એઝરા 2 - પવિત્ર બાઇબલ C.L.દેશનિકાલમાંથી પાછાં આવેલાંની નામાવલિ 1 બેબિલોનથી ઘણા બધા બંદીવાસીઓ યરુશાલેમ અને યહૂદિયામાં પોતપોતાના વતનમાં પાછા ફર્યા. નબૂખાદનેસ્સાર રાજા યહૂદિયાના લોકોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો ત્યારથી તેમનાં કુટુંબો ત્યાં વસતાં હતાં. 2 તેઓ આ માણસોની આગેવાની હેઠળ પાછા ફર્યા: ઝરૂબ્બાબેલ, યહોશુઆ, નહેમ્યા, સરાયા, રેલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ બાઅના. 3-20 દેશનિકાલમાંથી પાછા ફરેલાઓની તેમનાં કુટુંબો પ્રમાણે વંશજોની સંખ્યા નીચે મુજબ છે: પારોશ — 2,172 શફાટયા — 372 આરા — 775 પાહાથ-મોઆબ (યેશૂઆ અને યોઆબના વંશજો) — 2,812 એલામ — 1,254 ઝાત્તુ — 945 ઝાકક્ય — 760 બાની — 642 બેબાય — 623 આઝગાદ— 1,222 અદોનીકામ — 666 બિગ્વાય — 2,056 આદીન — 454 આટેર (હિઝકિયા) — 98 બેસાય — 323 યોરા — 112 હાશૂમ — 112 ગિબ્બાર — 95 21-35 જેમના પૂર્વજો નીચે જણાવેલાં નગરોમાં વસતા હતા તેઓ પણ પાછા ફર્યા અને તેમની સંખ્યા આ પ્રમાણે હતી: બેથલેહેમ — 123 નટોફા — 56 અનાથોથ — 128 આઝમાવેથ — 42 કિર્યાથ-યારીમ, કફીરા અને બએરોથ — 743 રામા અને ગેબા — 621 મિખ્માસ — 122 બેથેલ અને આય — 223 નબો — 52 માગ્બીશ — 156 બીજું એલામ — 1,254 હારીમ — 320 લોદ, હાદીદ અને ઓનો — 725 યરીખો — 345 સનાઆ — 3,630 36-39 દેશનિકાલમાંથી પાછા ફરેલા યજ્ઞકારોની સંખ્યા આ પ્રમાણે છે: યદાયા (યેશૂઆના) વંશજો — 973 ઇમ્મેરના વંશજો — 1,052 પાશહૂરના વંશજો — 1,247 હારીમના વંશજો — 1,017 40-42 લેવી વંશના પાછા ફરેલાઓની સંખ્યા આ પ્રમાણે છે: યેશુઆ તથા ક્દ્મીએલ (હોદાવ્યાના વંશજો) — 74 મંદિરના સંગીતકારો (આસાફના વંશજો) — 128 મંદિરના સંરક્ષકો (શાલૂમ, આટેર, શલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાથના વંશજો) — 139 43-54 દેશનિકાલમાંથી પાછા ફરેલા મંદિરના સેવકો નીચેના વંશના હતા: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ; કેરોસ, સીઅહા અને પાદોન; લબાવ્ના, હગાબા અને આક્કૂબ; હાગ્ગાબ, શામ્લાય અને હાનાન; ગિદ્દેલ, ગાહાર અને રઆયા; રસીન, નકોદા અને ગાઝઝામ; ઉઝઝા, પાસેઆ અને બેસાય; આસ્ના, મેઉનીમ અને નફીસીમ; બાકબૂક, હાકૂફા અને હારહુર, બાસ્લૂથ, મહીદા અને હાર્શા; બાર્કોસ, સીસરા અને તેમા; નસીઆ અને હટીફા. 55-57 દેશનિકાલમાંથી પાછા ફરેલા શલોમોનના સેવકો નીચેના વંશના હતા: સોટાય, હાસ્સોફેદેથ અને પરૂદા; યાઅલા, દાર્કોન અને ગિદ્દેલ શફાટયા, હાટ્ટીલ, પોખરેથ - હાસ્બાઈમ અને આમી. 58 દેશનિકાલમાંથી પાછા ફરેલા મંદિરના સેવકો અને શલોમોનના સેવકોની કુલ સંખ્યા 392 હતી. 59-60 તેલ-મેલા, તેલ-હાર્શા, ખરૂબ, અદ્દાન અને ઇમ્મેર નગરોમાંથી આવેલાની સંખ્યા 652 હતી. તેઓ દલાયા, ટોબિયા તથા નકોદના વંશજો હતા. પોતે ઇઝરાયલના વંશજો છે એવું તેઓ પુરવાર કરી શક્યા નહિ. 61-62 યજ્ઞકારોનાં જે ગોત્રો પોતાની વંશાવળી માટે કોઈ પુરાવો મેળવી શક્યા નહિ તેમાં હબાયા, હાક્કોસ તથા બાર્ઝિલ્લાયના વંશજો હતા. (બાર્ઝિલ્લાય યજ્ઞકારોના ગોત્રના પૂર્વજે ગિલ્યાદના બાર્ઝિલ્લાય ગોત્રની સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું અને તેણે પોતાના સસરાના ગોત્રનું નામ ધારણ કર્યું હતું.) એ લોકો પોતાના પૂર્વજોની માહિતી આપી શક્યા નહિ; 63 તેથી તેમનું યજ્ઞકારપદ માન્ય રાખવામાં આવ્યું નહિ. યહૂદી રાજ્યપાલે તેમને જણાવ્યું કે ઉરીમ અને થુમ્મીમ એ પવિત્ર પથ્થરોનો ઉપયોગ કરનાર યજ્ઞકાર નીમાય ત્યાં સુધી તેમણે ઈશ્વરને અર્પણ કરેલી વસ્તુઓમાંથી કંઈ જ ખાવું નહિ. 64-67 દેશનિકાલમાંથી પાછા ફરેલાઓની કુલ સંખ્યા — 42,360 હતી. તેમના પુરુષ અને સ્ત્રી નોકરોની સંખ્યા — 7,337 હતી. પુરુષ અને સ્ત્રી સંગીતકારોની સંખ્યા — 200 હતી. ઘોડાઓ — 736 ખચ્ચર — 245 ઊંટ — 435 ગધેડાં — 6,720 68 તેઓ યરુશાલેમમાં પ્રભુના મંદિરમાં આવ્યા ત્યારે ગોત્રોના આગેવાનોએ મંદિરને તેના મૂળ સ્થાને ફરીથી બાંધવા માટે સ્વૈચ્છિક અર્પણો આપ્યાં. 69 આ કાર્ય માટે તેમણે તેમનાથી શકાય હોય તેટલું આપ્યું: આશરે 500 કિલોગ્રામ સોનું, 290 કિલો રૂપું અને યજ્ઞકારો માટે 100 ઝભ્ભા એટલું આપ્યું. 70 યજ્ઞકારો, લેવીઓ અને કેટલાક લોકો યરુશાલેમમાં કે તેની નજીકમાં વસ્યા; સંગીતકારો, મંદિરના સંરક્ષકો અને મંદિરના સેવકો નજીકના નગરોમાં વસ્યા; જ્યારે બાકીના ઇઝરાયલીઓ પોતપોતાના વતનનાં નગરોમાં જઈ વસ્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide