Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હોશિયા 6 - પવિત્ર બાઇબલ C.L.


લોકો પ્રભુ પાસે પાછા ફરવા વિચારે છે

1 લોકો કહે છે: “ચાલો, આપણે પ્રભુ પાસે પાછા ફરીએ. તેમણે આપણને ચીરી નાખ્યા છે, પણ તે જ આપણને સાજા કરશે. તેમણે જ આપણને જખમી કર્યા છે અને તે જ પાટો બાંધશે.

2 બે દિવસમાં તે આપણામાં ચૈતન્ય લાવશે અને ત્રીજે દિવસે તો ઉઠાવશે.

3 આવો, આપણે પ્રભુને જાણવાનો ખંતથી યત્ન કરીએ. તેમનું આગમન સૂર્યોદય જેટલું ચોક્ક સ છે અને પૃથ્વીને ભીંજવનાર પાછલા વરસાદની માફક તે આપણી પાસે આવશે.


પ્રભુનો પ્રત્યુત્તર

4 પ્રભુ કહે છે: “હે એફ્રાઈમ અને યહૂદિયા, હું તમને શું કરું? સવારના ધૂમ્મસની જેમ તમારો પ્રેમ ઝડપથી અદશ્ય થઈ જાય છે. તે જલદી ઊડી જતા ઝાકળના જેવો છે.

5 એટલે જ મેં મારા સંદેશવાહકોને મારો સજા અને વિનાશનો સંદેશો તમને જણાવવા મોકલ્યા છે. તમારી પાસેની મારી ન્યાયી માગણી અજવાળા જેવી સ્પષ્ટ છે.

6 મારે તો તમારાં બલિદાનો નહિ, પણ તમારો પ્રેમ જોઈએ છે. તમે દહનબલિ ચઢાવો એ કરતાં મને ઓળખો એ હું વધારે પસંદ કરું છું.

7 “પણ આદમા નગર પાસે વચનના દેશમાં પ્રવેશતાંની સાથે તો તેમણે દગો દઈને તેમની સાથેનો મારો કરાર તોડયો છે.

8 ગિલ્યાદ તો દુષ્ટો અને ખૂનીઓનું શહેર છે.

9 છુપાઈને માણસને ઘેરી લેનાર ગુંડાઓની ટોળીની જેમ યજ્ઞકારો શખેમના પવિત્રસ્થાને જવાના રસ્તા પર ખૂન કરે છે. તેમનાં કામ કેવાં ભયાનક છે!

10 ઇઝરાયલમાં મેં કમકમાટી ઉપજાવે એવી બાબત જોઈ છે. મારા લોકોએ, એફ્રાઈમ તથા ઇઝરાયલે મૂર્તિપૂજા આચરીને પોતાને ભ્રષ્ટ કર્યા છે.

11 અને હે યહૂદિયાના લોકો, તમારા કાર્ય માટે તમારી સજાનો દિવસ મેં નક્કી કર્યો છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan