Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હોશિયા 12 - પવિત્ર બાઇબલ C.L.

1 એફ્રાઈમના લોકો આખો દિવસ નકામાં અને નુક્સાનકારક કામોમાં રચ્યાપચ્યા રહે છે. દગાખોરી અને હિંસાના બનાવો વધી રહ્યા છે. તેઓ આશ્શૂર દેશ સાથે કરાર કરે છે અને ઇજિપ્તમાં તેલની ખંડણી મોકલે છે.

2 પ્રભુને યહૂદિયાના લોકો વિરુદ્ધ આરોપ છે અને ઇઝરાયલના લોકોની વર્તણૂક માટે તે તેમને સજા કરવાના છે.

3 તેમના પૂર્વજ યાકોબે ગર્ભસ્થાનમાં પોતાના જોડક્ભાઈ એસાવની એડી પકડી અને તે મોટો થયો ત્યારે ઈશ્વર સાથે બાથ ભીડી.

4 હા, તે દૂતની સામે પણ ઝઝૂમ્યો અને ટક્કર લીધી. તેણે રડીને આશિષની માગણી કરી. ઈશ્વર આપણા પૂર્વજ યાકોબને બેથેલમાં મળ્યા અને ત્યાં તેની સાથે વાત કરી.

5 એ તો સર્વશક્તિમાન ઈશ્વર યાહવે હતા. યાહવે એ નામથી જ તેમની ભક્તિ થવી જોઈએ.

6 તે માટે, હે યાકોબના વંશજો, તમારા ઈશ્વર તરફ પાછા ફરો! પ્રેમ અને ન્યાય જાળવી રાખો અને તમારા ઈશ્વરની નિરંતર ઝંખના રાખો.

7 પ્રભુ કહે છે, “ઇઝરાયલના લોકો કનાનીઓ જેટલા જ અપ્રામાણિક છે. તેઓ પોતાના ગ્રાહકોને ખોટાં ત્રાજવાં રાખી છેતરે છે.

8 તેઓ કહે છે, ‘અમે ધનવાન થઈ ગયા છીએ; અમે સંપત્તિ પ્રાપ્ત કરી છે. અમારી પાસે અપ્રામાણિક કમાણીનો એક પૈસોય નથી.’

9 પણ તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો પ્રભુ પરમેશ્વર છું, હું તમારી પાસે વેરાનપ્રદેશમાં આવ્યો ત્યારે તમે રહેતા હતા તેમ ફરીથી તમને તંબૂઓમાં રહેતા કરી દઈશ.

10 “હું સંદેશવાહકો સાથે બોલ્યો અને તેમને ઘણાં દર્શનો આપ્યાં. સંદેશવાહકો દ્વારા મારા લોકોને મેં ચેતવ્યા છે.

11 છતાં ગિલ્યાદમાં મૂર્તિઓની પૂજા થાય છે, અને તેમને પૂજનારા માર્યા જશે. ગિલ્ગાલમાં આખલાઓનો બલિ ચડાવવામાં આવે છે એટલે વેદીઓ ખેતરોમાંના પથ્થરના ઢગલા સમાન થઈ જશે.”

12 આપણા પૂર્વજ યાકોબને મેસોપોટેમિયામાં નાસી જવું પડયું. ત્યાં પત્ની મેળવવા માટે તેણે બીજા માણસનાં ઘેટાં સાચવવાનું કામ કર્યું.

13 ઇઝરાયલના લોકોને ગુલામીના બંધનમાંથી મુક્ત કરવા અને તેમની સંભાળ લેવા પ્રભુએ પોતાના સંદેશવાહકને ઇજિપ્તમાં મોકલ્યો.

14 ઇઝરાયલના લોકોએ ભારે રોષ ચડાવ્યો છે તેમના ગુના માટે તેઓ મૃત્યુદંડને લાયક છે; તેમણે ઈશ્વરની માનહાનિ કરી હોવાથી તે તેમને સજા કરશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan