Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 17 - પવિત્ર બાઇબલ C.L.

1 “મારો આત્મા ભાંગી પડયો છે; મારા દિવસો પૂરા થયા છે; મારે માટે કબર તૈયાર છે.

2 મારી આસપાસ માત્ર મજાક કરનારા છે, મારી આંખો તેમની ખીજવણી પર સતત મંડાયેલી છે.

3 હે ઈશ્વર, હવે તો તમે જ મારા જામીન બનો; કારણ, તમારા વિના બીજું કોણ મારો જામીન થવા તૈયાર થશે?

4 તમે મારા મિત્રોની વિચારશક્તિ હરી લીધી છે, તેથી હવે તેમને મારા પર વિજય પામવા દેશો નહિ.

5 ‘જે પોતાના લાભ માટે મિત્રોને દગો દે છે, તેનાં સંતાનો પણ આંખો ગુમાવે છે.’

6 લોકોમાં હું કહેવતરૂપ થઈ પડયો છું; સૌ જેની સામે થૂંકે એવો હું તિરસ્કારપાત્ર થઈ પડયો છું.

7 મારી આંખો વેદનાથી ઝાંખી થઈ છે, અને મારા સર્વ અવયવો પડછાયા જેવા બન્યા છે.

8 પ્રામાણિકજનો એ જોઈને આઘાત પામે છે, અને નિર્દોષ લોકો અધર્મીઓ પ્રત્યે ઉશ્કેરાય છે.

9 પરંતુ નેકજનો પોતાના માર્ગને વળગી રહે છે અને શુદ્ધ હાથવાળા ઉત્તરોત્તર બળવાન થાય છે.

10 હે મારા મિત્રો, તમે બધા ભલે પાછા આવો; તમારામાં મને એકે ય જ્ઞાની જણાશે નહિ.

11 મારા દિવસો પૂરા થયા છે, મારી યોજનાઓ પડી ભાંગી છે, મારા દયની ઝંખનાઓ નષ્ટ થઈ છે.

12 મારા મિત્રો રાત્રિને દિવસમાં પલટી નાખવા ચાહે છે, અને તેઓ કહે છે, ‘હવે અંધકાર અલોપ થશે, અને પ્રકાશ નજીક છે.’

13 પરંતુ મૃત્યુલોક શેઓલ જ મારું ઘર બને એવી આશા મેં રાખી હોય, અને મેં મારું બિછાનું અંધકારમાં જ બિછાવ્યું હોય;

14 જો મેં કબરને ‘તમે મારા પિતા છો’, એમ કહ્યું હોય, અને કીડાને મારી મા અથવા બહેન માની લીધાં હોય,

15 તો પછી મારી આશા ક્યાં રહી? મારી આબાદી કોણ જોશે?

16 શું મારી આશા ય મૃત્યુલોકમાં ઊતરી જશે? શું અમે બન્‍ને સાથે ધૂળમાં મળી જઈશું?”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan