માથ્થી 22 - પવિત્ર બાઇબલ C.L.પસંદગીનો આધાર ( લૂક. 14:15-24 ) 1 લોકોની સાથે વાત કરતાં ઈસુએ ફરી ઉદાહરણ કહ્યું: 2 ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક રાજાએ પોતાના પુત્રના લગ્ન નિમિત્તે ભોજન સમારંભ ગોઠવ્યો. 3 રાજાએ પોતાના નોકરોને આમંત્રિત મહેમાનોને બોલાવવા મોકલ્યા. પણ તેઓ આવવા માગતા નહોતા. 4 તેથી તેણે બીજા નોકરોને આમંત્રિતો પાસે આમ કહીને મોકલ્યા: ’મારું જમણ તૈયાર છે; બળદો અને માતેલાં પશુઓ કાપવામાં આવ્યાં છે. બધું તૈયાર છે. લગ્નજમણમાં જલદી પધારો!’ 5 પણ આમંત્રિતોએ ગણકાર્યું નહીં, અને તેઓ પોતપોતાના કામે લાગ્યા. 6 એક પોતાના ખેતરે ગયો, બીજો પોતાની દુકાને ગયો, જ્યારે બીજા કેટલાકે નોકરોને પકડયા અને માર મારીને મારી નાખ્યા. 7 આથી રાજા ખૂબ જ ગુસ્સે થયો. તેણે પોતાના સૈનિકોની ટુકડી મોકલી. સૈનિકોએ પેલા ખૂનીઓને મારી નાખ્યા અને તેમનું શહેર પણ બાળી નાખ્યું. 8 ત્યાર પછી રાજાએ નોકરોને બોલાવ્યા અને કહ્યું, ’મારું લગ્નજમણ તૈયાર છે. પણ જેમને મેં આમંત્રણ આપ્યું હતું, તેઓ તે માટે લાયક નથી. 9 હવે તમે મુખ્ય રસ્તાઓ પર જાઓ અને તમને મળે તે બધાને બોલાવી લાવો.’ 10 તેથી નોકરો મુખ્ય રસ્તાઓ પર ગયા અને તેમને મળ્યા તેવા સારાનરસા સૌને બોલાવી લાવ્યા અને ભોજનખંડ લોકોથી ચિકાર થઈ ગયો. 11 રાજા મહેમાનોને મળવા ગયો. ત્યાં એક માણસે લગ્નમાં પહેરવાં જોઈતાં વસ્ત્રો પહેર્યાં ન હતાં. 12 રાજાએ તેને જોયો અને પૂછયું, ’મિત્ર, લગ્નમાં પહેરવાનાં વસ્ત્ર પહેર્યા વર તું અહીં કેમ આવ્યો?’ પણ તે માણસ કંઈ જવાબ આપી શક્યો નહિ. 13 ત્યારે રાજાએ નોકરોને કહ્યું, ’તેના હાથપ બાંધીને તેને બહાર અંધકારમાં ફેંકી દો. ત્યાં તે રડયા કરશે ને દાંત કટકટાવીને દુ:ખી થશે.’ 14 ઈસુએ સાર આપતાં કહ્યું, આમંત્રણ ઘણાને આપવામાં આવ્યું છે, પણ થોડાને જ પસંદ કરવામાં આવેલા છે. કરવેરા ભરી દો ( માર્ક. 12:13-17 ; લૂક. 20:20-26 ) 15 પછી ફરોશીઓ બહાર ચાલ્યા ગયા અને તેમણે પ્રશ્ર્નો પૂછીને ઈસુને સપડાવવાની યોજના ઘડી કાઢી. 16 ત્યાર પછી તેમણે પોતાના કેટલાક શિષ્યોને તથા હેરોદના પક્ષના કેટલાક સભ્યોને ઈસુની પાસે મોકલ્યા. તેમણે કહ્યું, ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ બોલો છો. વળી, તમે માણસના દરજ્જાની પરવા કર્યા વર માણસ માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો. 17 તો અમને કહો, આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે પરદેશી રોમન સત્તાને કરવેરા ભરવા તે યોગ્ય છે કે નહિ? 18 ઈસુને તેમની ચાલાકીની ખબર હતી. તેથી તેમણે જવાબ આપ્યો, 19 ઓ દંભીઓ! શા માટે તમે મને ફસાવવા માગો છો? કરવેરા ભરવા માટેનો ચાંદીનો સિક્કો મને બતાવો. તેઓ તેમની પાસે એક સિક્કો લાવ્યા. 20 ઈસુએ તેમને પૂછયું, આમાં કોની છાપ અને કોનું નામ છે? 21 તેમણે જવાબ આપ્યો, રોમન સમ્રાટનાં. તેથી ઈસુએ કહ્યું, જે રોમન સમ્રાટનું છે તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે તે ઈશ્વરને ભરી દો. 22 એ જવાબ સાંભળીને તેઓ તો આભા જ બની ગયા, અને ઈસુને મૂકીને ચાલ્યા ગયા. મરણમાંથી સજીવન થવા એંનો પ્રશ્ર્ન ( માર્ક. 12:18-27 ; લૂક. 20:27-40 ) 23 લોકો મરણમાંથી સજીવન થવાના નથી એવું માનનારા સાદૂકીઓ ઈસુની પાસે આવ્યા. 24 તેમણે કહ્યું, ગુરુજી, મોશેએ શીખવ્યું છે કે જો કોઈ માણસ નિ:સંતાન મરી જાય, તો તે માણસના ભાઈએ પેલી વિધવા સાથે લગ્ન કરવું; જેથી મરી ગયેલા માણસનો વંશવેલો ચાલુ રહે. 25 એકવાર સાત ભાઈઓ હતા. સૌથી મોટા ભાઈનું લગ્ન થયું, પણ તે નિ:સંતાન મરી ગયો. તેથી તેની વિધવા પત્ની તેના બીજા ભાઈની પત્ની થઈ. 26 હવે બીજા, ત્રીજા અને સાતેય ભાઈના સંબંધમાં એવું જ બન્યું. 27 છેલ્લે એ સ્ત્રી પણ મરી ગઈ. 28 હવે પુનરુત્થાનને દિવસે જ્યારે બધાં મરેલાં સજીવન થશે ત્યારે તે કોની પત્ની થશે? કારણ, તે સાતેય પુરુષની પત્ની થઈ હતી. 29 ઈસુએ તેમને જવાબ આપ્યો, ધર્મશાસ્ત્ર અને ઈશ્વરના સામર્થ્ય વિષે અજ્ઞાન હોવાથી તમે ભૂલ કરો છો. 30 કારણ, જ્યારે મરેલાં સજીવન થશે ત્યારે તેઓ આકાશમાંના દૂતો જેવાં હશે અને પરણવા-પરણાવવાનું નહિ હોય. 31 હવે મરેલાંને સજીવન કરવા સંબંધી ઈશ્વરે તમને જે કહ્યું છે તે શું તમે કદી વાંચ્યું નથી? 32 ઈશ્વરે કહ્યું, ’હું અબ્રાહામનો ઈશ્વર છું, ઇસ્હાકનો ઈશ્વર છું, અને યાકોબનો ઈશ્વર છું,’ એનો અર્થ એ થયો કે તે મરેલાંઓના નહિ, પણ જીવતાંઓના ઈશ્વર છે. 33 એ સાંભળીને લોકો તેમના શિક્ષણથી આભા બની ગયા. સર્વશ્રેઠ આજ્ઞા ( માર્ક. 12:28-34 ; લૂક. 10:25-28 ) 34 ઈસુએ સાદૂકીઓને ચૂપ કરી દીધા છે એ સાંભળીને ફરોશીઓ એકઠા થયા. 35 તેમનામાંના નિયમશાસ્ત્રના એક શિક્ષકે ઈસુને પ્રશ્ર્ન પૂછી સપડાવવાનો યત્ન કર્યો. 36 તેણે પૂછયું, ગુરુજી, નિયમશાસ્ત્રમાં સૌથી અત્યની આજ્ઞા કઈ છે? 37 ઈસુએ જવાબ આપ્યો, ’તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી, એટલે કે, તારા સમગ્ર વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’ 38 આ જ શ્રેઠ અને સૌથી અત્યની આજ્ઞા છે. બીજી સૌથી અત્યની આજ્ઞા આ છે: 39 ’જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.’ 40 મોશેના નિયમશાસ્ત્રનો અને સંદેશવાહકોનાં પુસ્તકોનો આધાર આ બે આજ્ઞાઓ પર રહેલો છે. મસીહ વિષેનો પ્રશ્ર્ન ( માર્ક. 12:35-37 ; લૂક. 20:41-44 ) 41 જ્યારે ફરોશીઓ એકઠા થયા ત્યારે ઈસુએ તેમને પૂછયું, 42 મસીહ વિષે તમે શું વિચારો છો? તે કોનો પુત્ર છે? તેમણે જવાબ આપ્યો, તે દાવિદનો પુત્ર છે. 43 ઈસુએ પૂછયું, એમ શી રીતે બની શકે? તો પછી પવિત્ર આત્માએ તેને ’પ્રભુ’ કહેવાની પ્રેરણા દાવિદને કેમ આપી? કારણ, દાવિદ કહે છે: 44 ’પ્રભુએ મારા પ્રભુને કહ્યું, હું તારા શત્રુઓને તારા પગ તળે મૂકું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’ 45 જો દાવિદ પોતે તેને ’પ્રભુ’ કહે છે તો પછી મસીહ દાવિદનો પુત્ર કેવી રીતે હોઈ શકે? 46 કોઈ ઈસુને જવાબ આપી શકાયું નહિ, અને તે દિવસથી ઈસુને પ્રશ્ર્નો પૂછવાની કોઈની હિંમત ચાલી નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide