Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 15 - પવિત્ર બાઇબલ C.L.


દ્રાક્ષાવેલાનું રૂપક

1 વળી, મને પ્રભુનો સંદેશ મળ્યો:

2 “હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવેલાની ડાળીનું લાકડું વનનાં અન્ય વૃક્ષોનાં લાકડાં કરતાં ચડિયાતું છે?

3 શું તેના લાકડામાંથી કોઈ ઉપયોગી વસ્તુ બનાવી શકાય? શું માણસો તેમાંથી વાસણો લટકાવવાની ખૂંટી પણ બનાવી શકે?

4 એ તો માત્ર અગ્નિ પેટાવવાના જ કામનું છે. અગ્નિમાં તેના બન્‍ને છેડા સળગી ઊઠે છે અને વચલો ભાગ પણ બળી જાય છે. તો પછી એ કોઇ ઉપયોગમાં આવે ખરું?

5 તે બળ્યા વગરનું આખું હતું ત્યારે જ કશા કામનું નહોતુ, તો પછી અગ્નિમાં બળી ગયા પછી તે શા કામમાં આવે?”

6 આથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “જેમ વનનાં વૃક્ષોમાંથી દ્રાક્ષાવેલાનાં લાકડાં અગ્નિ પેટાવવાને વપરાય છે તેમ હું યરુશાલેમના લોકોને સજા ફટકારીશ.

7 હું તેમનાંથી વિરુદ્ધ થઇ જઇશ અને તેઓ એક આગમાંથી બચી ગયા છે, પણ આગ જ તેમને ભસ્મ કરી નાખશે. હું તેમની વિરુદ્ધ થઇ જઇશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.

8 તેમણે મારા પ્રત્યેની નિષ્ઠાનો ત્યાગ કર્યો છે, તેથી હું દેશને ઉજ્જડ બનાવી દઇશ. હું પ્રભુ એ બોલું છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan