યહોશુઆ 19 - પવિત્ર બાઇબલ C.L.શિમયોનના કુળને ફાળવેલો પ્રદેશ 1 ફાળવણીમાં બીજો પાસો શિમયોનના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. તેમનો વિસ્તાર યહૂદાના કુળપ્રદેશની વચમાં હતો. 2 તેમાં આ નગરોનો સમાવેશ થતો હતો: 3 બેરશેબા, શેબા, મોલાદા, હસાર-શૂઆલ, બાલા, એસેમ, 4 એલ્તોલાદ, બથૂલ, હોર્મા, 5 સિકલાગ, બેથ-મર્કાબોથ, હસાર-સૂસા, બેથ-લબાઓથ, અને શારૂહેન. 6 આસપાસનાં ગામો સહિતનાં એ તેર નગરો હતાં. 7 વળી, આયિન, રિમ્મોન, એથેર અને આશાન એ ચાર નગરો પણ તેમનાં ગામો સહિત હતાં. 8 દક્ષિણે છેક બાઆલાથ-બેર (એટલે રામા) સુધી એ નગરોની આસપાસનાં ગામોનો એમાં સમાવેશ થતો હતો. શિમયોનના કુળનાં ગોત્રોને વસવાટ કરવા માટે મળેલો એ પ્રદેશ હતો. 9 યહૂદાના કુળને ફાળવાયેલો પ્રદેશ જરૂર કરતાં વધુ મોટો હોઈ, એમાંનો કેટલોક ભાગ શિમયોનના કુળને આપવામાં આવ્યો. ઝબુલૂન કુળને ફાળવેલો પ્રદેશ 10 ફાળવણીમાં ત્રીજો પાસો ઝબુલૂનના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. તેમને મળેલો પ્રદેશ છેક સારીદ સુધી હતો. 11 ત્યાંથી તેમની સીમા પશ્ર્વિમ તરફ માસલા સુધી ગઈ અને દાબ્બેશેથની નજીક થઈને યોકનીમની પૂર્વમાં આવેલા ઝરણાં સુધી પહોંચી. 12 સારીદની બીજી તરફ એ સીમા પૂર્વમાં કિસ્લોથ-તાબોર, ત્યાંથી દાબરાથ અને આગળ યાફિયા સુધી પહોંચી. 13 તે પૂર્વમાં આગળ વધતાં વધતાં ગાથહેફેર અને એથ-કાસીન ગઈ અને ત્યાંથી નેઆહની દિશામાં રિમ્મોન તરફ ગઈ. 14 એ સીમા ઉત્તર ભાગમાં વળાંક લઈને હાન્નાથોન પહોંચી અને યફતાએલની ખીણ આગળ પૂરી થઈ. 15 તેમાં કાટ્ટાથ, નાહાલાલ, શિમ્રોન અને બેથલેહેમ હતાં. તે પ્રદેશમાં આસપાસનાં ગામો સહિતનાં બાર નગરો હતાં. 16 ઝબુલૂનના કુળનાં ગોત્રોને વસવાટ કરવા માટે મળેલા એ પ્રદેશમાં એ નગરો અને એ ગામો હતાં. ઇસ્સાખારના કુળને ફાળવેલો પ્રદેશ 17 ફાળવણીમાં ચોથો પાસો ઇસ્સાખારના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. 18 એમના વિસ્તારમાં યિભએલ, કસુલ્લોથ, શૂનેમ, 19 હફારાઈમ, શીઓન, અનાહરાથ, 20 રાબ્બીથ કિશ્યોન, એલેસ, 21 રેમેથ, એન-ગાન્નીમ, એન-હાદ્દા અને બેથ-પાસ્સેસ નગરો હતાં. 22 એમની સીમા તાબોર, શાહસુમા અને બેથશેમેશને અડકીને યર્દન નદી આગળ પૂરી થઈ. એમાં આસપાસનાં ગામો સહિતનાં સોળ નગરો હતાં. 23 ઇસ્સાખારના કુળનાં ગોત્રોને વસવાટ કરવા માટે મળેલાં એ પ્રદેશમાં એ નગરો અને ગામો હતાં. આશેરના કુળને ફાળવેલો પ્રદેશ 24 ફાળવણીમાં પાંચમો પાસો આશેરના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. 25 તેમની સરહદમાં હેલ્કાથ, હલી, બેટેન, આખ્શાફ, 26 અલ્લામ્મેલેખ, આમઆદ અને મિશઆલનો સમાવેશ થતો હતો. પશ્ર્વિમ તરફ તે સરહદ ર્કામેલ અને શિહોર-લિબ્નાથ સુધી પહોંચી. 27 તે સરહદ પૂર્વ તરફ ફંટાઈને બેથ-દાગોન ગઈ અને ઝબુલૂન તથા યફતાએલની ખીણને સ્પર્શીને ઉત્તરમાં બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી. આગળ વધીને તે ઉત્તર તરફ કાબૂલ, 28 એબ્રોન, રહોબ, હામ્મોન, કાની અને છેક સિદોન સુધી પહોંચી. 29 તે પછી તે સરહદ રામા તરફ વળીને તૂરનાં કિલ્લેબંધીવાળાં નગરો તરફ ગઈ; અને ત્યાંથી હોસા તરફ વળીને ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થઈ. તેમાં મહાલેબ, આખ્મીબ, 30 ઉમ્મા, એફેક અને રહોબ હતાં. તેમાં બાવીસ નગરો તેમની આસપાસનાં ગામો સહિત હતાં. 31 આશેરના કુળનાં ગોત્રોને વસવાટ માટે મળેલા પ્રદેશમાં એ નગરો અને ગામો હતાં. નાફતાલીના કુળને ફાળવેલો પ્રદેશ 32 ફાળવણીમાં છઠ્ઠો પાસો નાફતાલીના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. 33 તેની સરહદ હેલેફથી શરૂ થઈને સાઅનાન્નીમમાં આવેલાં એલોન વૃક્ષ સુધી ગઈ. ત્યાંથી આગળ વધીને અદામી-નેકેબ, યાબ્નએલ અને છેક લાક્કૂમ સુધી પહોંચી અને ત્યાંથી યર્દન આગળ તે પૂરી થઈ. 34 ત્યાંથી પશ્ર્વિમ તરફની સરહદ આમનોથ-તાબોર સુધી, ત્યાંથી આગળ વધીને હુક્કોક સુધી પહોંચી અને દક્ષિણમાં ઝબુલૂન, પશ્ર્વિમમાં આશેર અને પૂર્વમાં યર્દન નદીને* સ્પર્શી. 35 તેમાં કોટવાળાં નગરો આ પ્રમાણે હતાં: સિટ્ટીમ, સેર, હામ્માથ, રાક્કાથ, ક્ધિનેરેથ, 36 આદમા, રામા, હાસોર, 37 કેદેશ, એડ્રેઈ, એન-હાસોર, 38 યિરસોન, મિગ્દાલએલ, હોરેમ, બેથ-અનાથ, બેથ-શેમેથ. 39 આસપાસનાં ગામો સહિત ઓગણીસ નગરો તેમાં હતાં. નાફતાલીના કુળનાં ગોત્રોને વસવાટ માટે મળેલા પ્રદેશમાં એ નગરો અને ગામો હતાં. દાનના કુળને ફાળવેલો પ્રદેશ 40 ફાળવણીમાં સાતમો પાસો દાનના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. 41 તેમના પ્રદેશમાં આ નગરો હતાં: શોરા, એશ્તાઓ, ઈર-શેમેશ, 42 શાઅલાબ્બીન, આયાલોન, યિથ્લા, 43 એલોન, તિમ્ના, એક્રોન, 44 એલ્તકેહ, ગિબ્બથોન, બાઅલાથ, 45 યહૂદ, બનીબરાક, ગાથ- રિમ્મોન, 46 મેઆર્કોન, રાક્કોન તેમજ જોપ્પાની આસપાસનો વિસ્તાર. 47 દાનના કુળના વંશજો તેમનો પ્રદેશ ગુમાવી બેઠા ત્યારે તેમણે લાઈશ જઈને તેના પર હુમલો કર્યો. તેમણે તે નગરને કબજે કરી ત્યાંના લોકોને મારી નાખ્યા અને તે નગરને પોતાનું વતન કરી લઈ તેમાં વસ્યા. પોતાના પૂર્વજ દાનના નામ પરથી તેમણે તે નગરનું નામ દાન પાડયું. 48 દાનના કુળનાં ગોત્રોને વસવાટ માટે મળેલા પ્રદેશમાં એ નગરો અને ગામો હતાં. પ્રદેશની છેલ્લી ફાળવણી 49 ઇઝરાયલી લોકો દેશની સીમાવાર ફાળવણી કરી રહ્યા એટલે તેમણે નૂનના પુત્ર યહોશુઆને દેશનો કેટલોક ભાગ તેના પોતાના વસવાટ માટે ફાળવી આપ્યો. 50 પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે તેની માગણી મુજબનું નગર એટલે, એફ્રાઈમના પહાડીપ્રદેશમાં તિમ્નાથ-સેરા આપ્યું. યહોશુઆએ તે નગરને ફરીથી બાંધ્યું અને ત્યાં તેમાં વસવાટ કર્યો. 51 એલાઝાર યજ્ઞકાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં ગોત્રોના આગેવાનોએ શીલોમાં મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ પાસા નાખવા દ્વારા પ્રભુની સલાહ મેળવીને દેશના વિવિધ ભાગોની ફાળવણી કરી. આમ, તેમણે દેશની વહેંચણી કરી લીધી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide