Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 27 - પવિત્ર બાઇબલ C.L.


યજ્ઞવેદી
( નિર્ગ. 38:1-7 )

1 “તારે બાવળના લાકડાની વેદી બનાવવી. તે વેદી ચોરસ હોય; તેની લંબાઈ ચાર મીટર, પહોળાઈ 2.2 મીટર અને ઊંચાઈ 1.3 મીટર હોય.

2 તેના ચાર ખૂણા પર વેદીની સાથે એકરૂપ હોય તેવાં શિંગ બનાવવાં. આખી વેદી તાંબાથી મઢવી.

3 વેદીની રાખ માટે ભસ્મપાત્રો, પાવડીઓ, કટોરા, ચીપિયા અને અંગારપાત્રો બનાવવાં. આ સર્વ સાધનો તાંબાનાં બનાવવાં.

4 તાંબાની જાળી પણ બનાવવી અને જાળીના ચારે ખૂણાએ તાંબાનાં ચાર કડાં લગાડવાં.

5 તાંબાની જાળીને વેદીની ધાર નીચે એવી રીતે મૂકવી કે તે વેદીના મધ્યભાગ સુધી પહોંચે.

6 વેદી ઊંચકવા માટેના દાંડા બાવળનાં લાકડાંના બનાવવા અને તેમને તાંબાથી મઢવા.

7 જ્યારે વેદી ઊંચકવામાં આવે ત્યારે વેદીની બાજુઓનાં એ કડાંમાં પરોવવા.

8 વેદી પાટિયાંની બનાવવી અને તેને પોલાણવાળી રાખવી. મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો તે પ્રમાણે જ એ બનાવવી.


મુલાકાતમંડપનું આંગણું
( નિર્ગ. 38:9-20 )

9 “તારે મુલાકાતમંડપ માટે ઝીણા કાંતેલા અળસી રેસાના કાપડમાંથી પડદાઓનું આંગણું બનાવવું. દક્ષિણ બાજુના પડદા 44 મીટર લાંબા

10 અને તાંબાની વીસ કૂંભીઓમાં ગોઠવેલા તાંબાના વીસ સ્તંભો પર લટકાવેલા હોય. તેની કડીઓ અને સળિયાઓ ચાંદીનાં હોવા જોઈએ.

11 આંગણાની ઉત્તર બાજુ માટે પણ એ જ પ્રમાણે કરવું.

12 પશ્ર્વિમ બાજુના પડદા 22 મીટર લાંબા હોય અને તેને માટે દસ કૂંભીઓમાં ગોઠવેલા દસ સ્તંભ હોય.

13 પૂર્વ બાજુએ પ્રવેશદ્વાર આગળ આંગણું 22 મીટર પહોળું રાખવું.

14-15 પ્રવેશ દ્વારની બન્‍ને બાજુએ 6.6 મીટરના પડદા હોય અને તેને માટે ત્રણ સ્તંભ અને ત્રણ કૂંભીઓ રાખવાં.

16 આંગણાના પ્રવેશદ્વાર માટેનો પડદો 9 મીટર લાંબો અને વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસાનો તથા ઝીણા કાંતેલા અળસી રેસાનો તથા ભરત ભરેલો હોવો જોઈએ. તે ચાર સ્તંભોમાં લટકાવેલો હોય. આ સ્તંભો ચાર કૂંભીઓમાં ગોઠવેલા હોય. તેની કડીઓ ચાંદીની અને કૂંભીઓ તાંબાની બનાવવી.

17 આંગણાની આસપાસના બધા સ્તંભો ચાંદીના સળિયાથી જોડાયેલા હોય. તેની કડીઓ ચાંદીની અને કૂંભીઓ તાંબાની બનાવવી.

18 આંગણું 44 મીટર લાંબું, 22 મીટર પહોળું અને 2.2 મીટર ઊંચુ હોવું જોઈએ. તેના પડદા અળસી રેસાના બારીક વસ્ત્રના અને તેની કૂંભીઓ તાંબાની હોય.

19 મંડપમાં વપરાતા સર્વ સાધનો તથા મંડપ અને તેના આંગણાના બધા ખીલાઓ તાંબાના બનાવેલા હોવા જોઈએ.


દીવાની કાળજી
( નિર્ગ. 24:1-4 )

20 “તું ઇઝરાયલીઓને તારી પાસે દીવાઓ માટે પીલેલું શુદ્ધ ઓલિવ તેલ લાવવાની સૂચના આપ; જેથી દીવા રોજ સાંજે હમેશાં સળગાવી શકાય.

21 મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની સામેના પડદાની બહારની બાજુએ આરોન તથા તેના પુત્રો આ દીવા મૂકે; ત્યાં મારી સન્મુખ સાંજથી સવાર સુધી એ દીવા સતત સળગતા રાખવા. ઇઝરાયલીઓ તથા તેમના વંશજો સદાને માટે આ આજ્ઞા પાળે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan