Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હોશિયા 13 - પવિત્ર બાઇબલ C.L.


ઇઝરાયલનો આખરી ન્યાયચુકાદો

1 અગાઉ એફ્રાઈમનું કુળ બોલતું ત્યારે લોકો ધ્રૂજતા. તે ઇઝરાયલના બધા કુળોમાં સન્માન પામતું. પણ બઆલની પૂજા કરીને તેઓ પાપમાં પડયા અને તે માટે તેઓ માર્યા જશે.

2 છતાં તેઓ હજી વધુ ને વધુ પાપ કરે છે અને પૂજા કરવા રૂપાની પ્રતિમાઓ બનાવે છે; એ તો માણસની કલ્પના પ્રમાણે કારીગરના હાથે ઘડાયેલી મૂર્તિઓ જ છે. છતાં તેઓ કહે છે, “હે માણસો, તમે તેને બલિદાનો ચડાવો! આખલાની મૂર્તિને ચુંબન કરો!”

3 તેથી તેઓ પ્રભાતના ધૂમ્મસની જેમ અને સવારના ઝાકળની જેમ જલદીથી ઊડી જશે. તેઓ અનાજના ખળામાંથી ઊડી જતા ભૂસા જેવા અથવા ધૂમાડિયામાંથી નીકળતા ધૂમાડા જેવા થશે.

4 પ્રભુ કહે છે, “હું તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર તમારો પ્રભુ પરમેશ્વર છું. મારા સિવાય તમારે કોઈ બીજો ઈશ્વર ન હોય. હું જ તમારો ઉદ્ધારક ઈશ્વર છું.

5 સૂકા અને નિર્જળ પ્રદેશમાં મેં તમારું પાલન કર્યું.

6 પણ તમે સારા દેશમાં આવ્યા એટલે પુષ્ટ અને તૃપ્ત થયા અને પછી ગર્વિષ્ઠ થઈને મને ભૂલી ગયા.

7 પરિણામે, હું તમારા પર સિંહની જેમ ત્રાટકીશ અને ચિત્તાની જેમ હું તમારા માર્ગ પર લપાઈને રાહ જોઈશ.

8 પોતાનાં બચ્ચાં ગુમાવ્યાં હોય તેવી રીંછડીની જેમ હું તમારા પર હુમલો કરીશ અને તમારી છાતી ચીરી નાખીશ. સિંહણની જેમ હું તમારો સ્થળ પર જ ભક્ષ કરીશ, અને જંગલી પશુની માફક હું તમારા ટુકડેટુકડા કરીશ.

9 “હે ઇઝરાયલના લોકો, હું તમારો વિનાશ કરીશ ત્યારે તમારી મદદ કરનાર કોણ હશે?

10 તમારાં સર્વ નગરોમાં તમારું રક્ષણ કરવા માટે તમે રાજાઓ અને આગેવાનોની માગણી કરી. પણ તેઓ દેશને કેવી રીતે બચાવી શકે?

11 મારા ગુસ્સામાં મેં તમને રાજા આપ્યો અને મારા ક્રોધમાં મેં તેને લઈ લીધો.

12 એફ્રાઈમમાં પાપ અને દોષ નોંધાયેલાં છે અને એ બધી નોંધોનો સંગ્રહ સલામત રીતે સાચવી રાખવામાં આવ્યો છે.

13 ઇઝરાયલને જીવતા રહેવાની તક છે. પણ પોતાની માને પ્રસૂતિની વેદના ઊપડી હોય અને છતાં બાળક ઉદર બહાર આવવા માગે નહિ તેના જેવું તે મૂર્ખ છે.

14 શું હું એ લોકોને મૃત્યુલોક શેઓલથી બચાવું? હું એમને મૃત્યુમાંથી છોડાવું? અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? ઓ મૃત્યુલોક શેઓલ, તારો વિનાશ ક્યાં છે? હું આ લોકો પર હવે દયા દર્શાવીશ નહિ.

15 પોતાના ભાઈઓમાં એફ્રાઈમ ફળદ્રુપ થાય તો પણ હું રણપ્રદેશમાંથી પૂર્વનો ગરમ પવન મોકલીશ અને તે તેનાં સઘળાં ઝરણાં અને જળાશય સૂકવી નાખશે. તે સર્વ મૂલ્યવાન બાબતો ઘસડી જશે.

16 ઈશ્વરની વિરુદ્ધ બળવો કરવા માટે સમરૂનને સજા થવી જ જોઈએ. તેના લોકો લડાઈમાં માર્યા જશે. તેમનાં બાળકોને જમીન પર પછાડી મારવામાં આવશે અને ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan