Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લેવીય 12 - પવિત્ર બાઇબલ C.L.


પ્રસૂતિ પછી સ્ત્રીનું શુદ્ધિકરણ

1 પ્રભુએ મોશેને કહ્યું,

2 “તમે ઇઝરાયલી લોકોને આ પ્રમાણે કહો: જો કોઈ સ્ત્રી ગર્ભવતી થાય અને પુત્રને જન્મ આપે તો પ્રસૂતિ પછી સાત દિવસ સુધી સ્ત્રી વિધિગત રીતે અશુદ્ધ ગણાય. ઋતુસ્રાવના નિયમની જેમ જ તે અશુદ્ધ ગણાય.

3 આઠમે દિવસે પુત્રની સુન્‍નત કરવામાં આવે.

4 રક્તસ્રાવના સંબંધમાં તે સ્ત્રીનું તેત્રીસ દિવસ પછી શુદ્ધિકરણ થાય. આ દિવસો દરમ્યાન તે કોઇ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે કે પવિત્રસ્થાનમાં પણ પ્રવેશ ન કરે.

5 “જો પુત્રી જન્મે તો ચૌદ દિવસ સુધી તે ઋતુસ્રાવના સમયની માફક જ અશુદ્ધ ગણાય અને તેના રક્તસ્રાવ સંબંધી છાસઠ દિવસ પછી તેનું શુદ્ધિકરણ થાય.

6 “જ્યારે તેનાં પુત્ર કે પુત્રીના કિસ્સામાં શુદ્ધિકરણનો દિવસ આવે ત્યારે તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યજ્ઞકાર પાસે દહનબલિ તરીકે એક વર્ષનો ઘેટો અને પ્રાયશ્ર્વિતબલિ તરીકે કબૂતર કે હોલાનું બચ્ચું લાવવું.

7 યજ્ઞકાર પ્રભુને બલિદાન ચડાવી સ્ત્રીને માટે અશુદ્ધતા દૂર કરવા પ્રાયશ્ર્વિતનો વિધિ કરે એટલે સ્ત્રી તેના રક્તસ્રાવના સંબંધમાં વિધિગત રીતે શુદ્ધ થએલી ગણાય. પ્રસૂતા માટે આ નિયમ છે.

8 “જો તે સ્ત્રી ઘેટો લાવવાને સમર્થ ન હોય તો તેણે કબૂતર કે હોલાનાં બે બચ્ચાં લાવવાં: એક દહનબલિ માટે અને બીજું પ્રાયશ્ર્વિત બલિ માટે. યજ્ઞકાર તેને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે એટલે તે સ્ત્રી વિધિગત રીતે શુદ્ધ થયેલી ગણાય.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan