અયૂબ 25 - પવિત્ર બાઇબલ C.L.બિલ્દાદનું વક્તવ્ય 1 તે પછી બિલ્દાદ શૂહીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું; 2 “ઈશ્વર સર્વશક્તિમાન છે, સૌ તેમનો આદરયુક્ત ભય રાખે; તે પોતાનાં સર્વોચ્ચ સ્થાનોમાં શાંતિ પ્રવર્તાવે છે. 3 તેમનાં સ્વર્ગી સૈન્યોની કોઈ ગણતરી છે? તેમનો પ્રકાશ કોના પર પથરાતો નથી? 4 તો ઈશ્વર સમક્ષ કોઈ માણસ કેવી રીતે નિર્દોષ ઠરી શકે? કયો સ્ત્રીજન્ય તેમની દષ્ટિમાં વિશુદ્ધ સાબિત થાય? 5 ઈશ્વરની દષ્ટિમાં તો ચંદ્ર પણ નિસ્તેજ છે, અને તારાઓ પણ નિર્મળ નથી. 6 તો પછી ઈયળસમાન મનુષ્ય અને કીડાસમાન માણસની શી વિસાત?” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide