Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 21 - પવિત્ર બાઇબલ C.L.


બેબિલોનના પતન વિષેનું સંદર્શન

1 સમુદ્ર નજીકના રણપ્રદેશ માટે સંદેશ: દક્ષિણ પ્રદેશમાંથી થઈને પસાર થતા ઝંઝાવાતની જેમ રણમાંથી, ભયાનક પ્રદેશમાંથી કોઈ આક્રમણ કરનાર આવી રહ્યો છે.

2 મેં સંદર્શનમાં ઘાતકી બનાવોનાં દશ્ય જોયાં છે. દગાબાજ દગો કરે છે, લૂંટારો લૂંટે છે. હે એલામના સૈન્ય, આક્રમણ કર! હે માદીઓના લશ્કર, ઘેરો ઘાલ! બેબિલોને નંખાવેલા તમામ નિસાસાનો ઈશ્વર અંત લાવશે.

3 એ દર્શન જોઈને મારી કમર કળતરથી તૂટે છે. પ્રસૂતાની વેદના જેવું કષ્ટ મને ઘેરી વળ્યું છે.

4 મારું મન આઘાત પામ્યું છે અને હું ભયથી ધ્રૂજી ઊઠયો છું. મેં સંયાના સારા સમયની અપેક્ષા રાખેલી, પણ એ ય મારે માટે ભયંકર થઈ પડી છે.

5 દર્શનમાં મિજબાની તૈયાર કરવામાં આવી છે. પાથરણાં બિછાવવામાં આવ્યાં છે. તેઓ ખાઈપી રહ્યા છે. એવામાં અચાનક આદેશ અપાય છે, “હે લશ્કરી અમલદારો, તમારી ઢાલોને તેલ લગાવીને તૈયાર કરો!”

6 ત્યાર પછી પ્રભુએ મને કહ્યું, “જા, ચોકીદારને ઊભો રાખ. તે જે કંઈ જુએ તેનો અહેવાલ આપે.

7 જો તે બબ્બે ઘોડે જોડેલા રથો અને ગધેડાં તથા ઊંટો પર સવારોને આવતા જુએ તો તેણે ખૂબ ધ્યનથી નજર રાખવી.”

8 ચોકીદાર સિંહની જેમ ત્રાડ પાડી બોલ્યો, “હે પ્રભુ, દિનપ્રતિદિન હું મારા ચોકીના બુરજ પર ઊભો છું અને આખી રાત હું તારી ચોકી પર ખડો છું.

9 જુઓ, એક માણસ બે ઘોડે જોડેલા રથમાં પૂરઝડપે આવી રહ્યો છે. તે જવાબ આપે છે: ‘બેબિલોન પડયું છે. તેનું પતન થયું છે. તેમની સઘળી મૂર્તિઓ ભાંગીને જમીનદોસ્ત થઈ ગઈ છે.”

10 હે મારા ઇઝરાયલી લોકો, ઘઉંને ખળામાં ઝૂડવામાં આવે તેમ તમને ઝૂડવામાં આવ્યા હતા. પણ હવે હું તમને ઇઝરાયલના ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ તરફથી મળેલ શુભસમાચાર પ્રગટ કરું છું.


અદોમ વિરુદ્ધ સંદેશ

11 દુમાહ વિષેનો આ સંદેશ છે: સેઈરમાંથી કોઈ મને પોકારે છે, “હે ચોકીદાર, રાત કેટલી પસાર થઈ છે? તે ક્યારે પૂરી થશે?”

12 મેં ચોકીદારે જવાબ આપ્યો, “સવાર આવે છે. રાત પણ ફરીથી આવશે. જો તમારે ફરીથી પૂછવું હોય તો પાછા આવીને પૂછજો.”


અરબસ્તાન વિરુદ્ધ સંદેશ

13 અરબસ્તાન વિરુદ્ધ આ સંદેશ છે: “હે અરબસ્તાનની ઝાડીઝાંખરાંમાં પડાવ નાખનારા દદાનીઓના કાફલા,

14 તમે તરસ્યાને પાણી પાઓ. હે તેમાંના લોકો, તમે નિરાશ્રિતોને ખોરાક આપો.

15 લોકો ક્તલ કરનાર તલવારથી, વીંધી નાખનાર તીરથી અને યુદ્ધની ભીંસને કારણે ભાગી આવ્યા છે.”

16 ત્યાર પછી પ્રભુએ મને કહ્યું, “ભાડૂતી ચાકર ગણતરી કરે એવા ફક્ત એક જ વર્ષમાં કેદારના સઘળા વૈભવનો અંત આવશે.

17 કેદારના ધર્નુધારીઓ અને યોદ્ધાઓમાંથી બહુ થોડા બચશે.” હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ એ બોલ્યો છું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan