Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 46 - પવિત્ર બાઇબલ C.L.


રાજર્ક્તા અને પર્વો

1 પ્રભુ પરમેશ્વર કહે છે: “અંદરના ચોકનો પૂર્વમુખી દરવાજો સપ્તાહના કામ કરવાના છ દિવસો બંધ રહે પણ સાબ્બાથદિને અને ચાંદ્રમાસના પ્રથમ દિવસે તેને ઉઘાડો રાખવો.

2 રાજર્ક્તાઓએ બહારના ચોકમાંથી ઓસરીમાં થઈને અંદર દાખલ થવું ને અંદરના દરવાજાની બારસાખ પાસે ઊભા રહેવું. તે દરમ્યાન યજ્ઞકારો રાજર્ક્તાના દહનબલિ અને સંગતબલિ ચડાવે. ત્યાં દરવાજાના ઉંબરા પાસે જ આરાધના કરી રાજર્ક્તાએ પાછા બહાર નીકળી જવું, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.

3 પ્રત્યેક સાબ્બાથદિને અને ચાંદ્રમાસના પ્રથમ દિવસે બધા ઇઝરાયલીઓ પણ દરવાજા પાસે ઊભા રહી પ્રભુની હજૂરમાં નમીને આરાધના કરે.

4 “સાબ્બાથદિને રાજર્ક્તાએ દહનબલિ માટે ખોડખાપણ વગરનાં છ હલવાન અને એક ઘેટો પ્રભુ સમક્ષ લાવવાં.

5 તે પ્રત્યેક ઘેટા સાથે એક એફાહ એટલે સાડાસત્તર કિલો ધાન્યઅર્પણ અને હલવાનોની સાથે યથાશક્તિ ધાન્યઅર્પણ અને દર એફાહ દીઠ એક હીન એટલે ત્રણ લિટર ઓલિવ તેલ આપે.

6 તેણે ચાંદ્રમાસને પ્રથમ દિવસે એક જુવાન આખલો, છ હલવાન અને એક ઘેટો ચડાવવાં. તે બધાં ખોડખાંપણ વગરના હોવાં જોઈએ.

7 રાજર્ક્તા પ્રત્યેક આખલા અને ઘેટા દીઠ એક એફાહ એટલે સાડા સત્તર કિલો ધાન્યઅર્પણ તથા હલવાનોની સાથે યથાશક્તિ ધાન્યઅર્પણ અને પ્રત્યેક એફાહ દીઠ એક હીન એટલે ત્રણ લિટર ઓલિવ તેલ પણ આપે.

8 “રાજર્ક્તા દરવાજાની ઓસરીને માર્ગે અંદર આવે અને તે જ માર્ગે બહાર જાય.

9 જ્યારે ઇઝરાયલના લોકો નિર્ધારિત પર્વો પર પ્રભુની આરાધના માટે આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી પ્રવેશે તેઓ સેવાભક્તિ કર્યા પછી દક્ષિણને દરવાજેથી બહાર નીકળે, અને જેઓ દક્ષિણને દરવાજેથી પ્રવેશે તેઓ ઉત્તરને દરવાજેથી બહાર નીકળે. પ્રત્યેક માણસ જે રસ્તેથી અંદર દાખલ થયો હોય તે રસ્તે પાછો ન જાય, પણ સામેને દરવાજેથી બહાર જાય.

10 રાજર્ક્તાએ પણ સામાન્ય જનતા સાથે જ અંદર દાખલ થવું ને તેમની સાથે જ બહાર જવું.

11 ઉજાણીઓમાં અને નિયત પર્વોમાં પ્રત્યેક આખલા કે ઘેટા દીઠ એક એફાહ એટલે સાડા સત્તર કિલો ધાન્ય અર્પણ ચડાવવો અને હલવાનોની સાથે યથાશક્તિ અર્પણ કરવું. આવા પ્રત્યેક એફાહના ધાન્યઅર્પણ સાથે એક હીન એટલે ત્રણ લિટર ઓલિવતેલ પણ ચડાવવું.


સ્વૈચ્છિર્કાપણ

12 “રાજર્ક્તા પ્રભુને દહનબલિ અથવા સંગતબલિ ચડાવવાની ઇચ્છા રાખે ત્યારે તેને માટે અંદરના ચોકનો પૂર્વમુખી દરવાજો ઉઘાડવો. જેમ તે સાબ્બાથદિને બલિ ચડાવે છે તેમ જ તેણે દહનબલિ તથા સંગતબલિ ચડાવવા. તે દરવાજામાંથી બહાર નીકળે પછી દરવાજો પાછો બંધ કરવો.”


દૈનિક બલિ

13 પ્રભુ કહે છે: “પ્રતિદિન ખોડખાંપણ વિનાનું એક વર્ષની વયનું હલવાન પ્રભુ સમક્ષ દહનબલિ તરીકે ચડાવવું. દર સવારે એ બલિ ચડાવવો.

14 તે સાથે દર સવારે ધાન્યઅર્પણ પણ ચડાવવું. એફાહનો છઠ્ઠો ભાગ એટલે બે કિલો લોટ અને તેની સાથે લોટ મોહવા માટે હીનનો ત્રીજો ભાગ એટલે એક લિટર ઓલિવતેલ ચડાવવાં. પ્રભુને ધાન્યઅર્પણ ચડાવવા માટે આ નિત્યનો નિયમ છે.

15 દર સવારે હલવાન, લોટ અને ઓલિવતેલ નિત્યના બલિ તરીકે પ્રભુને ચડાવવાં.”


રાજર્ક્તાની જમીનસંપત્તિ

16 પ્રભુ પરમેશ્વર કહે છે: “જો રાજર્ક્તા પોતાની માલિકીની જમીનમાંથી થોડો ભાગ પોતાના કોઈ પુત્રને બક્ષિસ તરીકે આપે, તો તે જમીન તે પુત્રની વારસાગત સંપત્તિ થાય. એ પુત્ર તે જમીનનો માલિક થાય.

17 પરંતુ જો રાજર્ક્તા પોતાની જમીનમાંથી અમુક ભાગ પોતાના કોઈ ચાકરને આપે તો ઋણમુક્તિના વર્ષ સુધી જ એ જમીન તે ચાકરની માલિકીની ગણાય. એ પછી તે રાજર્ક્તાની મિલક્ત બને. માત્ર રાજર્ક્તાને અને તેના પુત્રોને જમીનની મિલક્ત પર કાયમી હક રહે.

18 વળી, રાજર્ક્તાએ નાગરિકોમાંથી કોઈની પણ મિલક્ત લઈને તેમને જમીનવિહોણા કરી દેવા નહિ. તેણે તો પોતાની જમીનમાંથી જ પોતાના પુત્રોને જમીન આપવી, જેથી મારા લોકોની જમીન પોતપોતાના કુળપ્રદેશમાંથી વેરવિખેર થઈ જાય નહિ.”


મંદિરનાં રસોઈગૃહો

19 પછી તે મને દરવાજાની પડખે આવેલા બારણામાં થઈને ઉત્તર તરફની યજ્ઞકારો માટેની અલગ રાખેલી ઓરડીઓના પ્રવેશદ્વાર પાસે લઈ ગયો. તેણે મને ઓરડીઓની પશ્ર્વિમે એક સ્થળ બતાવ્યું અને કહ્યું:

20 “આ સ્થળે યજ્ઞકારોએ પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણબલિ માટેનાં પશુઓનું માંસ બાફવાનું છે અને ત્યાં જ ધાન્યઅર્પણ માટેના અન્‍નની રોટલી શેકવાની છે. જેથી તેઓ બલિપશુનું માંસ અને ધાન્યઅર્પણનું અન્‍ન બહારના ચોકમાં લઈ ન જાય. અને એ પવિત્રવસ્તુઓનો સ્પર્શ થવાને લીધે લોકો પર દૈવી કોપ આવી ન પડે.

21 પછી તે મને બહારના ચોકમાં લઈ ગયો. ત્યાં તેણે ચારે ખૂણામાં આવેલા નાના ચોક બતાવ્યા.

22 તે દરેક ચોકની લંબાઈ વીસ મીટર અને પહોળાઈ પંદર મીટર હતી. બધા ચોક એક જ માપના હતા.

23 એ પ્રત્યેક ચોકની આસપાસ પથ્થરની દીવાલ હતી. એ દીવાલની લગોલગ ચૂલા બનાવેલા હતા.

24 તે માણસે મને કહ્યું, “આ રસોઈગૃહો છે, જેમાં મંદિરના સેવકોએ લોકો દ્વારા ચડાવાયેલા બલિને રાંધવાના છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan