Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યૂના 4 - પવિત્ર બાઇબલ C.L.


ક્રોધ કે કૃપા

1 તેથી યોના ખૂબ જ નારાજ થયો ને તેને ગુસ્સો ચઢયો.

2 તેણે પ્રભુને પ્રાર્થના કરી: “હે પ્રભુ, હું મારા દેશમાં હતો ત્યારે જ મેં નહોતું કહ્યું કે તમે આવું જ કરશો. તેથી તો મેં તાર્શીશ નાસી જવા મારાથી બનતું બધું કર્યું હતું. મને ખબર હતી કે તમે કૃપાળુ અને પ્રેમાળ ઈશ્વર છો. તમે સદા ધીરજવાન અને ભલા છો અને શિક્ષા માંડી વાળવાને તત્પર છો.

3 તેથી હે પ્રભુ, મારો જીવ લઈ લો; મારે જીવવા કરતાં મરવું સારું છે.”

4 પ્રભુએ તેને કહ્યું, “તું આમ ગુસ્સે થાય છે તે વાજબી છે?”

5 પછી યોના શહેર બહાર પૂર્વમાં જઈને બેઠો. ત્યાં પોતાને માટે માંડવો બાંધીને શહેરનું શું થાય છે તે જોવા તેની છાયામાં બેઠો.

6 યોનાને થોડી શીતળ છાયા મળે અને એમ તેની બેચેની દૂર થાય માટે પ્રભુએ એરંડી ઉગાવી. યોના તેનાથી ખૂબ ખુશ થયો.

7 પણ બીજે દિવસે વહેલી સવારે ઈશ્વરે એક કીડો ઉત્પન્‍ન કર્યો કે જેણે પેલી એરંડી કરડી ખાધી, એટલે એરંડી ચિમળાઈ ગઈ.

8 દિવસ ચડતાં ઈશ્વરે પૂર્વનો ગરમ વાયુ ફૂંકાવા દીધો. યોનાના માથા પર સૂર્યનો સખત તાપ લાગતાં તે બેહોશ જેવો થઈ ગયો અને તેણે મોત માગ્યું. તે બોલ્યો, “મારે જીવવા કરતાં મરવું સારું છે.”

9 પણ પ્રભુએ તેને પૂછયું, “એરંડી અંગેનો તારો ગુસ્સો વાજબી છે?” યોનાએ કહ્યું, “ગુસ્સે થવાથી મારું મોત પણ થાય તો ય મને તે વાજબી લાગે છે!”

10 પ્રભુએ તેને કહ્યું, “આ એરંડી એક રાતમાં ઊગી અને બીજી રાતે નાશ પામી. તેં તેને રોપી નહોતી કે ન તો તેને માટે કંઈ મહેનત કરી, છતાં તને તેના પર દયા આવે છે.

11 તો પછી આ મહાનગરી નિનવેમાં વસતા એક લાખ વીસ હજાર કરતાં પણ વધુ અબુધ લોકો અને અસંખ્ય પ્રાણીઓ પર મને દયા ન આવે?”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan