Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 27 - પવિત્ર બાઇબલ C.L.


યોબનું વક્તવ્ય

1 યોબે ફરીથી પોતાનો સંવાદ જારી રાખતાં કહ્યું:

2 “જીવંત ઈશ્વરના સોગંદ, તેમણે મારો હક્ક છીનવી લીધો છે, અને સર્વસમર્થે મારું દિલ દુભાવ્યું છે.

3 જ્યાં સુધી મારા જીવમાં જીવ છે અને મારી નાસિકામાં ઈશ્વરદત્ત શ્વાસ ફૂંક્તો હશે,

4 ત્યાં સુધી મારા હોઠ જૂઠાણું ઉચ્ચારશે નહિ, અને મારી જીભ કપટનો હરફ પણ ઉચ્ચારશે નહિ.

5 ઈશ્વર એવું થવા ન દો કે હું તમને સાચા ઠરાવું, એથી ઊલટું, હું નિર્દોષ છું એવા મારા દાવાને મરતાં સુધી વળગી રહીશ.

6 હું નિર્દોષ છું એ વાત પકડી રાખીશ અને તેને છોડી દઈશ નહિ, મારી જિંદગીમાં કોઈ દિવસ મારો અંતરાત્મા ડંખ્યો નથી.

7 મારા શત્રુઓ દુર્જનનો અંજામ પામે, અને મારા વિરોધીઓ અપરાધીની સજા ભોગવે!

8 ઈશ્વર અધર્મીનો અંત આણે, અને તેનો જીવ ઉઠાવી લે ત્યારે તેને માટે શી આશા હોય છે?

9 તેના પર સંકટ તૂટી પડે, ત્યારે શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે?

10 ત્યારે શું તે સર્વસમર્થમાં આનંદ માણશે અને ઈશ્વર પ્રત્યે પ્રાર્થના સર્વદા જારી રાખશે?

11 હું તમને ઈશ્વરના સામર્થ્ય વિષે શીખવીશ, સર્વસમર્થની યોજના હું તમારાથી છુપાવીશ નહિ.

12 સાચે જ તમે બધાએ ઈશ્વરનું કાર્ય નિહાળ્યું છે, છતાં તમે વાહિયાત વાત કેમ કરો છો?”


સોફારનું વક્તવ્ય

13 “ઈશ્વર પાસેથી દુષ્ટોને આ પ્રમાણે બદલો મળે છે, અને સર્વસમર્થ પાસેથી જુલમગારો આ વારસો પામે છે:

14 દુર્જનોની સંતતિ વધે તો પણ તે તલવારથી માર્યા જશે, અને તેમનાં સંતાનોને પેટભર ભોજન પણ મળશે નહિ.

15 તેમના બાકી રહેલા વંશવારસો મરકીથી દટાશે, અને તેમની વિધવાઓ તેમને માટે વિલાપ કરશે નહિ.

16 જો કે તેઓ ધૂળની જેમ ચાંદીના ઢગલા કરે, અને માટીની જેમ પોશાકોના ઢગ બનાવે.

17 તોપણ નેક જનો જ તે પોશાકો પહેરશે, અને નિર્દોષ લોકો એ ચાંદી વહેંચી લેશે.

18 દુષ્ટો ઘરો તો બાંધે પણ તે કરોળિયાનાં જાળાં જેવાં હશે, અને ચોકીદાર પોતાને માટે કામચલાઉ ઝૂંપડું બાધે તેવાં હશે.

19 એ પથારીમાં સૂઈ જાય છે ત્યારે ધનવાન હોય છે, પણ તે એટલી જ વાર; કારણ, જ્યારે તે આંખ ઉઘાડે છે, ત્યારે બધું ધન લોપ થઈ ગયું હોય છે.

20 દિવસે પૂરની પેઠે આતંક આવી પડે છે અને બધું લૂંટી જાય છે, અને રાત્રે વાવાઝોડું તેમનું ધન ચોરી જાય છે.

21 પૂર્વનો વાયુ તેમને તેમનાં ઘરમાંથી ઉખાડી નાખશે, અને તેમને ઉઠાવીને દૂર દૂર ફેંકી દેશે.

22 તે તેમને નિર્દય રીતે ફંગોળશે, અને તેના હાથમાંથી છટકવા તેઓ મરણિયા પ્રયત્નો કરશે.

23 તે તેમની વિરુદ્ધ તાળી લેશે, અને પોતાના સ્થાનેથી તેમની સામે સુસવાટા મારે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan