Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 12 - પવિત્ર બાઇબલ C.L.


યર્દનની પૂર્વ તરફ મોશેએ હરાવેલા રાજાઓ

1 ઇઝરાયલના લોકોએ યર્દનના પૂર્વ કાંઠા તરફ અરાબાના આખા પૂર્વપ્રદેશ સહિત આર્નોનની ખીણથી ઉત્તરમાં છેક હેર્મોન સુધીનો સમગ્ર પ્રદેશ જીતી લઈ તેમાં વસવાટ કર્યો હતો. એ પ્રદેશના જે બે રાજાઓને તેમણે હરાવ્યા તે આ પ્રમાણે છે:

2 એક તો હેશ્બોનમાં રહીને રાજ કરતો અમોરી રાજા સિહોન હતો. તેના રાજ્યમાં અર્ધા ગિલ્યાદનો, એટલે, આર્નોનની ખીણને કિનારે આવેલ અરોએરથી એ ખીણની મધ્યમાં આવેલા શહેરમાં* થઈને છેક યાબ્બોક નદી એટલે આમ્મોનીઓની સરહદ સુધી સમાવેશ થતો હતો.

3 એમાં અરાબાના પ્રદેશથી પૂર્વમાં ગાલીલ સરોવર અને ત્યાંથી દક્ષિણે મૃત સમુદ્રની પૂર્વ તરફ બેથ-યશીમોથ અને ત્યાંથી પિસ્ગા પર્વતના ઢોળાવની તળેટી સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો.

4 રફાઇઓના બાકી રહેલા રાજાઓમાંના બાશાનના રાજા ઓગને પણ તેમણે પરાજિત કર્યો. તે આશ્તારોથ તથા એડ્રેઈમાં રહીને રાજ કરતો હતો.

5 તેના રાજ્યમાં હેર્મોન પર્વત, સાલખા અને છેક ગશૂર અને માઅખાની સરહદ સુધીનો સમગ્ર બાશાનનો પ્રદેશ તેમજ હેશ્બોનના રાજા સિહોનના રાજ્યની સરહદ સુધી અર્ધા ગિલ્યાદનો સમાવેશ થતો હતો.

6 આ બન્‍ને રાજાઓને મોશે તથા ઇઝરાયલના લોકોએ હરાવ્યા. પ્રભુના સેવક મોશેએ એ રાજાઓનો પ્રદેશ રૂબેન અને ગાદનાં કુળોને તથા મનાશ્શાના અર્ધાકુળને વતન તરીકે આપ્યો હતો.


યર્દનની પશ્ર્વિમ તરફ યહોશુઆએ હરાવેલા રાજાઓ

7 યહોશુઆ અને ઇઝરાયલના લોકોએ લબાનોનની ખીણમાં આવેલા બઆલ- ગાદથી માંડીને સેઈર નજીકના હાલક પર્વત સુધી યર્દનની પશ્ર્વિમ કાંઠાના પ્રદેશના બધા રાજાઓને હરાવ્યા. યહોશુઆએ એ પ્રદેશની કુળવાર વહેંચણી કરીને તેમને તે કાયમી વતન તરીકે આપ્યો.

8 એમાં પહાડીપ્રદેશ, પશ્ર્વિમનો તળેટીનો પ્રદેશ, અરાબાનો પ્રદેશ, પૂર્વના ઢોળાવનો પ્રદેશ અને દક્ષિણના સૂકા પ્રદેશનો સમાવેશ થતો હતો. એ પ્રદેશો હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓનું વતન હતું.

9 ઇઝરાયલી લોકોએ નીચે જણાવેલ રાજાઓને હરાવ્યા: યરીખોનો રાજા,

10 બેથેલ નજીકના આયનો રાજા, યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા,

11 યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા,

12 એગ્લોનનો રાજા, ગેઝેરનો રાજા,

13 દબીરનો રાજા, ગેદેરનો રાજા.

14 હોર્માનો રાજા, આરાદનો રાજા,

15 લિબ્નાનો રાજા, અદુલ્લામનો રાજા,

16 મારકેદાનો રાજા, બેથેલનો રાજા,

17 તાપ્પુઆનો રાજા, હેફેરનો રાજા,

18 એફેકનો રાજા, લાશારોનનો રાજા

19 માદોનનો રાજા, હાસોરનો રાજા,

20 શિમ્રોન મેરોનનો રાજા, આખ્સાફનો રાજા,

21 તાઅનાખનો રાજા, મગિદ્દોનો રાજા,

22 કેદેશનો રાજા, ર્કામેલમાં આવેલાં યોકનઆમનો રાજા,

23 સમુદ્રકાંઠા પરના દોરનો રાજા. ગાલીલમાં આવેલા ગોઈમનો રાજા,

24 અને તિર્સાનો રાજા - એ સર્વ મળીને એકત્રીસ રાજાઓને હરાવ્યા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan