યર્મિયા 12 - પવિત્ર બાઇબલ C.L.યર્મિયા પ્રભુને ફરિયાદ કરે છે 1 હે પ્રભુ, તમે ન્યાયી છો; હું તમારી સામે ફરિયાદ કરું તોય તમે જ સાચા ઠરવાના છો, છતાં અમુક બાબતો સંબંધી હું તમારી સાથે વિવાદ કરવા ચાહું છું. શા માટે દુષ્ટો આબાદ થાય છે, અને કપટી માણસો સુખી થાય છે? 2 તમે તેમને રોપો છો, અને તેઓ જડ નાખે છે, તેઓ વૃદ્ધિ પામીને ફળવંત થાય છે. તેમને મુખે તમારું નામ હોય છે, પણ તેમના મનથી તમે દૂર હો છો! 3 પરંતુ હે પ્રભુ, તમે મને ઓળખો છો અને મારું આચરણ જુઓ છો, અને મારા દયના વિચારોની પારખ કરો છો; ક્તલખાને લઈ જવાતા ઘેટાંની જેમ તેમને ઘસડી જાઓ; ક્તલના દિવસને માટે તેમને અલગ કરો. 4 ક્યાં સુધી અમારો દેશ સૂકોભઠ રહેતાં ગમગીન રહેશે, અને બધાં ખેતરોનું ઘાસ ચીમળાઈ જશે? પ્રાણીઓ અને પક્ષીઓ નષ્ટ થઈ રહ્યાં છે, કારણ, આ દેશના લોકો દુષ્ટ છે. તેઓ કહે છે કે, ‘અમે શું કરીએ છીએ એ ઈશ્વર ક્યાં જુએ છે?’ 5 પ્રભુએ ઉત્તર આપ્યો, “હે યર્મિયા, જો તું માણસો સાથેની શરતદોડમાં થાકી જાય છે, તો પછી તું ઘોડાઓ સાથે કઈ રીતે હરીફાઈ કરી શકે? જો તું સલામત પ્રદેશમાં નિર્ભય રહી શક્તો નથી, તો યર્દન નદીની ગીચ ઝાડીમાં તારું શું થશે? 6 જો તારા જાતભાઈઓએ અને તારા કુટુંબીજનોએ તને દગો દીધો છે; તેઓ તારી પીઠ પાછળ તારી વિરુદ્ધ અતિશય નિંદા કરે છે. જો કે તેઓ તારી સામે મીઠી વાતો કરે, તો પણ તું તેમનો ભરોસો રાખીશ નહિ.” પોતાના લોક માટે પ્રભુની લાગણી 7 પ્રભુ કહે છે, “મેં મારો દેશ ઇઝરાયલ છોડી દીધો છે, મારા વારસા સમી પ્રજાનો ત્યાગ કર્યો છે, અને મારી પ્રાણપ્રિય પ્રજાને તેના શત્રુઓના હાથમાં સોંપી દીધી છે. 8 મારા વારસા સમી મારી પ્રજાએ જંગલમાંના સિંહની જેમ મારી વિરુદ્ધ ગરજીને મને પડકાર્યો છે. તેથી હું તેને ધિક્કારું છું. 9 શું મારી પસંદ કરેલી પ્રજા રંગબેરંગી પક્ષી જેવી છે કે શિકારી પક્ષીઓ તેની આસપાસ ઊડયા કરે છે? જાઓ, સર્વ માંસાહારી પશુઓને એકઠાં કરો, કે તેઓ તેની મિજબાની ઉડાવે! 10 ઘણા વિદેશી રાજર્ક્તાઓએ ભરવાડોની જેમ મારી દ્રાક્ષવાડી ભેલાડી છે, તેમણે મારાં ખેતરોને ખૂંદયા છે, તેમણે મારા રળિયામણા દેશને ખેદાનમેદાન કરી નાખ્યો છે. 11 તેમણે તેને ઉજ્જડ કરી દીધો છે. આખો દેશ ઉજ્જડ થઈને મારી સમક્ષ ઝૂરે છે સમગ્ર ભૂમિ વેરાન બની છે, અને કોઈ તેની કાળજી રાખતું નથી. 12 વેરાનપ્રદેશના ઉચ્ચપ્રદેશમાં થઈને વિનાશકો ચઢી આવ્યા છે. સમગ્ર દેશનો નાશ કરવા મેં યુદ્ધ લાદયું છે અને કોઈ કહેતાં કોઈને શાંતિ નથી. 13 મારા લોકે ઘઉં વાવ્યા, પણ કાંટાં લણ્યા છે! તેમણે કઠોર પરિશ્રમ કર્યો, પણ કશું પાકયું નથી! મારા ઉગ્ર કોપને લીધે ફસલ નિષ્ફળ ગઈ છે, તેથી તેઓ હતાશ બન્યા છે.” પડોશી પ્રજાઓને પ્રભુનું શરતી વચન 14 ઇઝરાયલ આસપાસ વસતી દુષ્ટ પ્રજાઓ વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે. “મેં મારા લોકને વારસા તરીકે આપેલ વિભાગનો તેમણે નાશ કર્યો છે. પણ હું તે પ્રજાઓને તેમના દેશમાંથી ઉખેડી નાખીશ અને તેમના હાથમાંથી યહૂદિયાના લોકોને ખૂંચવી લઈશ. 15 એ પ્રજાઓને ઉખેડી નાખ્યા પછી હું તેમના પર દયા કરીશ અને દરેક પ્રજાને પોતાના વતનમાં અને પોતાના દેશમાં પાછી લાવીશ. 16 તે પછી જો તેઓ પોતાના પૂર્ણ દયથી મારા લોકના ધાર્મિક વિધિઓ શીખશે અને જેમ એક વેળાએ તેમણે મારા લોકને બઆલદેવને નામે શપથ લેતા શીખવ્યું હતું તેમ તેઓ ‘યાહવેના જીવના સમ’ એમ મારે નામે સોગંદ લેતા થશે તો તેઓ પણ મારા લોકની જેમ આબાદ થશે. 17 પણ જો કોઈ પ્રજા આધીન થશે નહિ તો હું તે પ્રજાને જડમૂળથી ઉખેડી નાખીને તેનો નાશ કરીશ. હું પ્રભુ એ બોલ્યો છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide