યહોશુઆ 15 - પવિત્ર બાઇબલ C.L.યહૂદાના કુળને ફાળવેલો પ્રદેશ 1 યહૂદાના કુળના વંશજોને ગોત્રવાર દેશનો જે ભાગ મળ્યો તે આ પ્રમાણે છે: એમના પ્રદેશની દક્ષિણ સરહદ સદોમની સરહદની નજીક સીનના રણપ્રદેશના દક્ષિણના સૌથી દૂરના છેડા સુધી પહોંચતી હતી. 2-3 આ દક્ષિણની સરહદ મૃત સરોવરના દક્ષિણ છેડાથી દક્ષિણ તરફ આક્રાબીમના ઘાટમાં થઈને સીન તરફ જતી હતી. તે કાદેશ-બાર્નિયાની દક્ષિણથી શરૂ થઈ હેસ્રોન વટાવીને આદાર સુધી જઈને ર્ક્કા તરફ વળતી હતી. 4 ત્યાંથી તે આસ્મોન સુધી પહોંચી ઇજિપ્તની સરહદે આવેલા વહેળાને માર્ગે ભૂમધ્ય સમુદ્ર સુધી ગઈ અને ત્યાં તે પૂરી થઈ. એ તો યહૂદાના કુળપ્રદેશની દક્ષિણ સરહદ હતી. 5 પૂર્વ તરફની સરહદ મૃત સરોવરની હતી અને યર્દનનાં પાણી જ્યાં મૃત સરોવરમાં ઠલવાય છે ત્યાં તે પૂરી થતી હતી. ઉત્તર તરફની સરહદ પણ ત્યાં યર્દનના મુખથી શરૂ થતી હતી; 6 ત્યાંથી તે બેથ-હોગ્લા સુધી પહોંચી અને ઉત્તર બાજુએ બેથ-અરાબા તરફ આગળ વધી અને ત્યાંથી રૂબેનના પુત્ર બોહાનની શિલા તરફ ગઈ. 7 તે સીમા ત્યાંથી આખોરની ખીણમાં થઈને દબીર સુધી અને ઉત્તરમાં ગિલ્ગાલ તરફ વળી. જ્યાં તે ખીણની દક્ષિણ બાજુમાં આવેલા અદુમ્મીસના ઘાટ સામે છે. તે સીમા ત્યાંથી એન-શેમેશનાં ઝરણાં સુધી ગઈ અને એન-રોગેલ આગળ બહાર નીકળી. 8 ત્યાંથી તે જ્યાં યબૂસીઓનું શહેર યરુશાલેમ આવેલું છે ત્યાં પર્વતની દક્ષિણ બાજુએ હિન્નોમની ખીણમાં થઈને પસાર થઈ. તે સીમા હિન્નોમની ખીણની પશ્ર્વિમ તરફ આવેલા પર્વતની ટોચે બહાર નીકળીને રફાઈઓની ખીણના ઉત્તર છેડા સુધી પહોંચી. 9 ત્યાંથી તે નેફતોઆહનાં ઝરણાં સુધી જઈને એફ્રોન પર્વતનાં શહેરો પાસે નીકળી. ત્યાંથી તે બાઅલા (એટલે કિર્યાથ-યઆરીમ) તરફ વળી, 10 જ્યાંથી તે બાઅલાની પશ્ર્વિમે ચકરાવો ખાઈને અદોમના પહાડીપ્રદેશ તરફ, અને ત્યાંથી યઆરીમની (એટલે ક્સાલોન) ઉત્તર બાજુએ ગઈ અને બેથ-શેમેશ સુધી નીચે ઊતરી અને તિમ્નાને બાજુ પર રાખી આગળ વધી. 11 તે સીમા ત્યાંથી નીકળીને એક્રોનની ઉત્તરે આવેલા પર્વત સુધી પહોંચી, શિક્કેરોન તરફ વળાંક લઈ બાઅલા પર્વતની બાજુ પર થઈને આબ્નએલ તરફ ગઈ અને ભૂમધ્ય સમુદ્ર પાસે પૂરી થઈ. 12 ભૂમધ્ય સમુદ્ર તેની પશ્ર્વિમની સરહદ હતો. યહૂદાના વંશજોને તેમના ગોત્ર પ્રમાણે જે પ્રદેશ મળ્યો તેની ચારે બાજુની એ સરહદ હતી. કાલેબ હેબ્રોન અને દબીર જીતી લે છે ( ન્યાયા. 1:11-15 ) 13 પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે યહૂદાના કુળપ્રદેશનો એક ભાગ યહૂદાના કુળના વંશજોમાં યફૂન્નેહના પુત્ર કાલેબને આપવામાં આવ્યો હતો. અનાકના પિતા આર્બાનું નગર હેબ્રોન તેને ભાગે આવ્યું હતું. 14 કાલેબે અનાકના વંશજોમાંના શેશાય, અહિમાન અને તાલ્માય ગોત્રના લોકોને તે નગરમાંથી હાંકી કાઢયા. 15 ત્યાંથી જઈને તેણે દબીરના રહેવાસીઓ પર હુમલો કર્યો. (દબીરને પહેલાં કિર્યાથ-સેફેર કહેતા હતા). 16 કાલેબે કહ્યું, “કિર્યાથ સેફેર પર ચડાઈ કરી તેને જીતી લેનાર સાથે હું મારી પુત્રી આખ્સાનાં લગ્ન કરાવીશ.” 17 કાલેબના ભાઈ કનાઝના પુત્ર ઓથ્નીએલે નગરને કબજે કર્યું, તેથી કાલેબે પોતાની પુત્રી આખ્સાનાં લગ્ન તેની સાથે કરાવ્યાં. 18 લગ્નને દિવસે તેણે તેને તેના પિતા પાસેથી ખેતરની માગણી કરવા જણાવ્યું. તેથી તે ગધેડા પરથી ઊતરી પડી. તેથી કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?” 19 તેણે જવાબ આપ્યો, “મારા પ્રત્યે મહેરબાની દાખવો; તમે મને નેગેબના સૂકા પ્રદેશમાં જમીન આપી છે તેથી મને પાણીનાં ઝરણાં પણ આપો.” તેથી કાલેબે તેને ઊંચાણનાં અને નીચાણનાં ઝરણાં આપ્યાં. યહૂદાના કુળ પ્રદેશનાં નગરો 20 યહૂદાના કુળના વંશજોને તેમનાં ગોત્ર પ્રમાણે મળેલો પ્રદેશ આ છે. 21 અદોમની સરહદ નજીકના દક્ષિણના સૌથી છેવાડા ભાગમાં આવેલાં નગરો આ પ્રમાણે છે: કાબ્સએલ, એદેર, યાગૂર; 22-23 કીના, દીમોના, અદાદા, કેદેશ, હાસોર, ઈથ્નાન, 24 ઝીફ, ટેલેમ, બેઆલોથ; હાસોર-હદાત્તાહ, કરીયોથ હેસ્રોન (એટલે હાસોર); 25-26 અમામ, શમા, મોલાદા, 27 હસાર-ગાદ્દા, હેશ્મોન, બેથ-પેલેટ; 28 હસાર-શૂઆબ, બેર-શેબા, બિઝયોથ્યા; 29 બાઅલા, ઈયીમ, એસેમ; 30-31 એલ્તોલાદ, ક્સીલ, હોર્મા; 31સિકલાગ, માદમાન્ના, સાન્સાન્ના; 32 લબાઓથ, શિલ્હીમ, આયિન, રિમ્મોન. આ સર્વ નગરો તેમનાં ગામો સહિત એકંદરે ઓગણત્રીસ હતાં. 33 તળેટીના પ્રદેશમાં એશ્તાઓલ, સોરા, આશ્ર્ના; 34 ઝાનોઆ, એનગાન્નીમ, તાપ્પૂઆ, એનામ, 35 યાર્મૂથ, અદુલ્લામ, સોખો, અઝેકા, 36 શાઅરાઈમ, અદીથાઈમ, ગદેરા અને ગદરોથાઈમ; એ ચૌદ નગરો તેમનાં ગામો સહિત. 37 સનાન, હદાશા, મિગ્દાલ-ગાદ; 38 દિલઆન, મિસ્પેહ, 39 યોક્તએલ; લાખી, બોસ્કાથ, એગ્લોન, 40 કાબ્લોન, લાહમામ, કિથ્લીશ, 41 ગદેરોથ, બેથ-દાગોન, નાઅમા, માક્કેદા; એ સોળ નગરો તેમનાં ગામ સહિત. 42 લિબ્ના, એથેર, આશાન; 43 યફતા, આશ્ર્ના, નેસીબ; કઈલા, આખ્ઝીબ મારેશા; 44 એ નવ નગરો તેમનાં ગામ સહિત. 45 એક્રોન પણ તેનાં નગરો અને ગામો સહિત હતું. 46 વળી, એક્રોનથી ભૂમધ્ય સમુદ્ર સુધી આશ્દોદ નજીકનાં સર્વ નગરો તથા ગામો હતાં. 47 ઇજિપ્તની સરહદ પરના વહેળા સુધી અને ભૂમધ્ય સમુદ્રના કિનારા સુધી આશ્દોદ તથા ગાઝા તેમજ તેમનાં નગરો તથા ગામો હતાં. 48-49 પહાડી પ્રદેશમાં આવેલાં શામીર, યાત્તીર અને સોખો; દાન્ના અને કિર્યાથ-સાન્ના (એટલે દબીર); 50 અનાલ, એશ્તમોહ, આનીમ; 51 ગોશેન, હોલોન, ગીલોહ; એ અગિયાર નગરો તેમનાં ગામો સહિત. 52 અરાબ, દૂમા, એશઆન; 53 યાનીમ, બેથ-તાપ્પૂઆ અફેકા; 54 હમ્ટા, કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન), સીઓર; એ નવ નગરો તેમનાં ગામો સહિત. 55 માઓન, ર્કામેલ, ઝીફ અને યૂટ્ટા; 56 યિભએલ, યોકદઆમ, ઝાનોઆ. 57 કાઈન, ગિબયા અને તિમ્ના; એ દશ નગરો તેમનાં ગામો સહિત. 58 હાલ્હૂલ, બેથ-શૂર, ગદોર 59 માઅરાથ, બેથ-અનોથ, એલ્તકોન; એ છ નગરો તેમનાં ગામો સહિત. 60 કિર્યાથ-બઆલ (એટલે કિર્યાથ- યઆરીમ) અને રાબ્બા; એ બે નગરો તેમનાં ગામો સહિત. 61 રણપ્રદેશમાં બેથ-અરાબા, મિદ્યોન, સખાખા; 62 નિબ્શાન, ક્ષાર-નગર અને એન-ગેદી; એ છ નગરો તેમનાં ગામો સહિત. 63 પણ યહૂદાના વંશજો યરુશાલેમમાંથી ત્યાંના મૂળ રહેવાસીઓ યબૂસીઓને હાંકી કાઢી શક્યા નહિ; તેથી આજ સુધી યબૂસીઓ ત્યાં યહૂદાના વંશજો સાથે રહ્યા છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide