નીઓ અને અમારાં સમજણાં એવાં બધાં સંતાનો સહિત,

29 આથી અમે અમારા આગેવાનોની સાથે સાથે શપથ લઈએ છીએ. જો અમે એ તોડીએ તો અમારા પર શાપની શિક્ષા આવો. શપથ એ છે કે પોતાના સેવક મોશે દ્વારા ઈશ્વરે આપેલા તેમના નિયમ પ્રમાણે અમે જીવીશું, અને અમારા પ્રભુ યાહવે અમને જે જે આજ્ઞા આપે તે બધી અમે પાળીશું, અને તેમના સર્વ નિયમોનું પાલન કરીશું અને તેમની સર્વ માગણીઓ પૂરી કરીશું.

30 અમારા દેશમાં વસતી પરપ્રજાઓ સાથે અમે આંતરલગ્નથી જોડાઈશું નહિ.

31 પરપ્રજાઓ સાબ્બાથને દિવસે અથવા બીજા પવિત્ર દિવસોએ અનાજ કે બીજું કંઈપણ અમને વેચાતું આપવા આવે, તો અમે તેમની પાસેથી ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વર્ષે અમે જમીનમાં ખેતી કરીશું નહિ, અને અમારા દેણદારોનું બધું દેવું માફ કરી દઈશું.

32 પ્રતિ વર્ષ અમારામાંનો પ્રત્યેક જણ ઈશ્વરના મંદિરની સેવાના ખર્ચ પેટે ચાર ગ્રામ ચાંદી આપશે.

33 મંદિરની સેવાભક્તિ માટે અમે નીચેની વસ્તુઓ પૂરી પાડીશું: પવિત્ર રોટલી, નિત્યનું ધાન્ય-અર્પણ, પ્રતિદિન દહન કરવા માટેનાં બલિદાન, સાબ્બાથોનાં, ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં તથા અન્ય પર્વોનાં પવિત્ર અર્પણો, અન્ય પવિત્ર અર્પણો, ઇઝરાયલનાં પાપના નિવારણ માટેનાં અર્પણો અને મંદિર માટે જરૂરી એવી અન્ય બધી સાધન સામગ્રી.

34 નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે, પ્રભુ અમારા ઈશ્વરને અર્પવામાં આવતાં બલિદાનોના વેદી પરના દહન માટે કયું ગોત્ર લાકડાં પૂરાં પાડશે તે અમે, એટલે લોકો, યજ્ઞકારો અને લેવીઓ પ્રતિ વરસે ચિઠ્ઠી નાખીને નક્કી કરીશું.

35 અમારી ભૂમિની પ્રથમ ઊપજનું અને અમારાં વૃક્ષો પર પ્રથમ પાકેલાં ફળોનું અર્પણ અમે પ્રતિ વર્ષે મંદિરમાં લાવીશું.

36 નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે અમે પ્રત્યેક અમારા પોતાના પ્રથમ જન્મેલા પુત્રને યજ્ઞકારો પાસે મંદિરમાં લઈ જઈને તેનું ઈશ્વરને સમર્પણ કરીશું. અમે પ્રત્યેક અમારી ગાયોને જન્મેલા પ્રથમ વાછરડાનું અને અમારાં ઘેટાં અને બકરાંને જન્મેલાં પ્રથમ હલવાન કે બચ્ચાનું પણ સમર્પણ કરીશું.

37 પ્રતિ વર્ષે પ્રથમ લણેલા અનાજના લોટનો પિંડ તથા દ્રાક્ષાસવ, ઓલિવ તેલ તથા સર્વ પ્રકારનાં ફળોનાં અન્ય સર્વ અર્પણો અમે યજ્ઞકારો પાસે ઈશ્વરના મંદિરમાં લાવીશું. ખેતી કરતા અમારાં સર્વ નગરો પાસેથી લેવીઓ દશાંશો ઉઘરાવે છે. તેથી અમારી ભૂમિની સઘળી પેદાશનાં દશાંશો અમે લેવીઓને આપીશું.

38 દશાંશ ઉઘરાવતી વખતે લેવીઓની સાથે આરોનના વંશમાંથી ઊતરી આવેલ યજ્ઞકારોને પણ લક્ષમાં લેવાના છે અને લેવીઓ જે દશાંશ એકત્ર કરે તેનો દશમો ભાગ મંદિરના ઉપયોગ માટે તેના ભંડારોમાં લઈ જવાનો છે.

39 ઇઝરાયલી લોકો અને લેવીઓએ અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલનો ફાળો જ્યાં મંદિરનાં પાત્રો રાખવામાં આવે છે તે ભંડારોમાં અને ફરજ પરના યજ્ઞકારો, મંદિરના સંરક્ષકો, અને મંદિરના ગાયકવૃંદના સભ્યોના ખંડોમાં લઈ જવાનો છે. અમે અમારા ઈશ્વરના ઘર પ્રત્યે દુર્લક્ષ સેવીશું નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan