Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 23 - પવિત્ર બાઇબલ C.L.


યોબનું વક્તવ્ય

1 તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું,

2 “આજે પણ મારી ફરિયાદ વિદ્રોહભરી છે; કારણ, હું કણસું છું તો પણ તે મને કચડે છે.

3 ઈશ્વરને ક્યાં શોધવા એ હું જાણતો હોત તો કેવું સારું! તો તો હું તેમના આસને પહોંચી,

4 તેમની સમક્ષ મારો દાવો ક્રમશ: રજૂ કરત, અને દલીલોથી મારું મોં ભરી દેત.

5 તે મને કેવા શબ્દોમાં ઉત્તર આપે છે તેની ખબર પડત, અને તે શું કહે છે તેની સમજ પડત.

6 શું ઈશ્વર પોતાના પૂરા જોરથી મારી સાથે વિવાદ કરત? ના, ના, તે તો જરૂર મારી વાત લક્ષમાં લેત.

7 ત્યાં તેમની સમક્ષ પ્રામાણિક માણસ ચર્ચા કરી શકે છે, અને તેથી હું મારા ન્યાયાધીશની સમક્ષ કાયમને માટે નિર્દોષ ઠરત.

8 મેં પૂર્વમાં તેમની તપાસ કરી, પણ ઈશ્વર ત્યાં નથી, પશ્ર્વિમમાં ગયો, પણ તેમનો અણસાર મળ્યો નથી;

9 ઉત્તરમાં શોધું, તોપણ તે ત્યાં દેખાતા નથી; દક્ષિણમાં ફરી વળું પણ તે મને જડતા નથી.

10 પરંતુ ઈશ્વર તો મારી ચાલચલગત બરાબર જાણે છે, અને તે મારી ક્સોટી કરશે ત્યારે હું સોનાની જેમ ચળકી ઊઠીશ.

11 હું તેમને પગલે પગલે જ ચાલ્યો છું, અને તેમના માર્ગમાંથી આમતેમ ભટકી ગયો નથી.

12 તેમના મુખની આજ્ઞાઓ મેં તરછોડી નથી. તેમના મુખના શબ્દો મેં મારા અંતરમાં ખજાનાની જેમ સંઘર્યા છે.

13 તે નિર્ણય લે તો કોણ બદલી શકે? તે જે ચાહે છે, તે જ તે કરે છે.

14 પછી તે મારે માટે ઠરાવેલો ચુકાદો જાહેર કરશે; એમના મનમાં તો એવી ઘણી બાબતો સંઘરેલી હશે.

15 તેથી તો તેમની રૂબરૂ જવાની વાતથી હું ભયભીત થાઉં છું, અને એ વિષે વિચારું છું ત્યારે ધ્રૂજી ઊઠું છું.

16 ઈશ્વરે મારા દિલને હતાશ કરી દીધું છે, અને સર્વસમર્થે મને ગભરાવ્યો છે.

17 ઘોર અંધકારે મારા ચહેરાને ઢાંકી દીધો છે, તેમ છતાં અંધકારે મને નષ્ટ કર્યો નથી!”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan