Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 12 - પવિત્ર બાઇબલ C.L.


ઉદ્ધાર પામેલાઓનું સ્તુતિગીત

1 તે દિવસે તમે ગાશો: “હે પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, પણ હવે તમારો રોષ શમી ગયો છે અને તમે મને દિલાસો આપો છો.

2 ઈશ્વર મારા ઉદ્ધારક છે. હું તેમના પર વિશ્વાસ રાખીશ અને બીશ નહિ. યાહ મારું સામર્થ્ય અને સ્તોત્ર છે. તે મારા ઉદ્ધારક બન્યા છે.”

3 તમે આનંદપૂર્વક ઉદ્ધારના ઝરણામાંથી પાણી ભરશો.

4 એ દિવસે લોકો ગાશે: યાહવેનો આભાર માનો! તેમને નામે મદદ માટે પોકાર કરો! પ્રજાઓ આગળ તેમનાં કાર્યો જણાવો! તેમનું નામ શ્રેષ્ઠ છે તેની તેમને જાણ કરો!

5 પ્રભુનાં સ્તોત્ર ગાઓ; કારણ, તેમણે ઉત્તમ કાર્યો કર્યાં છે. વળી, એ સમાચાર આખી સૃષ્ટિમાં જણાવો!

6 સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan