Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 21 - પવિત્ર બાઇબલ C.L.


લેવીવંશજોને અપાયેલાં નગરો

1 લેવી વંશના કુટુંબોના આગેવાનો યજ્ઞકાર એલાઝાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં કુટુંબોના આગેવાનો પાસે ગયા.

2 કનાન દેશના શીલોમાં તેમણે તેમને કહ્યું, “પ્રભુએ મોશે દ્વારા એવી આજ્ઞા ફરમાવી હતી કે અમારા વસવાટ માટે અમને નગરો તેમ જ અમારાં ઢોર માટે એ નગરોની આસપાસનાં ગોચર આપવાં.”

3 તેથી પ્રભુની આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ પોતાના કુળપ્રદેશોમાંથી કેટલાંક નગરો તથા તેમનાં ગોચર આપ્યાં.

4 નગરોની ફાળવણીમાં પ્રથમ પાસો લેવીવંશમાં કહાથના ગોત્રનાં કુટુંબો માટે નીકળ્યો. આરોન યજ્ઞકારના વંશના કુટુંબોને યહૂદા, શિમયોન અને બિન્યામીનના કુળપ્રદેશોમાંથી તેર નગરો ફાળવવામાં આવ્યાં.

5 કહાથના બાકીના ગોત્ર માટે એફ્રાઈમ, દાન અને પશ્ર્વિમ-મનાશ્શાના કુળપ્રદેશોમાંથી દસ નગરો ફાળવવામાં આવ્યાં.

6 ગેર્શોમના ગોત્રને ઇસ્સાખાર, આશેર, નાફતાલી અને પૂર્વ મનાશ્શાના કુળપ્રદેશોમાંથી તેર નગરો ફાળવવામાં આવ્યાં.

7 મરારી ગોત્રનાં કુટુંબોને રૂબેન, ગાદ અને ઝબુલૂનના કુળપ્રદેશોમાંથી બાર નગરો ફાળવવામાં આવ્યાં.

8 ઇઝરાયલી લોકોએ પાસા નાખીને પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા અનુસાર એ નગરો અને તેમનાં ગોચર ફાળવ્યાં.

9 યહૂદા અને શિમયોનના કુળપ્રદેશોમાંથી આપવામાં આવેલાં નગરોનાં નામ અહીં આપ્યાં છે.

10 એ નગરો લેવીવંશમાંના કહાથના ગોત્રમાં આરોનના વંશજોને આપવામાં આવ્યાં; કારણ, નગરોની ફાળવણીમાં પ્રથમ પાસો તેમનો નીકળ્યો હતો.

11 તેમને યહૂદિયાના પહાડીપ્રદેશમાં આવેલ કિર્યાથ-આર્બા (આર્બા તો અનાકનો પિતા હતો), જે હાલ હેબ્રોન કહેવાય છે તે તેની આસપાસનાં ગૌચર સહિત આપવામાં આવ્યું.

12 જો કે એ નગરમાં ખેતરો અને તેનાં ગામો તો અગાઉ યફૂન્‍નેહના પુત્ર કાલેબને તેના વસવાટ માટે આપી દેવાયાં હતાં.

13 હેબ્રોન, જે ખૂની માટેનું એક આશ્રયનગર હતું તેનાં ઉપરાંત આરોન યજ્ઞકારના વંશજોને બીજાં આ નગરો ફાળવવામાં આવ્યાં: લિબ્ના,

14 યાત્તિર, એશ્તેમોઆ,

15 હોલોન, દબીર,

16 આયિન, યૂટ્ટા અને બેથ-શેમેશ. યહૂદિયા અને શિમયોનના કુળપ્રદેશોમાંથી એ નવ નગરો તેમનાં ગોચર સહિત ફાળવવામાં આવ્યાં.

17 બિન્યામીનના કુળપ્રદેશમાંથી તેમને નગરોનાં ગોચર સહિત ચાર નગરો આપવામાં આવ્યાં: ગિબ્યોન, ગેબા,

18 અનાથોથ અને આલ્મોન.

19 આરોનવંશી યજ્ઞકારોને બધાં મળીને તેર નગરો તેમનાં ગોચર સહિત આપવામાં આવ્યાં.

20 લેવીવંશના કહાથ ગોત્રના અન્ય કુટુંબોને કેટલાંક નગરો એફ્રાઈમના કુળપ્રદેશમાંથી આપવામાં આવ્યાં.

21 તેમને ચાર નગરો આપવામાં આવ્યાં: એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવેલું શખેમ (આશ્રય નગરોમાંનું એક) તેના ગોચર સહિત, ગેમેર,

22 કિબ્સાઈમ, અને બેથ-હોરોન તેમનાં ગૌચર સહિત.

23 દાનના કુળપ્રદેશમાંથી તેમને ચાર નગરો આપવામાં આવ્યાં: એલ્તકે, ગિબ્નથોન,

24 આયાલોન, અને ગાથ-રિમ્મોન તેમનાં ગૌચર સહિત.

25 પશ્ર્વિમ મનાશ્શાના કુળપ્રદેશમાંથી તેમને બે નગરો આપવામાં આવ્યાં: તાઅનાખ અને ગાથ-રિમ્મોન તેમનાં ગોચર સહિત.

26 કહાથના ગોત્રનાં કુટુંબોને બધાં મળીને દશ નગરો તેમનાં ગૌચર સહિત મળ્યાં.

27 લેવીવંશના ગેર્શોન ગોત્રને પૂર્વ મનાશ્શામાંથી બે નગરો મળ્યાં: બાશાનમાંનું ગોલાન (આશ્રય નગરોમાંનું એક) અને બએશ્તરા તેમનાં ગોચર સહિત.

28 ઇસ્સાખારના કુળપ્રદેશમાંથી તેમને ચાર નગરો મળ્યાં: કિશોન, દાબરાથ,

29 યાર્મૂથ અને એન-ગાન્‍નીમ તેમનાં ગોચર સહિત.

30 આશેરના કુળપ્રદેશમાંથી તેમને ચાર નગરો મળ્યાં: મિશાલ, આબ્દોન,

31 હેલ્કાથ અને રહોબ તેમનાં ગોચર સહિત.

32 નાફતાલીના કુળપ્રદેશમાંથી તેમને ત્રણ નગરો મળ્યાં: ગાલીલમાં આવેલું કેદેશ (આશ્રય નગરોમાંનું એક) તેના ગોચર સહિત, હામ્મોથ-દોર, અને ર્ક્તાન તેમનાં ગોચર સહિત.

33 ગેર્શોનના ગોત્રનાં વિવિધ કુટુંબોને બધાં મળીને તેર નગરો તેમનાં ગોચર સહિત મળ્યાં.

34 લેવીના વંશના બાકીનાને એટલે મરારી ગોત્રને ઝબુલૂનના કુળપ્રદેશમાંથી ચાર નગરો મળ્યાં: યોકનઆમ, ર્ક્તા,

35 દિમ્ના અને નાહતા તેમનાં ગોચર સહિત.

36 તેમને રૂબેનના કુળપ્રદેશમાંથી ચાર નગરો મળ્યા: બેસેર, યાહાઝ,

37 કદેમોથ અને મેફાઆથ તેમનાં ગોચર સહિત.

38 ગાદના કુળપ્રદેશમાંથી તેમને ચાર નગરો મળ્યાં: ગિલ્યાદમાંનું રામોથ (આશ્રયનગરોમાંનું એક) તેનાં ગોચર સહિત, મારનાઈમ,

39 હેશ્બોન અને યામેર તેમનાં ગોચર સહિત.

40 આમ, મરારી ગોત્રને એકંદરે બાર નગરો ફાળવવામાં આવ્યાં.

41 ઇઝરાયલી લોકોએ સંપાદન કરેલા પ્રદેશમાંથી લેવીઓને એકંદરે અડતાલીસ નગરો તેમનાં ગોચર સહિત આપવામાં આવ્યાં.

42 પ્રત્યેક નગરની આસપાસ ગોચર, એમ બધાં નગરો ગોચર સહિતનાં હતાં.


ફાળવણીની સમાપ્તિ

43 આમ, ઇઝરાયલીઓના પૂર્વજોને પ્રભુએ આપેલા શપથપૂર્વકના વચન પ્રમાણે તેમણે તેમને આખો દેશ આપ્યો. તેમણે તેનો કબજો મેળવ્યો એટલે તેમાં વસવાટ કર્યો.

44 તેમના પૂર્વજોને પ્રભુએ આપેલા વચન મુજબ તેમણે તેમને આખા દેશમાં શાંતિ આપી. તેમનો કોઈ શત્રુ તેમની સામે ટક્કર ઝીલી શક્યો નહિ; કારણ, પ્રભુએ ઇઝરાયલીઓને તેમના સર્વ શત્રુઓ પર વિજય પમાડયો.

45 પ્રભુએ ઇઝરાયલના વંશજોને જે સર્વ સારાં વચનો આપ્યાં હતાં તેમાંનું એકેય નિરર્થક નીવડયું નહિ; પણ બધાં પરિપૂર્ણ થયાં.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan