Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 28 - પવિત્ર બાઇબલ C.L.


ઈસુ સજીવન કરાયા
( માર્ક. 16:1-10 ; લૂક. 24:1-12 ; યોહા. 20:1-10 )

1 વિશ્રામવારને બીજે દિવસે રવિવારની વહેલી સવારે માગદાલાની મિર્યામ અને બીજી મિર્યામ કબરે ગયાં.

2 એકાએક મોટો ધરતીકંપ થયો. આકાશમાંથી પ્રભુનો દૂત આવ્યો અને પથ્થર ખસેડીને તેના પર બેસી ગયો.

3 તેનો દેખાવ વીજળીના જેવો હતો અને તેનાં કપડાં બરફના જેવાં શ્વેત હતાં.

4 ચોકીદારો ખૂબ જ ગભરાઈ ગયા. તેઓ ધ્રૂજી ઊઠયા અને મૃતપ્રાય થઈ ગયા.

5 દૂતે સ્ત્રીઓને કહ્યું, ડરશો નહિ, હું જાણું છું કે જેમને ક્રૂસે જડવામાં આવેલા તે ઈસુને તમે શોધો છો.

6 તે અહીં નથી. તેમણે કહ્યું હતું તે પ્રમાણે તેમને સજીવન કરવામાં આવ્યા છે. આવો, જ્યાં તે સૂતા હતા તે જા જુઓ.

7 ઝડપથી તેમના શિષ્યો પાસે જાઓ અને કહો કે તેમને મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે અને તે તમારી પહેલાં ગાલીલમાં જાય છે અને ત્યાં તમને મળશે. મેં તમને જે કહ્યું છે તે યાદ રાખો.

8 આથી તેઓ ઉતાવળથી કબરેથી ચાલી નીકળી. તેમને બીક લાગી હતી. પણ સાથે સાથે ઘણો જ આનંદ થયો હતો. એ ખબર શિષ્યોને આપવા તેઓ ઝડપથી દોડી ઈ.

9 એકાએક ઈસુ તેમને મળ્યા અને તેમણે કહ્યું, તમને શાંતિ થાઓ. તેઓ તેમની નજીક આવી અને તેમનાં ચરણોમાં નમી પડીને તેમનું ભજન કર્યું.

10 ઈસુએ તેમને કહ્યું, ડરશો નહિ, જાઓ, જઈને મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીલમાં જાય અને ત્યાં હું તેમને મળીશ.


આગેવાનોની બનાવટ

11 જ્યારે સ્ત્રીઓ પાછી ઈ ત્યારે કબરની ચોકી કરનાર કેટલાક સૈનિકો શહેરમાં ગયા અને જે કંઈ બન્યું હતું તેથી મુખ્ય યજ્ઞકારોને વાકેફ કર્યા.

12 મુખ્ય યજ્ઞકારો તેમ જ આગેવાનો સાથે એકત્ર થયા અને તેમણે મસલત કરી. તેમણે સૈનિકોને ઘણી મોટી લાંચ આપી,

13 અને કહ્યું, લોકોને તમારે આ પ્રમાણે કહેવું, ’અમે રાત્રે ઊંઘતા હતા ત્યારે તેમના શિષ્યો આવ્યા અને તેમનું શબ ઉઠાવી ગયા છે.’

14 અને જો રાજ્યપાલને આ વાતની જાણ થશે તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.

15 ચોકીદારોએ પૈસા લઈ લીધા અને તેમને જે પ્રમાણે સમજાવવામાં આવ્યા હતા તે મુજબ તેમણે કર્યું. આજ દિવસ સુધી યહૂદીઓમાં આ જ વાત પ્રચલિત છે.


મહાન આદેશ
( માર્ક. 16:14-18 ; લૂક. 24:36-49 ; યોહા. 20:19-23 ; પ્રે.કા. 1:6-8 )

16 ઈસુના કહ્યા મુજબ અયષિર શિષ્યો ગાલીલમાં એક પર્વત પર ગયા.

17 જ્યારે તેમણે ઈસુને જોયા ત્યારે તેમનું ભજન કર્યું, પણ કેટલાકને શંકા આવી.

18 ઈસુ તેમની નજીક આવ્યા અને તેમણે કહ્યું, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.

19 એટલે તમે જાઓ, બધી જાના લોકોને મારા શિષ્યો બનાવો. ઈશ્વરપિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે તેમને બાપ્તિસ્મા આપતા જાઓ;

20 જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan