માથ્થી 8 - પવિત્ર બાઇબલ C.L.રક્તપિત્તિયો શુદ્ધ થયો ( માર્ક. 1:40-45 ; લૂક. 5:12-16 ) 1 ઈસુ ટેકરી પરથી ઊતરી આવ્યા ત્યારે વિશાળ જનસમુદાય તેમની પાછળ ચાલ્યો આવતો હતો. 2 એક રક્તપિત્તિયો તેમની પાસે આવ્યો, અને તેમની સમક્ષ ધૂંટણે પડીને કહ્યું, પ્રભુ, જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો. 3 ઈસુએ પોતાના હાથ લંબાવીને તેને સ્પર્શ કર્યો અને કહ્યું, હું ઇચ્છું છું, તું શુદ્ધ થા. અને તરત જ તે રક્તપિત્તમાંથી સાજો થયો. 4 પછી ઈસુએ તેને કહ્યું, સાંભળ! કોઈને કહીશ નહિ, પણ પ્રથમ યજ્ઞકાર પાસે જા અને તેને તારી તપાસ કરવા દે. ત્યાર પછી મોશેએ ઠરાવેલો અર્પણવિધિ કર; જેથી બધાની સમક્ષ એ સાબિત થાય કે તું હવે શુદ્ધ થયો છે. રોમન સૂબેદારનો નોકર સાજો થયો ( લૂક. 7:1-10 ) 5 ઈસુએ કાપરનાહુમમાં પ્રવેશ કર્યો અને એક રોમન સૂબેદારે તેમની પાસે આવીને મદદ માગી. 6 પ્રભુ, મારો નોકર ઘેર લકવાના ભયંકર દુ:ખથી પીડાય છે. 7 ઈસુએ જવાબ આપ્યો, હું ત્યાં આવીને તેને સાજો કરીશ. 8 સૂબેદારે કહ્યું, ના, પ્રભુ, તમે મારે ઘેર આવો એવો હું યોગ્ય નથી. તમે ફક્ત આજ્ઞા કરો, એટલે મારો નોકર સાજો થઈ જશે. 9 મારા ઉપર પણ ઉપરી અધિકારીઓની સત્તા છે, અને મારા હાથ નીચે સૈનિકો છે. એકને હું હુકમ કરુ છું, ’જા’, એટલે તે જાય છે. બીજાને કહું છું, ’આવ’, એટલે તે આવે છે અને મારા નોકરને કહું છું, ’આ પ્રમાણે કર’ એટલે તે તે પ્રમાણે કરે છે. 10 ઈસુએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયા અને જે લોકો તેમની સાથે હતા તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: ઇઝરાયલી લોકોમાં પણ આ માણસના જેવો વિશ્વાસ મેં કદી જોયો નથી. 11 ઘણા પૂર્વ અને પશ્ચિમમાંથી ઈશ્વરના રાજ્યમાં આવીને અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબની સાથે જમવા બેસશે. 12 પણ જેઓ રાજ્યમાં હોવા જોઈએ તેમને બહાર અંધકારમાં નાખી દેવામાં આવશે; જ્યાં તેઓ રડશે ને દાંત કટકટાવશે. 13 ઈસુએ સૂબેદારને કહ્યું, ઘેર જા; તારા વિશ્વાસ પ્રમાણે કરવામાં આવશે. તે જ ક્ષણે તે સૂબેદારનો નોકર સાજો થયો. ઘણા લોકો સાજા થયા ( માર્ક. 1:29-34 ; લૂક. 4:38-41 ) 14 ઈસુ પિતરને ઘેર ગયા. ત્યાં પિતરની સાસુને તાવ આવ્યો હોવાથી તે પથારીવશ હતી. 15 તેમણે તેના હાથને સ્પર્શ કર્યો એટલે તેનો તાવ ઊતરી ગયો. તે સાજી થઈ અને તેમની સેવા કરવા લાગી. 16 સાંજ પડતાં અશુદ્ધ આત્મા વળગેલા ઘણા માણસોને લોકો ઈસુની પાસે લાવ્યા. ઈસુએ શબ્દમાત્રથી અશુદ્ધ આત્માઓને કાઢી મૂક્યા અને જે બીમાર હતા તે બધાને સાજા કર્યા. 17 યશાયા સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય માટે એમ બન્યું: તેણે જાતે જ આપણાં દર્દ લઈ લીધાં અને આપણા રો દૂર કર્યા. સાચી શિયતા ( લૂક. 9:57-62 ) 18 ઈસુએ તેમની આસપાસ ઘણા લોકો જોયા. તેથી તેમણે પોતાના શિષ્યોને સરોવરને સામે કિનારે જવા આજ્ઞા આપી. 19 નિયમશાસ્ત્રનો એક શિક્ષક તેમની પાસે આવ્યો અને કહ્યું, ગુરુજી, તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવવા તૈયાર છું. 20 ઈસુએ તેને જવાબ આપ્યો, શિયાળવાંને રહેવા માટે બોડ હોય છે, અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, પણ માનવપુત્રને માથું ટેકવીને આરામ કરવાનું કોઈ સ્થાન નથી. 21 બીજા એક શિષ્યે કહ્યું, પ્રભુ, મને પ્રથમ મારા પિતાનું દફન કરવા જવા દો, અને હું પાછો આવીશ. 22 ઈસુએ કહ્યું, મને અનુસર, મરેલાને દફનાવવાનું મરેલાંઓ ઉપર છોડી દે. તોફાન અને શાંતિ ( માર્ક. 4:35-41 ; લૂક. 8:22-25 ) 23 ઈસુ હોડીમાં ચઢયા અને તેમના શિષ્યો પણ સાથે ગયા. 24 એકાએક સરોવરમાં મોટું તોફાન થયું. તેથી મોજાંઓ હોડીમાં આવવા લાગ્યાં. પણ ઈસુ તો ઊંઘી ગયા હતા. 25 શિષ્યો તેમની પાસે ગયા અને તેમને જાડીને કહ્યું, પ્રભુ, અમને બચાવો, અમે મરી જવાની તૈયારીમાં છીએ. 26 ઈસુએ જવાબ આપ્યો, ઓ અલ્પ-વિશ્વાસીઓ, તમને શા માટે બીક લાગી? ત્યાર પછી તે ઊભા થયા અને પવન તથા મોજાંને હુકમ કર્યો અને ાઢ શાંતિ થઈ. 27 બધાને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, આ કેવા પ્રકારની વ્યક્તિ છે કે, પવન અને મોજાં પણ તેમની આજ્ઞા માને છે! ઈસુ પાછા જાઓ ( માર્ક. 5:1-20 ; લૂક. 8:26-39 ) 28 ઈસુ ાડરેનેસના દેશમાં આવ્યા. આ દેશ સરોવરને સામે કિનારે આવેલો છે. ત્યાં કબર તરીકે વપરાતી ગુફાઓમાંથી બે માણસો નીકળી આવ્યા. તેમને ઈસુનો ભેટો થઈ ગયો. આ બંનેને અશુદ્ધ આત્મા વળગેલા હતા અને તેમની એવી ધાક હતી કે કોઈ તે માર્ગે મુસાફરી કરવાની હિંમત કરતું નહિ. 29 તેમણે એકાએક બૂમ પાડી, ઓ ઈશ્વરપુત્ર, અમારે અને તમારે શું લો વળે? અમારો સમય પૂરો થાય તે પહેલાં તમે અમને રિબાવવા આવ્યા છો? 30 ત્યાંથી થોડે દૂર ભૂંડોનું એક ટોળું ચરતું હતું. અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી, 31 જો તમે અમને કાઢવા જ માગો છો તો પછી અમને ભૂંડોના ટોળામાં જવાની પરવાની આપો. 32 ઈસુએ જવાબ આપ્યો, જાઓ. તેથી તેઓ નીકળી જઈને ભૂંડોમાં દાખલ થયા. ભૂંડોનું આખું ટોળું ઊંચેથી સરોવરમાં ધસી પડયું અને ડૂબી યું. 33 ભૂંડો સાચવનારા શહેરમાં નાસી ગયા અને ત્યાં તેમણે બધી હકીક્ત જણાવી અને અશુદ્ધ આત્મા વળગેલા માણસોનું શું થયું હતું તે પણ જણાવ્યું. 34 તેથી શહેરમાંથી બધા ઈસુને મળવા ગયા. જ્યારે તેઓ તેમને મળ્યા ત્યારે તેમણે તેમને તેમનો દેશ છોડીને જતા રહેવા વિનંતી કરી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide