Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એસ્તેર 5 - પવિત્ર બાઇબલ C.L.


એસ્તેરે વહોરેલું જોખમ

1 ઉપવાસના ત્રીજા દિવસે એસ્તેર રાણીનો પોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજ્યાસનના ખંડ સામે ઊભી રહી. રાજા પ્રવેશદ્વાર તરફ મોં રાખી રાજ્યાસન પર બિરાજ્યો હતો.

2 રાજાએ એસ્તેરને જોઈ અને તેના પર કૃપાદષ્ટિ કરી તેની સામે પોતાનો સોનાનો રાજદંડ ધર્યો. એસ્તેર નજીક જઈને રાજદંડની ટોચને સ્પર્શી.

3 રાજાએ પૂછયું, “એસ્તેર, તું શા કામે આવી છે? તારે શું જોઈએ છે? જો તું મારું ર્આું સામ્રાજ્ય માગે તો તે પણ હું તને આપી દઈશ.”

4 એસ્તેરે જવાબ આપ્યો, “આજ રાત્રે હું મિજબાની આપવા માગું છું. આપને યોગ્ય લાગે તો આપ હામાન સાથે તેમાં પધારો એવી મારી વિનંતી છે.”

5 રાજાએ હામાનને તાત્કાલિક બોલાવ્યો કે તેઓ એસ્તેરને ત્યાં જઈ શકે. એમ રાજા અને હામાન એસ્તેરને ત્યાં ગયા.

6 મદિરાપાન થઈ ગયા પછી રાજાએ એસ્તેરને પૂછયું, “તારે શું જોઈએ છે? જો તું મારું ર્આું સામ્રાજ્ય માગે તો તે પણ તને આપીશ.”

7 એસ્તેરે જવાબ આપ્યો,

8 “આપને યોગ્ય લાગતું હોય અને મારી માગણી પૂરી કરવાની આપની ઇચ્છા હોય તો આપ અને હામાન આવતી કાલે ફરીથી મિજબાની માટે પધારો એવી મારી વિનંતી છે. તે વખતે હું આપને મારી માગણી જણાવીશ.”


મોર્દખાયને મારી નાખવાની હામાનની યોજના

9 તે દિવસે મિજબાનીમાંથી પાછા ફર્યા બાદ હામાન ખૂબ ખુશમિજાજમાં હતો. પણ જ્યારે તેણે રાજમહેલના દરવાજે મોર્દખાયને જોયો ત્યારે તેને ખૂબ ગુસ્સો ચઢયો. કારણ, તેણે તેને માન આપ્યું નહિ કે તેને નમન કર્યું નહિ.

10 છતાં તે ગમ ખાઈ ગયો અને પોતાને ઘેર ગયો. તેણે પોતાના મિત્રો અને પત્ની ઝેરેશને બોલાવ્યાં.

11 તેણે પોતાની અઢળક સંપત્તિ, પોતાનાં સંતાન, રાજાએ તેને બઢતી આપીને રાજાના બીજા દરબારીઓ અને અધિકારીઓ કરતાં તેને આપેલું ઊંચું સ્થાન વિગેરે વિષે બડાઈ હાંકી.

12 વળી હામાને કહ્યું, “અરે, એ તો ઠીક, પણ એસ્તેર રાણીએ રાજાની સાથે માત્ર મને એકલાને જ મિજબાનીમાં બોલાવ્યો હતો અને આવતી કાલે પણ ફરી ત્યાં ભોજનનું આમંત્રણ છે.

13 પણ જ્યાં સુધી હું પેલા યહૂદી મોર્દખાયને રાજમહેલના દરવાજે જોઉં છું ત્યાં સુધી આ બધું કશા કામનું નથી.”

14 આથી તેની પત્ની અને તેના મિત્રોએ તેને કહ્યું, “પચીસ મીટર ઊંચી એવી એક ફાંસી તૈયાર કરાવો. સવારે રાજાને કહો કે મોર્દખાયને તે પર ફાંસીએ લટકાવી દે. પછી તમે અને રાજા ભોજનને માટે જજો.” હામાનને એ વાત પસંદ પડી, તેણે ફાંસી તૈયાર કરાવી દીધી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan