Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 1 - પવિત્ર બાઇબલ C.L.


ઈસુના પૂર્વજોની યાદી
( લૂક. 3:23-38 )

1 ઈસુ ખ્રિસ્તના પૂર્વજોની યાદી આ પ્રમાણે છે: તે દાવિદના વંશજ હતા, દાવિદ અબ્રાહામનો વંશજ હતો.

2 અબ્રાહામ ઇસ્હાકનો પિતા હતો. ઇસ્હાક યાકોબનો પિતા હતો. યાકોબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો.

3 યહૂદા પેરેસ અને ઝેરાનો પિતા હતો. તેમની માતાનું નામ તામાર હતું. પેરેસ હેસ્રોનનો પિતા હતો અને હેસ્રોન રામનો પિતા હતો.

4 રામ આમ્મીનાદાબનો પિતા હતો અને આમ્મીનાદાબ નાહશોનનો પિતા હતો. નાહશોન શાલ્મોનનો પિતા હતો.

5 અને શાલ્મોન બોઆઝનો પિતા હતો. બોઆઝની માતાનું નામ રાહાબ હતું. બોઆઝ ઓબેદનો પિતા હતો. ઓબેદની માતાનું નામ રૂથ હતું. ઓબેદ યિશાઈનો પિતા હતો;

6 અને યિશાઈ દાવિદ રાજાનો પિતા હતો. દાવિદ શલોમોનનો પિતા હતો. શલોમોનની માતા અગાઉ ઉરિયાની પત્ની હતી.

7 શલોમોન રહાબઆમનો પિતા હતો અને રહાબઆમ અબિયાનો પિતા હતો. અબિયા આસાનો પિતા હતો અને આસા યહોશાફાટનો પિતા હતો.

8 યહોશાફાટ યોરામનો પિતા હતો અને યોરામ ઉઝિયાનો પિતા હતો.

9 ઉઝિયા યોથામનો પિતા હતો અને યોથામ આહાઝનો પિતા હતો. આહાઝ હિઝકિયાનો પિતા હતો.

10 અને હિઝકિયા મનાશ્શેહનો પિતા હતો. મનાશ્શેહ આમોનનો પિતા હતો અને આમોન યોશિયાનો પિતા હતો.

11 યોશિયા યખોન્યા અને તેના ભાઈઓનો પિતા હતો; આ સમયે ઇઝરાયલ પ્રજાને ગુલામ તરીકે બેબિલોનમાં લઈ જવામાં આવી હતી.

12 બેબિલોનની ગુલામીમાં પ્રજાને લઈ જવામાં આવી તે પછી યખોન્યાનો પુત્ર શઆલ્તીએલ જન્મ્યો. શઆલ્તીએલ ઝરૂબ્બાબેલનો પિતા હતો.

13 ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા હતો અને અબીઉદ એલિયાકીમનો પિતા હતો. એલિયાકીમ આઝોરનો પિતા હતો અને આઝોર સાદોકનો પિતા હતો.

14 સાદોક આખીમનો પિતા હતો અને આખીમ એલીહુદનો પિતા હતો.

15 એલીહુદ એલીઆઝરનો પિતા હતો અને એલીઆઝર માથ્થાનનો પિતા હતો. માથ્થાન યાકોબનો પિતા હતો.

16 યાકોબ યોસેફનો પિતા હતો. યોસેફ મિર્યામનો પતિ હતો અને મિર્યામ ઈસુ જે ખ્રિસ્ત કહેવાયા તેમની માતા હતી.

17 આમ, અબ્રાહામથી દાવિદ સુધી ચૌદ પેઢી થાય છે, અને દાવિદના સમયથી ઇઝરાયલી પ્રજાને બેબિલોનની ગુલામીમાં લઈ જવામાં આવી ત્યાં સુધી ચૌદ પેઢી થાય છે, અને ત્યાંથી ખ્રિસ્તના જન્મ સુધી ચૌદ પેઢી થાય છે.


ઈસુ ખ્રિસ્તનો જન્મ
( લૂક. 2:1-7 )

18 ખ્રિસ્તનો જન્મ આ રીતે થયો: તેમની માતા મિર્યામની સગાઈ યોસેફ સાથે થઈ હતી. પણ તેમનો સમાગમ થયા પહેલાં તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ.

19 જેની સાથે તેની સગાઈ થઈ હતી તે યોસેફ સીધો માણસ હતો. તે મિર્યામને જાહેરમાં કલંક્તિ કરવા માગતો ન હતો. તેથી તેણે ખાનગીમાં સગાઈ તોડી નાખવાનો નિર્ધાર કર્યો.

20 જ્યારે તે આ વિષે વિચારતો હતો ત્યારે સ્વપ્નમાં પ્રભુનો દૂત તેની સમક્ષ હાજર થયો, અને તેને કહ્યું, દાવિદના વંશજ યોસેફ, મિર્યામને તારી પત્ની તરીકે સ્વીકારતાં ગભરાઈશ નહિ. કારણ, પવિત્ર આત્માની મારફતે તેને ગર્ભ રહેલો છે.

21 તે પુત્રને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે; કારણ, તે પોતાના લોકોને તેમનાં પાપમાંથી બચાવશે.

22 સંદેશવાહકની મારફતે પ્રભુએ જે જણાવ્યું હતું તે પૂર્ણ થાય માટે આ બધી બાબતો બની, એટલે,

23 કુંવારીને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ [જેનો અર્થ ઈશ્વર આપણી સાથે છે તેવો થાય છે] પાડવામાં આવશે.

24 યોસેફ જાગી ઊઠયો અને પ્રભુના દૂતના કહેવા પ્રમાણે તેણે મિર્યામ સાથે લગ્ન કર્યું,

25 પણ મિર્યામે પુત્રને જન્મ આપ્યો નહિ ત્યાં સુધી તેણે તેની સાથે સમાગમ કર્યો નહિ. યોસેફે તે પુત્રનું નામ ઈસુ પાડયું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan