Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 18 - પવિત્ર બાઇબલ C.L.


કૂશને થનારી શિક્ષા

1 કૂશની નદીઓની પેલે પારના પ્રદેશમાં પાંખોનો ફફડાટ સંભળાય છે.

2 ત્યાંથી નાઇલ નદીમાં સરકટની હોડીઓમાં રાજદૂતો આવે છે. હે શીઘ્ર સંદેશકો, તમે પાછા વળો! જેમનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે તેવી કદાવર અને સુંવાળી પ્રજા પાસે, દૂરસુદૂર જેની ધાક છે તેવી પ્રજા પાસે, સમર્થ અને સરસાઈ ભોગવતી પ્રજા પાસે સંદેશો લઈ જાઓ.

3 હે પૃથ્વીના પટ પર વસતા સૌ લોકો, સાંભળો! પર્વતની ટોચે સંકેતરૂપે વજા ફરકાવાય તેની રાહ જોજો! રણશિંગડું વાગે ત્યારે તે સાંભળજો!

4 પ્રભુએ મને કહ્યું, “કાપણીની મોસમમાં હુંફાળી રાત્રિએ ધીરેથી જામતા ઝાકળની જેમ અને ભરબપોરે પડતા બેઠા તાપની જેમ હું મારા નિવાસસ્થાનમાંથી સ્વસ્થપણે જોઈ રહીશ.

5 પણ કાપણી પહેલાં, જ્યારે ફૂલ બેસતાં બંધ થાય છે અને ફૂલની જગ્યાએ દ્રાક્ષા બેસે છે ત્યારે ખેડૂત ધારિયા વડે ફૂટેલા ફણગાને સોરી નાખે છે અને ફેલાતી ડાળીને કાપીને ફેંકી દે છે.

6 તે જ પ્રમાણે તેમના સૈનિકોનાં શબ શિકારી પક્ષીઓ અને હિંસક પ્રાણીઓને ખાવાને પર્વતો પર પડયાં હશે. તેઓ ઉનાળામાં પક્ષીઓનો અને શિયાળામાં પ્રાણીઓનો ખોરાક થઈ પડશે.

7 તે દિવસે જેમનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે એવા દેશની કદાવર અને સુંવાળી પ્રજા, દૂરદૂરના લોકો પર ધાક બેસાડનારી પ્રજા, સમર્થ અને સરસાઈ ભોગવતી પ્રજા સર્વસમર્થ પ્રભુને માટે અર્પણો લઈને આવશે. જ્યાં સર્વસમર્થ પ્રભુને નામે ભજન થાય છે તે સિયોન પર્વત પર તેઓ આવશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan