Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 20 - પવિત્ર બાઇબલ C.L.


આશ્રયનગરો

1-2 પછી પ્રભુએ યહોશુઆને કહ્યું, “ઇઝરાયલીઓ સાથે વાત કરીને તેમને આમ કહે: ‘મેં મોશે દ્વારા તમને કહ્યું હતું તેમ હવે આશ્રયનગરો પસંદ કરો.

3 કોઈ માણસ કોઈકને ભૂલથી કે અજાણતાં મારી નાખે તો તે માણસ એ નગરોમાં જતો રહે અને ખૂનનું વેર લેનાર માણસથી એ રીતે બચી જાય.

4 ખૂની આવા કોઈએક નગરમાં નાસી જાય અને નગરના પ્રવેશદ્વારે ન્યાય કરવાની જગ્યાએ જઈને ત્યાંના આગેવાનોને જે કંઈ બન્યું હોય તેની સ્પષ્ટતા કરે. તે પછી તેઓ તેને નગરમાં પ્રવેશવા દે અને તેને વસવાટનું સ્થાન આપે, જેથી પેલો માણસ ત્યાં રહી શકે.

5 વેર લેનાર માણસ તેનો પીછો કરીને ત્યાં નગરમાં આવે, તો નગરના માણસોએ પેલા ખૂની માણસને સોંપી દેવો નહિ. તેઓ તેનું રક્ષણ કરે, કારણ, તેણે માણસને જાણીબૂઝીને કે ગુસ્સાથી માર્યો નથી.

6 ખૂની માણસ તેનો જાહેરમાં ન્યાય ન થાય ત્યાં સુધી અને તે સમયે જે માણસ મુખ્ય યજ્ઞકાર હોય તે મરણ પામે ત્યાં સુધી એ નગરમાં જ રહે. તે પછી તે જ્યાંથી નાસી છૂટયો હતો ત્યાં પોતાને ઘેર પાછો જાય.”

7 તેથી તેમણે યર્દનની પશ્ર્વિમ તરફ નાફતાલીના પહાડીપ્રદેશમાં ગાલીલમાં આવેલા કેદેશને, એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલા શેખેમને અને યહૂદિયાના પહાડીપ્રદેશમાં આવેલા હેબ્રોનને તે માટે અલગ કર્યાં.

8 યર્દનની પૂર્વ તરફ યરીખોની પૂર્વ તરફના રણપ્રદેશના મેદાનમાં તેમણે રૂબેનના કુળપ્રદેશમાં આવેલા બેસેરને, ગાદના કુળપ્રદેશમાં આવેલા ગિલ્યાદમાંના રામોથને અને મનાશ્શાના કુળપ્રદેશમાં આવેલા બાશાનમાંના ગોલાનને પસંદ કર્યા.

9 સમસ્ત ઇઝરાયલી લોકો અને તેમની વચમાં વસતા પરદેશીઓ માટે તે આ શ્રયનગરો પસંદ કર્યાં. કોઈ માણસ ભૂલથી કે અજાણતાથી કોઈને મારી નાખે તો ખૂનનું વેર લેનાર વ્યક્તિથી તે ત્યાં નાસી જઈને રક્ષણ પામી શકે; જ્યાં સુધી તેનો જાહેરમાં ન્યાય ન થાય ત્યાં સુધી તે માર્યો જાય નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan